વેલનટાઇન દિવસે ભેટ-મમતા

 

વેલેન્ટાઇન દિવસની ઉજવણી્નુ અમેરિકામાં પણ બધા જ પશ્ચિમી દેશોની માફક બહુ જ મહત્ત્વ.નિલા અને નિલેષે ભારતમાં કદિ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરેલ નહિ તેવો બન્નેનો ઉછેર સંસ્કારિક ધાર્મિક માતા પિતાને ત્યાં થયેલ .રાત્રી ક્લબ, હોટેલ પાર્ટીઓનો નિષેધ હતો અને બન્નએ તેનો સ્વેછાએ સ્વીકાર કરેલ.આજ તો ફરક છે પૂર્વ અને પશ્ચિમમાં, પશ્ચિમમાં ૧૮ વર્ષના થાય એટલે ઘરના કોઇ કાયદા નહિ, મોડૅ સુધી પાર્ટિ કરવાની છુટ્ટી.

                           બન્નેની ઓળખાણ કોલેજમાં થયેલ,સાંસ્કૃતિક ઉત્સવમાં બન્નએ સાથે કામ કરેલ,તેમાંય ‘તારી બાંકી રે

પાઘલડીનૂ ફૂમતુ રે મને ગમતુ રે આ તો કહુ છું રે પતળીયા તને અમથું’, મીશ્ર રાસમાં બન્નેની જોડી ખુબ જામી મેળાવડા બાદ પણ જામેલ રહિ કોલેજમાં ચર્ચાનો વિષય બની.છેલ્લા બે વર્ષ થી તો લાયબ્રેરી લોબી કે કેન્ટીન બધી જગ્યાએ સાથે જ,કોલેજ લાયબ્રેરી બંધ થયા બાદ સીટી લાયબ્રેરીમાં બેસે આમ ૧૨ થી ૧૪ કલાક બન્ને સાથે એક બીજાનો સહવાસ માણે .

એક દિવસ નિલાની જીગરજાન દોસ્ત વીણા કેન્ટીનમાં ચા પીતી હતી અને ચાંપલી નીના બાજુમાં આવી બેસી બોલી” કેમ આજે તારી K.G.થી જીગરી દોસ્ત સાથે આજ કાલ અબોલા થયા છે કે પ્રિય સખી બિજા દોસ્તની ક્મ્પની માણવામાં વ્યસ્ત રહે છે એટ્લે બાળપણની સખી ભુલાય ગઇ છે”

‘ના નીના એવું નથી વિક એન્ડ્માં અમે બન્ને સાથે જ વાંચીએ છીએ”

‘હા વિક એન્ડ્માં તો નિલા ને નિલેષને મળવાની છુટ ન જ મળૅ એના પેરન્ટ્સ તો જુનવાણી “

“નીના જો મળવુ જ હોય તો મારે ત્યાં બન્ને મળી શકે પરંતુ નિલા ચીંટીંગ ન કરે ચાલ હવે ક્લાસ મિસ થશે “

“હા તું તારી સખીનુ નીચે નહિ પડ્વા દે’ચાલતા ચાલતા પણ નીના બોલ્યા વગર ન રહિ શકી . 

બન્નેને લાયબ્રેરીની સામે નિલા અને નિલેસ મળી ગયા ,નિલાએ સ્વાભાવિક જ પુછ્યુ કેમ ‘વીણા નીના આજે લાયબ્રેરીમાં નહિ દેખાયા?’

પ્રશ્ન પુરો થતા જ ચારે જણા ક્લાસમાં પ્ર્વેસ્યા.

નિલા અને નિલેષ યુનિવરસિટીમાં પેલા ૧૦ માં ઉતિર્ણ થયા હવે જ ખરેખરો કસોટીનો સમય આવ્યો .ઇંગલેન્ડ અમેરિકાનાજ્ઞાતીના ઇજનેર ડોકટરોની મેટરીમોનિયલ જાહેરાત નિલાના માતા પિતા જોવા લાગ્યા નિલાને પણ બતાવવા માંડી ,નિલા બહાના કાઢી વાત ટાળતી ,એક દિવસ ખુબ દબાણ આવતા જણાવી દીધુ  મારે લગ્ન નથી કરવા, અમેરિકા M.S.કરવા જવું છે.નિલાના મોટાભાઇ રસિકને થોડી શંકા આવી  ગયેલ એક દિવસ એમણે નિલાને નિલેષ સાથે પુરોહિત હોટેલમાંથી બહાર નીકળતા જોઇ હતી નિલા કે નિલેષે મોટાભાઇને નહિ જોયેલ, તેઓ બન્ને તેમની વાતોમાં મસગુલ હતા.ત્યારે તો મોટાભાઇએ બહુ શિર્યષ નહિ લીધું.

અઠવાડીયા પછી તેમના મિત્ર ગૌતમ નો ફોન આવ્યો રસિકે જ લીધો “હલો ગૌતમ ઘણા દિવસે યાદ કર્યો હમણાથી તો ફોન જ નથી કરતો બહુ મોટો બિસનેસ મેન થઇ ગયો છે!બોલ શું ખબર છે?”

“ના યાર એવું કાંઇ નથી ,માર્ચ મહિનામાં તું રિટર્ન ભરવામાં પડ્યો હોય એટલે ડીસટર્બ નહોતો કરતો”

“તો આજે શૂં કામ પડ્યુ ભાભી બાળકો બધા મજામાં તો છેને?”

“હા બધા મજામાં છે આતો મારે તને એક સમાચાર આપવા છે આજે સાંજે ૬ વાગે ચર્ચગેટ ટી હાઉસમાં મળ “

‘એવું શું છે ફોન પર જ કહિ દે ને યાર’

“ના ફોન પર કહેવાય એવું નથી સાંજે મળ સાથે ટી હાઉસની ચા પીસુ ઘણા વખત થયો ટી હાઉસમાં સાથે ચા નથી પધી નક્કી ૬ વાગે મળ”

“નક્કી મળુ છુ.”ફોન મુકાયા

રસિકે પાછી અસિલોની ફાઇલો ઉથલાવવા માંડી આંકડા મુકવા માંડ્યા

બરાબર સાડાપાંચે રસિકે ફાઇલ બંધ કરી ઉભો થયો.

પાર્ટનર હરિષને નવાઇ લાગી પુછ્યુ “કેમ રસિક આટલો વહેલો ભાભી સાહેબે ચીમકિ આપી લાગે છે રાત્રે નવ વાગે રસોડુ બંધ”

“નારે દસ વર્ષે તારી ભાભી શું ચિમકી આપે અને આપે તોય તને ખબર છે હું ગણકારુ નહિ”આતો વ્યવહારિક કામે એક જણને મળવાનુ છે”

“હા હવે તો બે બહેનો તૈયાર એટલે તું તો ખરેખરો કમે લાગી જવાનો”

“હાસ્તો લાગવુ જ પડૅ ને તારી જેમ સૌથી નાનો નથી બે નાની બહેનો ને એકજ ભાઇ અને મોટો એટલે જવાબદારી તો ખરીને”

‘હા ભાઇ હા તું તારે જા શુભ કામમાં વિલંબ ન કરાય”ગુડ લક”.

‘થેંક્સ કહી રસિકભાઇ નીચે ઉતર્યા ટેક્ષી કરી બરાબર છ ને પાંચ મિનીટે ટી હાઉસ પહોંચ્યા

ગૌતમ દરવાજે જ ઉભેલ બન્ને સાથે અંદર દાખલ થયા ખુણાનું ટેબલ શોધી બેસતા જ સામે નજર પડી નિલા અને નિલેષ !હવે તો શરમાવાનું રહ્યુ જ નહિ તેઓ બન્ને એ આજે ટી હાઉસમાં લાઇફ પાર્ટનર થવાના સપથ લઇ લિધેલ. તુરત જ બન્ને ઉભા થયા નિલેષે સભ્યતા દર્શાવી પુછ્યુ ‘અમો બન્ને આપ વડીલોની કંપનીમાં જોડાય શકિયે?”

“ચોક્ક્સ અમને બન્નેને ખુબ આનંદ થશે”” મોટાભાઇ અને ગૌતમ એક સાથે બોલ્યા,નિલા અને નિલેષ સામસામ ખુરશીમાં બેઠા.

ગૌતમ ‘રસિક think of devil and devil is here’

 નિલેષ We are devil!!”

મોટાભાઇ બોલ્યા આતો હમણા અમે બન્ને એ તમોને યાદ કર્યા અને તમે બન્ને દેખાયા, તમે બન્ને સો વર્ષના થવાના.

નિલા બોલી મોટાભાઇ આ જમાનામાં આ આશિર્વાદનો અર્થ વધારે વર્ષ સ્ટ્રગલ એવો જ થાય

ગૌતમ“અરે બન્ને જણા સાથે હોય તો સ્ટ્રગલ પણ મોજ મજામાં ભાગી જાય’બરાબરને નિલેષ”

નિલેશે મૌન હકાર જણાવ્યો.

નિલાઃમોટાભાઇ આજે હું ઓફિસે આવી તમને જણાવવાની હતી મે અને નિલેશે લાઇફ પાર્ટનર થવાના સપથ લઇ લીધેલ છે, વડીલોની સંમતિની મહોર પડશે તો જ નહિતો અમો આ જીવન કુંવારા રહિશુ, આજે નિલેષ પણ તેના મોટાબેનને વાત કરી દેશે.”આમ નિલા એક શ્વાસે બોલી ગઇ.

ગૌતમઃ “રસિક જે મારે કહેવાનું હતુ you heard it from horse’s mouth હવે આપણે સાથે ચા ની મહેફિલ માણી છુટા પડીએ બરાબર’

બધાએ સાથે દાર્જીલીંગ ચા અને પાર્લેજી બિસ્કિટ માણ્યા અને છુટા પડ્યા.

નિલા અને મોટાભાઇ એક ટેક્ષીમાં વિલેપાર્લા જવા રવાના થયા. નિલેશ જુદી ટેક્ષીમાં નલિનીબેનને ત્યાં મરિન્લાઇન્સ જવા ઉપડ્યો.ગૌતમે ચર્ચગેટ સ્ટૅસન તરફ ચાલવા માંડ્યુ.

રસ્તામાં મોટાભાઇએ નિલેષ અને તેના કુટુંબ વિષે જાણી લીધુ. નિલેષ અને નલિની બે ભાઇ બેન જ નલિની બેન ૫ વર્ષ મોટા તેમના પતિ નલિન વૈદ્ય જય હિન્દ કોલેજમાં ફિસિક્સના પ્રોફેસર નલિનીબેન M.A.WITH sanshkrit લગ્ન થયા એટલે સ્વેચ્છાએ વિલસન કોલેજની જોબ ઓફર નકારી,૩ વર્ષનો બાબો નિલય. પિતા ગવર્મેન્ટ ઓફિસર ૧ વર્ષ થયુ જીવલેણ હાર્ટ એટેક્માં મૃત્યુ પામ્યા મમ્મી વિલ્સન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર ૬ મહિનાથી નિવૃત છે.નાગર બ્રાહ્મણ જ્ઞાતી ઉંચ અને સંસકારી, આમ બધુ જાણ્યા પછી મોટાભાઇ બોલ્યા નિલા તારી પસંદગી પર ખરેખર મને ગૌરવ છે અને વાતોમાં પાર્લા આવી ગયું.

નિલેષે પણ નલિનીબેનને વાત કરી નિલા વેદ બ્રાહ્મણ જ્ઞાતી કુટુંબમાં બા બાપુજી મોટાભાઇ અને નાની બેન બાપુજી બન્ને નિવૃત બા સ્કુલમાં શિક્ષીકા આ વર્ષે નિવૃત થયા બાપુજી ગવર્મેંન્ટ ઓફિસર બે વર્ષ પહેલા રીટાયર્ડ થયા ભાઇ ૫ વર્ષ મોટા ચાર્ટડ એકાઉન્ટ્ન્ટ ફોર્ટ્મા પોતાની ઓફિસ ,નાની બેન આ વર્ષે ગુજરાતિ

વિષયમાં M.Aમાં ઉતિર્ણ થઇ . નલિનીબેન સાંભળી ખુશ થયા બોલ્યા’ નિલેષ મમ્મી તારી પસંદગી પર રાજીના રેડ થઇ જવાની હું કાલે જ વાત કરી દૌ છું,’ નાનો નિલય બોલ્યો મમ્મી

નાનીમા રાજીનારેડ થઇ જવાના તો મને પણ  કરને, આજ મામા સાથે આઇસક્રીમ ખાવા દે ને ‘,નલિની જવાબ આપે તે પહેલા જ નિલેષ બોલ્યો ચોક્કસ બોલ ક્યાં જવું છે? કોલિટીમાં કે પારસી ડેરી માં?’

નલિનીબેન બોલ્યા ‘ભાઇ બહાર જવાની જરુર નથી ઘેર આઇસક્રીમ છે, બોલ કૈ ફ્લેવર ખાવી છે?’ કાજુ દ્રાક્ષ ,પિસ્તા ,ચિકુ, કે મેંગો?’

બેન તમે તો ઘણા ચોયસ આપ્યા’ આજે મામા ભાણાભાઇના ચોઇસનો આઇસક્રીમ લેશે,’

નિલય ખુશ થઇ બોલ્યો મમ્મી મેંગો.

સારુ એક સ્કુપ મળશે’ ,મમ્મી પ્લીઝ આજે બે ખાવા દે ને મામા સાથે, નિલેષ પણ બોલ્યો આજે મારી સાથે બે સ્કુપ ખાવાદે ને કાંય નહિ થાય’.ત્રણે જણે સાથે આઇસ્ક્રીમ માણ્યો નિલેષ ઘેર જવા નીકળ્યો.

બીજે દિવશૅ ડીનર લેતા મોટાભાઇએ પિતા રમનલાલ અને માતા રમાબેનને વાત કરી બન્ને ખુબ ખુશ થયા દિકરીની પસંદ પર, રસિકના પત્ની રમિલાતો ખુશ થઇ બોલી કાલે જ શાસ્ત્રીજી ની પાસે મુહરત જોવડાવુ છું,બરાબરને બા પપાજી?’ હા હા શુભ કામમાં ઢીલ નહિ કરવાની’.

બીજે દિવશૅ મુહરત જોવાયું ,શુક્રવારે ફક્ત થોડા અંગત મિત્રો અને સગાવાહલાએ નલિની બેનને ત્યાં વેવિશાળની વિધી પતાવી ગોળધાણા વહેંચ્યા ભોજન કરી સહુ છુટા પડ્યા. અઠવાડિયામાં લગ્ન લેવાયા સાદાયથી લગ્ન કરી બન્ને m.s. કરવા અમેરિકા આવ્યા.

બોસ્ટન તેનો મિત્ર પરેષ અને પ્રિયા લેવા આવ્યા,આ દંપતિ નિલેષ નિલાના સ્કુલ કોલેજના મિત્રો બે વર્ષ પહેલા MSC microbiology કરી અહિ હારવર્ડ યુનિવર્સીટી માં રિસર્ચ લેબમાં જોબ કરતા હતા અને નજીકમાં જ ટાઉન હાઉસમાં રહેતા હતા.બન્નએ નિલેષ નિલાને અઠવાડિયુ પોતાના ઘેર રાખ્યા.

 m.i.t ની બાજુમાં સ્ટુડીયો એપાર્ટ્મેન્ટ શૉધ્યુ, શનિવાર સુધીમાં જરુરિયાત પુરતિ ઘરવઘરી ખરિદી બન્ને એપાર્ટ્મ્વ્ન્ટ્માં સેટ થયા પરેષ અને પ્રિયાએપણ પોતાના ઘરની  થોડી નાની મોટિ જરુરિયાતની વસ્તુઓ આપી .સેલના ફ્લાયર જોઇને જ ખરીદી કરવાની વગેરે સલાહ સિચનો આપ્યા..

એક વર્ષમાં બન્નેનું માસ્ટર પુરુ થયું.નિલેષને ટેક્ષાસ સ્ટેટના Dow chemicals માં જોબ મળી ગયો,નિલાને જોબ ન હતો, બન્ને ટેક્ષાસના લેક્જેક્સન ટાઉનમાં

આવ્યા બન્નેને આ રળિયામણુ ગામ ગમી ગયું. સરસ નાનુ એવુ લેક સુંદર હરિયાળી,શહેરથી ફક્ત ૪૦ ૪૫ માઇલ જ દુર.  એટ્લે એકાદ વિકએન્ડ શહેરની ધમાલ માણવા મન થાય તો ઉપડી જાય હ્યુસ્ટ્ન તો કોઇ વિકએન્ડ  નાસા જોવા ઉપડી જાય તો ક્યારેક મુડીગાર્ડન આઇ મેક્ષ થેયટરમાં મુવી માણૅ, કોક વાર નવરાત્રના દિવસોમાં મિનાક્ષી મંદિરમાં દર્ષન કરવા ઉપડી જાય.ઉનાળાના દિવસોમાં ગાલવેસ્ટન બીચ પર સહેલ કરતા કરતા નરિમાઇન પોઇન્ટ અને જુહુ બીચ યાદ આવતા, એક દિવસ બીચ પર ફરતા નિલેષ બોલ્યો “નિલા ખરેખર એ દિવશો તો આપણા સુવર્ણ દિવસો આપણો પ્રણયકાળ ભણતા ભણતા સાથે સહેલ કરતા પાંગર્યો પરિપકવ થયો અને મિત્રોમાં ચર્ચાયેલ પ્રેમ પંખીડા મટી પતિ પત્નિ બની ગયા”

“નિલેષ મને પણ થાય છે કે આપણો પ્રણય કાળ ચાલુ જ રહે કદિ પૂરો જ  ન થાય આપણા જીવનનો શ્રેષ્ઠ કાળ,ખેર હવે તો ગ્રહસ્થી થયા અને કાલ સવારે માતા પિતા પણ બની જઈશું “

‘શું વાત કરે છે”

‘નિલેષ આ વખતે ૧૫ દિવસ ઉપર ગયા છે’ 

અરે વાહ બોલતા નિલેષે નિલાને આલિંગનમાં લૈ ચૂમી “

‘અરે નિલેષ છોડ,પબ્લિક્માં!

“અરે અહિ ક્યાં મોટાભાઇ કે તેમના મિત્ર ગૌતમભાઇ જોઇ જશેની બિક છે અહિ તો મન પડે ત્યારે યુવક યુવતિઓ  ચુમી લે સાથે કામ કરતા હોય, મિત્રો હોય કે પતિ પત્નિ હોય આપણે તો પતિ પત્નિ છીયે તોય ગભરાય છે જાણે ગુનો કરતા હોઇએ ‘!

“નિલેષ ગભરાતી નથી આ આપણા સંસ્કાર નથી”

“હા મેમસાહેબા સંસ્કારી નારી ભૂલ થૈ ગઇ” અને નાટકીય ઢબે કાન પકડી ઉઠ બેસ કરી,

નિલા બનાવટી છણકો કરતા” બસ બસ તારા નાટ્ક્વેડા છોડ મને ભૂખ લાગી છે”

” હવે તો મારે બે  જણાની ભૂખ સંતોષવાની બોલો શું ખાવાની ઇચ્છા છે”

“મને તો ચોપાટીના ભેળ પાણી પુરી ખાવાની ઇચ્છા થઇ છે”.નિલેષમાથુ ખંજવાળતા નાટ્કિય અદાથી બોલ્યો” હની  એ તો સક્ય નથી પણ ક્લીયરલેકની મોગલની ભેળ પુરી ચાટ પુરી કેમ રહેશે ?ત્યાં પહોંચતા તો એક કલાક થાય ત્યાં સુધી મારી લાડલીને ભૂખી ના રખાય હું સામેથી આઇસ્ક્રીમ લૈ આવું છું.”

‘સુપર્બ  ” બોલી નિલા બેન્ચ પર બેઠી .નિલેષ મોબાયલ આઇસ્ક્રીમ વાનમાંથી બે આઇસ્ક્રીમ લૈ આવ્યો, નિલાનો ફેવરેટ કુકી એન્ડ ક્રીમ અને નિલેષનો ફેવરેટ કોફી આઇસ્ક્રીમ ,બન્ને આઇસ્ક્રીમ માણતા ગાડી પાસે આવ્યા,આઇસ્ક્રીમ પુરો કરી.  મોગલ રેસ્ટોરન્ટ પહોંચ્યા આજ શનિવાર હોવાથી પારકીંગ ફુલ હતુ ,નસીબે  એક ખૂણામાં એક જગ્યા કોઇએ મિસ કરી તે મળી ગઇ.મોગલમાં નિરાંતે બન્નેએ ભેળ પાણી પુરી ચાટ માણ્યા.નિલેષે ઘેર જતા પુછ્યુ “નિલા હોમ ટેસ્ટ બરાબર કરી છેને?’ 

“નિલેષ હોમ ટેસ્ટ સ્ટૅપ મુજબ કરી છે,’ આ બુધવારની ડો ગાર્સિયાની એપોઇન્ટ્મેન્ટ પણ લઇ લિધેલ છે, ‘ 

“સરસ હું બુધવારની રજા લઇ લવ છું “

‘રજાની જરુર નથી ૪ વાગ્યાની એપોન્ટમેન્ટ છે, ‘

“વેરી ગુડ બોલતા નિલાનો હાથ પકડી ચુમ્યો”

‘નિલેષ ડ્રાઇવીંગ કરવામાં ધ્યાન રાખ’

‘નિલુ આ હાયવે નથી બેક રોડ છૅ તુ ચિંતા નકર’

‘પણ તોય નિલેષ ચેતતા નર સદા સુખી”મારા મોટાબા મને હંમેશા કહેતા નિલેષે નિલાના અવાજમાં પુરુ કર્યુ,

અને બેઉ હસી પડ્યા.આમ વાતોમાં ઘર આવી ગયું .બન્ને એ કપડા બદલ્યા નિલાએ આજ સિલ્કની સી ગ્રીન નાયટી પહેરી,

નિલેષ નો પ્રિય કલર, જોઇ નિલેષે નિલાને, બાહુમાં લીધી,નિલા બોલે ત્યાં ચાર અધરો એક મેક સાથે બિડાય વાતો કરી લીધી, નિલાને ઉંચકી નિલેષ બેડરુમમાં પ્રવેસ્યો.

નિલાના પેટ પર હાથ ફેરવતા બોલ્યો “મારી નાનકડી નિલુ કેવી હષે મારા જેવી કે તારા જેવી”

“તને ક્યાંથી ખબર? એ નાનકો નિલુડો પણ હોય શકે’ ‘.”મેં બીજ રોપ્યુ હોય તેની મને ખબર જ હોય ને”,

“પણ મને તો નિલુડો (બાબો) ગમશે”.

“નિલા પેલી લક્ષ્મી સારી’એમ મારા દાદી કહેતા આમ નિલાએ નિલેષના અવાજમાં  પુરુ કર્યુ .

અને બન્ને ખડખડાટ હસ્યા.અને હસતા હસતા લાલાલેન્ડમાં ગરકી ગયા. 

બુધવારે ૪ વાગે બન્ને ડો ગાર્સિયાની ઓફિસમાં પ હોંચ્યા ,તેમના આગળ એક પેસન્ટ પછી નિલાનો વારો નિલેષની અધિરાય જણાય આવતી હતી ” નિલુ સેલ્ફ પ્રેગનન્સી ટેસ્ટ કેટ્લા % સાચી હોય? કેટ્લા % સેન્સીટીવ હોય? તે બધુ વાંચેલ?” આમ પ્રશ્નોની ઝડી વર્ષાવવા માંડ્યો

“નિલેષ આટલો અધીરો નથા હમણા ૧૦૦% ખબર પડવાની જ છે”

નિલા શુક્લ નામ સાંભળતા બન્ને ઉઠ્યા નર્સ સાથે  એક્ષામ રુમમાં દખલ થયા નર્સે હિસ્ટરી વાયટલ વગેરેની નોંધ કરી.નિલાને ગાઉન આપ્યો,બહાર ગઇ,નિલા ગાઉન પહેરી ટેબલ પર  નર્સની સુચના મુજબ પોસિસનમાં સુતી ડો.ગાર્સિયા દાખલ થયા.

” હલો  Mrs શુક્લ

નિલા એ હલો કર્યુ પ્રથમિક પેપ વગેરે તપાસ પુર્ણ થઇ ડોકટરે નિલેષને વધાઇ આપી ,નિલા કપડા પહેરી બહાર આવી,નર્સે પ્રીનેટલ વીટામિનસ લેવા જણાવ્યુ ,અને બીજી વિસિટ્ની તારિખ આપી.અને થોડા સગર્ભા સંભાળના ફરફરિયા આપ્યા અહિં તો સાસુ કે મા ના હોય એટલે પુષ્તકો દ્વારા જ જ્ઞાન મેળવવાનું . 

નિયમિત ડોકટરની વિસિટ કરતા, ચોથા મહિને અલટ્રા સાઉન્ડ તપાસ માં બેબી દિકરી આવવાની ખબર પડી. નિલેશઃ” જોયું હું જીતિ ગયો ને’

“હા હા હજુ આવવા તો દે’ સાતમાં મહિને બીજો અલટ્રા સાઉન્ડ થાય પછી સો ટકા ગણાય ”

“સારુ ત્યાં સુધિ ખાનગી હવે ખુશ.’

સાતમાં મહિને બેબી દિકરી નક્કી સાથે ડો. રે બિજા પણ સમાચાર આપ્યા ,નિલાને ઓર જે બેબીને પોષણ પુરુ પાડે તે આગળ છે , એટ્લે પ્રસુતિ વખતે અથવા પ્રસુતિ પહેલા કસમયે રક્ત સ્રાવ થવાની સંભાવના,અને C .section કરી બાળક લઇ લેવું પડે.

ભારત વાત થઇ દેવકીબેન આઠમે મહિને આવી ગયા. ફ્રેન્ડ્સ અને નિલેષ ના સ્ટાફે મળી બેબી સાવર ગોઠવ્યો, દેવકીબેનની ઇચ્છાને માન આપી ખોળૉ ભરવાની વિધી પણ કરી પ્રિયાએ ખોળો  ભર્યો નલિનીબેને રાખડી છ્ઠે મહિને જ મોકલાવેલ તે પડૉસીની દિકરી રક્ષાએ બાંધેલ દિપકભાઇ અને દિપાબેનને રક્ષા એક જ હતી તે નિલેષને મોટાભાઇ કહેતી નિલેષ પણ તેને હાઇસ્કુલના અભ્યાસમાં અવાર નવાર મદદ કરતો, દિપક્ભાઇ દિપાબેન કનવિનિયન્ટ સ્ટોર ચલાવતા તેથી દિકરીના અભ્યાસમાં ધ્યાન ન આપી શકતા.દેવકીબેનને પણ આનંદ થયો.સરસ વિધી ત્યારબાદ રક્ષાએ ત્યાર કરેલ એક બે ગેમ રમ્યા ,દેવકીબેન દિપા તથા પ્રિયાની બનાવેલ વાનગીનો પ્રસાદ લઇ સહુ છુટા પડ્યા.

દેવકીબેન નિલાની ખુબ કાળજી લેતા ગ્રોસરી ની બેગો પણ ન ઉપાડવા દે આમ અઠ્વાડિયું પસાર થયું .

શનિવારે વેલેન્ટાઇન દિવસ હતો . નિલેષે આગ્રહ કર્યો ‘નિલા પેલા બે વર્ષ ભણવામાં અને સેટલ થવામાં વેલેન્ટાઇન પાર્ટીમાં ન ગયા આ વખતે ચાલ ના ન પાડ  પછી તો બેબી સાથે મમ્મી હશે તો પણ તું નહિ આવવાની ‘

‘ના નિલેષ એવું નથી પણ તને ખબર છે ને I am not a party person અને મમ્મી ઘેર એકલા બોર થાય ,’

દેવિકીબેન બોલ્યા,’નિલા મને ટી વી તે બતાવી દીધું છે એટલે બોર થવાની નથી અને પુષ્તકો પણ ઘણા છે ,નિલેષ આગ્રહ કરે છે તો તેની ઇચ્છાને માન આપ બન્ને જણ જાવ ‘.

આમ મા બિકરા બન્નેના આગ્રહને વસ થઇ નિલા તૈયાર થઇ ,બન્ને ક્લીયર લેક હોલમાં પહોંચ્યા ,સૌ મિત્રો બન્નેને સાથે જોઇ ખુશ થયા .બન્ને ખુણાના ટેબલ પર બેઠા બધા ટૅબલ પર ગુલાબની જોડ ગોઠવવામાં આવેલ કોઇ પર બ્લુ રેડ ,કોઇ પર પીળુ લાલ એક ટેબલ પર સફેદ લાલ ની પેર હતી જે નિલા નિલેષનું તેબલ હતુ  અને નિલાનો  માનિતો રંગ નિલાએ સફેદ ગુલાબ નિલેષ ના કોટ પર ભરાવ્યું નિલેષ લાલ ગુલાબ નિલા વાળ બોબી પીન સાથે લગાવ્યું ,અને બન્ને પ્રણય કાળમાં ખોવાય ગયા, જમતા મિત્રો સાથે વાતો થઇ ,ત્યાં બધાને નૃત્ય માટે આમંત્રણ અપાયું,બધા યુગલ ઉભા થયા નિલા નિલેષ પણ ઉઠ્યા નિલાને ભીનાશ જણાતા બન્ને બહાર સરકી આવ્યા નિલેષે ડો ગર્સિયાને ફોન કર્યો ,પ્રિયા અને પરેષ પણ તુરત જ પાછ્ળ નીકળ્યા નિલેષ સાથે સેલ ફોન પર વાત કરી અને દેવકીબેનને લેઇ હોસ્પીટલ પહોંચીએ છીએ જણાવ્યું.

નિલેષ નિલા હોસ્પીટલ પહોંચ્યા ડો. ગાર્સિયાએ ઓ આર તૈયાર રાખેલ નિલાને ઓ આર ટેબલ પર સુવડાવી રક્ત સ્રાવ વધુ પડતો જણાતા તુર્ત જ C.section કર્યું ,બેબી ને ન બચાવી શક્યા નિલા ને લોહીના બાટલા ચડાવ્યા placenta previa ની જગ્યાએ( placenta acrita) જણાયું એટ્લે કે ગર્ભાસયના સ્નાયુની અંદર ઓર પથરાયેલ હોય અને છુટી ન પાડી શકાય તેવી સ્થિતી જણાતા નછુટકે રક્ત સ્રાવ બંધ કરવા ગર્ભાસય કાઢવુ પડ્યું .નિલેષને ઓ.આરમાં વાત કરી અને ઓપરેસનની સહી લેવાય ત્યારે આ લખાણ હોય જ એટલે ફરીથી સહી લેવાની જરુર નહિ.

નિલાનો જીવ બચી ગયો , પણ ખેર નિલાએ માતૃત્વ ગુમાવી દીધુ.

બહાર આવી ડો. ગાર્સિયાએ કોન્ફરન્સ રુમમાં નિલેષ ને બોલાવી વાત કરી. બે કલાક પહેલા ૧૬ વર્ષની મારિયાને આંચકા આવતા હોવાથી c.section કરવું પડે લ તેની બાળકી જીવે છે .મરિયાને નહિ બચાવી શક્યા ,ભગવાન તારી લીલા એક જ હોસ્પીટલમાં એક મા માતૃત્વ ગુમાવી ભર નિદ્રામાં સુતી છે, ને એક માસુમ બાળકી મા વગર નર્સરિમાં પેસિફાયર ચુસી રહી છે.મારિયાના કોઇ સગા વાહલા પણ નહતા બ્રાઝોસ જેલમાંથી મહિલા પોલિસ દાખલ કરી ગયેલ,ડ્રગની હેરાફેરીમાં પકડાયેલ બોય ફ્રેન્ડનો પત્તો નહતો જેલમાં સગર્ભા અવસ્થાની ખબર પડી ત્યારે બહુ મોડુ થઇ ગયેલ ,સારવાર અને સારા ખોરાકને અભાવે મરિયા એકલેમસ્યા જેવી સગર્ભા અવસ્થાની જીવલેણ બિમારીનો ભોગ બની ભગવાનને ઘેર પહોંચી ગઈ. અનાથ બાળકી ને સોસિયલ વર્કર child protection agency(અનાથ આશ્રમમા )પહોંચાડવાની ધમાલમાં હતી .આબધી ધમાલ બહાર બેઠા દેવકીબેને સાંભળી તેમનુ માતૃ હ્રુદય દ્રવી ઉઠ્યું આંખના ખુણા  પાલવથી  લુછ્યા  ત્યાં જાણ્યુ કે નિલા બચી ગૈ છે પણ બેબી નથી બચી શકી.તુરત જ ઉઠ્યા.

અને  ડૉ ગર્સિયા અને નિલેષને વાત  કરી,’ મારિયાની બેબીને આપણે દત્તક લઇ એ ,નિલા હજુ ભાનમાં નથી તેને પછી બધી વાત કરવાની’ 

ત્રણે જણાએ રુમમાં નક્કી કર્યું . જરુરી પેપર વર્ક સોસ્યલ વર્કર અને હોસ્પીટલના અડમીનીસ્ટ્રેટર સાથે પતાવ્યું.મારિયાની મેરીને દેવીબેને મમતા નામ આપ્યું.

દવાના ઘેનની અસરમાંથી ઉઠ્તાની સાથે જ નિલાને મળશે માની મમતાએ,આપેલ  ભેટ- મમતા.

 

 

 

  

 

   

    

          

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા. Bookmark the permalink.

1 Response to વેલનટાઇન દિવસે ભેટ-મમતા

  1. pravina કહે છે:

    વાર્તા સુંદર રીતે લખાઈ છે. અંત પણ નાજુકતાથી સચવાયો છે.

    visit http://www.pravnash.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s