સાલ વસમી ૨૦ની ગઈ
ભૂલાશે કદી નહીં
લાવી કોરોનાની મહામારી
સ્વગૃહે ગયા પૂરાઈ
વિશ્વભરના માનવી
ભૂલાશે કદી નહીં
મિત્રો સહુ મુંજાય
ના હળી મળી શકાઈ
ઘેર ના આવે કોઈ
ડોરબેલ કદીક સંભળાય
હર્ષે દોડી ઊઘાડું દેખાય
બે રોજગાર યુવક
વહેંચવા સિક્યોરીટી સિસ્ટમ
કમને ના પાડી આભાર વ્યક્ત
કરીને કર્યો વિદાય