“એક ઇચ્છા“
ગણ્યા નવ કદી, ગણું નવ કદી પડે છો હજુ;
અપાર પડશે અને જિગર, હાય! આળું થયું,
કઠીન ન બનો છતા, હ્રદય, એ જ ઇચ્છું, પ્રભુ!
પડી વિજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભૂકા દહે, બહુ દહો ગળું છું સુખે!
ન દાહ વસમો કદી, જીગર બૂમ ના પાડતું,
કઠીન બનજો નહીં હ્રદય, એ ઇચ્છું પ્રભુ!
બહુય રસ છે મને , હ્રદય છે હજુ તો, આહો!
અરે! હ્રદય જો ગયું, રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠીન ન બનો કદી હ્રદય એ જ ઇચ્છુંપ્રભુ!
પૃથવી છંદમાં લખાયેલ આ નાનકડું કાવ્ય કવિ હ્રદયના અપૂર્વ ભાવ ઘટીત કરે છે. બહુ નાની ઉમર ૧૨મે વર્ષે પિતાશ્રી અને ૧૪ વર્ષે માતુશ્રીના મૃત્યુંના,બે વર્ષમાં બે જખમ સહન કર્યા, મોટાભાઇનું અવસાન થયું, આમ એકપછી એક આઘાત કવિશ્રીના કોમળ હ્રદયે સહ્યા .તે સમયના રજવાડાના કાવાદાવા, કુટુંબ ક્લેશ આ સર્વે તદઉપરાંત પોતાનાથી ૮ વર્ષ મોટા રમાબા સાથેના લગ્ન ,બીજા લગ્ન કેશરબા સાથે, બન્ને લગ્ન ખાંડાથી થયા હતા, એ જમાનાના રજવાડામાં આ બધુ સાધારણ ગણાતું. જેમ વધારે ઘા પડે તેમ હૈયું કઠોર બનતું જાય. કવિ કલાપીનું કવિ હ્રદય પ્રભુ પાસે જખમોથી હ્રદય કઠીન ન બને તે માગે છે, કવિ કહે છે ઘા કદી ગણ્યા નથી, ગણીશ નહીં ભલે હ્રદય આળુ બને, હ્રદય મૃદુ રહી સર્વ ઘા ભલે સહે, તે જ ઇચ્છું છું .
સગીર વયે રજવાડાની ગાદીના વારસ બન્યા. અનુભવ મેળવવા પોલિટિકલ એજન્ટૅ તેમને દેષના પ્રવાસે મોકલ્યા. બે પત્નીઓના વિરહ, સૌથી વિષેશ વિરહ શોભનાનો , શોભના પ્રત્યેનું ખેંચાણ અને વધતુ જતું અદમ્ય આકર્ષણ,તો રમા પ્રત્યેનો પ્રેમ અને ફરજ, પ્રીતિ અને નીતિ વચ્ચે હ્રદયમાં સતત ચાલતું યુધ્ધ ,વિરહની આગ વિજળી જેવા ભભૂકાએ દહે છે, કવિ કહે છે “બળું છું સુખે! અનંત ભભૂકા દહે,બહુ દહો ગળું છું સુખે!” આ કંઇ સાધારણ ભૌતિક આગની જ્વાળા નથી, પ્રેમ પ્રણયનો વિરહ અનન્ત માત્રાનો, શોભનાના લગ્ન થયા દૂર જતી રહી, આવા વસમા દાહથી હ્રદય કઠીન ન બનતું,કદી બૂમ ના પાડતું ,આવું પ્રભુ પાસે કવિ ઇચ્છે છે.
કવિ કલાપી મૃદુ, કોમળ હ્રદયના કવિ છે , આવા હ્રદયે અનેક વિરહ ગીતો, પ્રણય ગીતો ગઝલોનો વારસો સાહિત્ય પ્રેમીઓને આપ્યો, છેલ્લી ચાર પંક્તિઓમાં કવિ કહે છે, બહુય રસ છે મને, ઊર્મિ, સંવેદના, માધુર્ય, કરૂણતા, આ તો કવિની મૂડી છે, જો હ્રદય જ ગુમાવી બેસે તો જીવનનો રસ ચાલ્યો જાય ,કવિને એ ના પોષાય,કવિ હ્રદયને સુકુમાર મૃદુ જીવન પર્યંત રાખવા માગે છે, એટલે જ કવિ લખે છે ,” ભલે મૃદુ રહી જખમ સહે સહી સહી છેક ચૂરો થતું “,કઠીન ન બનો કદી હ્રદય એજ ઇચ્છું છું પ્રભુ!.”
પ્રયત્ન કરેલ છે. ગમે તો પ્રતિભાવ. ક્ષતિઓ જણાવશૉ.
સરસ કાવ્ય પસંદ કર્યું છે. આમાં કાવ્ય અને કવિ વિશે વાચકોને ઉપયોગી થવાય છે. ધન્યવાદ !
જુગલકિશોરભાઇ.
આભાર આપના પ્રતિભાવ મને પ્રોત્સાહિત કરશે.