આગ્રહ એજ અહંકાર!!

આગ્રહ એજ અહંકાર!!?

સાચું કે ખોટુ?

આ વિષય ચર્ચા માટે મુકુ છું, આપ સહુ ભાગ લેશો, વિચારો અભિપ્રાયોની આપલે જરૂર કરશો, આશા સાથે.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in વિચાર. Bookmark the permalink.

6 Responses to આગ્રહ એજ અહંકાર!!

 1. chandravadan કહે છે:

  Induben,
  Your Post of July 24,2011.
  Only Few Words !
  I will be back to your Blog & I will share my thoughts then.
  But I invite you to my Blog Chandrapukar to see some Posts.
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  Avjo !

 2. chandravadan કહે છે:

  ઈન્દુબેન,

  પહેલા તમારા બ્લોગ પ આવ્યો હત્પ. આજે ફરી આવી આ નાની પોસ્ટ વાંચી. એ તમે જુલાઈ ૨૪,૨૦૧૧ના દિવસે પ્રગટ કરી હતી.

  આ ,આ પોસ્ટ માટે તમોને “અભિપ્રાય”ની આશાઓ હતી….કોઈ પ્રતિભાવ ના વાંચ્યો.

  ચાલો, તો, જરા ચર્ચા કરવાનું મન થયું.

  “આગ્રહ”….અને “અહંહાર”…આ બે શબ્દોની વાત હતી.

  આ બન્ને શબ્દોનો સબંધ માનવી મન સાથે હોય છે..

  “આગ્રહ” એટલે માનવીનું મન પોતાને કે અન્યને ફરી ફરી કરવા આશાઓ રાખી કહેવા કે કરવા સુચન કરે છે.

  “અહંકાર” એટલે અહમ + કાર =એટલે પોતાના ગુણગાન અને કર્તારૂપી સ્વરૂપે નિહાળી માનવી જે અનુભવે તે !

  આગ્રહ ફક્ત એકલો ના હોય શકે…….એની સાથે મનની “લાગણી કે ભાવો” હોય.

  જ્યારે માનવી અન્ય પર આગ્રહ રાખે અને એમાં એ બીજા માટે ભલું ઈચ્છતો હોય અને એ સ્વાર્થ વગર એવું કાર્ય કરતો હોય ત્યારે અહંકારને સ્થાન ના મળે.

  પણ..જ્યારે, એ એના આગ્રહમાં પોતાનું ભલું જ નિહાળતો હોય ત્યારે એ માનવી અહંકાર તરફ વળતો હોય છે…આવા પંથે જ્યારે એ બીજા માટે સાથે “બુરૂ” થાય એવું ઈચ્છતો હોય ત્યારે એ “દુશમન”વૃત્તિ તરફ આગેકુચ કરે છે !

  આ છે મારી વિચારધારા !

  હવે, તમે “બે શબ્દો” લખશો તો વાંચી આનંદ થશે !

  ………ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Induben…Avjo !

  • ઇન્દુ શાહ કહે છે:

   ચન્દ્રવદનભાઇ
   આપની વાત સાથે સહમત થાઉ છું. આગ્રહ સાથે લાગણી હોવી જરૂરી. આવો અનુભવ મને જ્યાર ઝાલાવાડાના ગામડામાં દર્દીને જોવા જતી અને ઘરના સભ્યો એક અડાળી(રકાબી) ચા માટે જીવના સમ આપતા અને ન ભાવતી કડક મીઠી ચા અમે બન્ને હુંઅને મારા પતિ રમેશ પી લેતા અને બન્ને પક્ષ સંતોષની લાગણી અનુભવતા, બાય ધ વે વિ બોધ આર ફિસીશ્યન, બે મિત્રોના વાર્તાલાપ સાંભળી આ વાક્ય લખવાનો વિચાર આવ્યો
   ‘આ વખતે સ્વામીજી અહી ન હોતા આવવાના મેક્ષિકોથી સીધા કેનેડા જવાના હતા!”
   “એ તો મારા આગ્રહથી અહી આવ્યા” તેમના ચેહરાના ભાવો જોયા proudy ,આવા ચમચાવો બધી મહાન વ્યક્તિઓ પાછળ ફરતા હોય છે અને ગર્વ લેતા હોય છે એના કરતા એમ બોલ્યા હોત કે સ્વામીજી નજીક જ હતા એટલે સૌના મનની ઇચ્છા જાણી દર્શનનો લાભ આપવા આવ્યા, આ રીતે સ્વને મહ્ત્વ આપવા કરતા સમુહને મહત્વ આપવું એ ગુરૂ પાસેથી જાણેલુ આ્ચરણમાં મુક્યુ જણાત.્બે શબ્દો કરતા વધારે લખાય ગયું, આશા છે આપને યોગ્ય જણાય.આપના બ્લોગની મુલાકાત અવાર નવાર લૌ છું આનંદ અનુ ભવુ છું.

 3. vijayshah કહે છે:

  આગ્રહ એ અહંકાર વાળી આપની ચર્ચામાં મારો બે પેની વર્થ અભિપ્રાય.
  આગ્રહ્ નાં અમુક પ્રકાર જ અહંકાર છતા કરે છે દરેક પ્રકાર નહીં જેમ કે માતાનો પુત્રનાં ભણતર માટેનો આગ્રહ વહેવાર છે પરંતુ તારે પ્રથમ વર્ગમાં જ રહેવું જોઇએ કારણ કે તું મારો પુત્રછે તેવાતમાં અહંકાર છલકાઇ જાય છે.

  • ઇન્દુ શાહ કહે છે:

   વિજયભાઇ
   આપની વાત સાવ સાચી છે.આ પ્રશ્ન ચર્ચા રૂપે મુકવાનો વિચાર મને બે મિત્રોના વાર્તાલાપ સાંભળી આવેલ,્જે મેં ડો શ્રી ચંદ્રવદનભાઇના પ્રતિભાવના જવાબમાં લખેલ છે.
   ઘણીવાર આગ્રહ સ્વના અહંકાર પોષવા જ કરાતો હોય છે,અને ત્યારે સામી વ્યક્તિની મનોદશાનો વિચાર કરવામાં નથી આવતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s