પસ્તાવાનું ઝરણું

રીતેશ અને રીના ૫ વર્ષ બાદ ભારત આવ્યા હતા.અમદાવાદ મિત્રની દીકરીના લગ્ન પ્રસંગે આવેલ પ્રસંગ પત્યા બાદતુરત જ  રિતેષઅને રીનાએ પોતાના ગામ સુરેન્દ્રનગર જવા્ની તૈયારી કરી,આમ તો બાપુજીના અવસાન બાદ સુરેન્દ્રનગર જુના મિત્રોને મળવાનુ અને રીનાને તેના નાના બેન બનેવીને મળવા સિવાય કોઇ કામ હતુ નહી.બાપુજીના સ્વર્ગવાસ બાદ ઘર પણ કાઢી નાખેલ અને બધા એકાઉન્ટસ પણ બંધ કરી દીધેલ.એટલે મિત્રોને મળવાનું ખેંચાણ જ મુખ્ય,અને રીનાને તો આકર્ષણ હોય જ નાના બેન બનેવીને મળવાનું.

 અમદાવાદ રીનાના ભાઇ  વિનયના ઘેર સામાન રાખી સુરેન્દ્રનગરથી દિનકરભાઇની ગાડી આવેલ તેમાં ચા પાણી પતાવી નીકળી ગયા.રાજુભાઇ ઘણા વર્ષો જુના ડ્રાયવર રીતેશ સાથે વાતે વળગ્યા, “રાજુભાઇ આપણા ગામમાં સુધારા થયા કે હજુ પાંચ વર્ષ પહેલા હતુ એવું જ છે?” 

“સાહેબ ગામમાં વસ્તી ઘણી વધી છે, દાક્તર પણ ઘણા વધી ગયા છે, લગભગ બધા સ્પેસયાલીસ્ટ આવી ગયા છે,જીલ્લાનું મુખ્ય શહેર એટલે બધાનું સારુ ચાલે છે,નાની મોટી હોટેલો પણ આવી છે, નાની મોટી ફેકટરીઓ પણ જી આઇ ડી સી્ ના પ્રતાપે ઘણી શરુ થઇ છે ,પણ સાહેબ હજુ રસ્તાઓ તો એટલા જ ખરાબ,ઉઘાડી ગટરો અને ડુક્ક્રરોનો ત્રાસ વધી ગયો છે.પહેલા તો રસ્તા પર ગાય ભેંસ ઘેટા બકરા કુતરા ભટકતા, હવે તો ડુક્કરો પણ અથડાવા મંડ્યા છે.અને વાહનો તો ખુબ વધી ગયા છે ,પણ ટ્રાફીક કંટ્રોલનું નામ નહીં, જેમ ફાવે તેમ વાહનો હાલે.”

      રીતેશઃ”રાજુભાઇ  મ્યુનીસીપાલીટી વાળા કેમ કંઇ કરતા નથી! 

“સાહેબ એતો બધા પૈસા ખાવામાંથી નવરા પડે તો કામ કરે ને! બધાને સત્તા મળે એટલે ઘર ભરવાની ઉતાવળ, જનતાનું જે થવાનું હોય તે થાય!”

“રાજુભાઇ ૬૪માં પ્રજાસત્તાક દિન સુધી પહોંચ્યા છતાં આપણા દેષની આ દષા!”

     રીના તો પાછલી સીટમાં આરામથી નીદ્રાદેવીને વશ થઈ ગયેલ અચાનક આંચકો લાગ્યો, ગાડી ઊભી રહી,રીના ઝબકી “અરે રાજુભાઇ જરા ધીરે શું થયું ?”

“બેન સોરી મારે અચાનક બ્રેક મારવી પડી ટ્રાફીક જામ છે,આગળ એકસીડન્ટ થયો લાગે છે”.

“રીના ગભરાતા રીતેશ રસ્તા વચ્ચે આટલી ગરમી શુ કરીશું?

‘હું પણ એજ વિચારું છું

‘સાહેબ બેન નસીબજોગે આપણે હનુમાનદાદાના મંદિરના દરવાજે જ ઉભા છીએ, તમે કહો તો અંદર લૈ લઉ?

“હા હા રાજુભાઇ લખતર પાસેનુ જાણીતું મંદિર , તમે અંદર લૈ જ લો ઘણા વર્ષે દાદાના દર્શન થશે,”

રાજુભાઇએ ગાડી મંદિરના વિશાળ વડ નીચે   પાર્ક કરી બોલ્યા”સાહેબ હવે કંઇ ચિંતા નહીં જમવાની તથા રાત્રે રોકાવું પડૅ તો તે પણ વ્યવસ્થા અહીં થઇ જશે,

” એટ્લા બધા કલાક!!

“બેન આ અમેરિકા નથી કાંઇ કહેવાય નહી ક્યારે રસ્તો ખૂલે!!બે ટ્રક અથડાઇ ઊથલી પડી છે, ડ્રાઇવરો ભાગી ગયા છે”.

“રાજુભાઇ જ્યારે ખૂલે ત્યારે અત્યારે તો અંદર દાદાના દર્શન કરીએ, પૂજારીને મળીએ,”

બધા બહારના નળે હાથ પગ ધોઇ મંદિરમાં પ્રવેસ્યા ,આધેડ ભાઇ સફેદ વસ્ત્રો પહેરેલ હનુમાન ચાલીસા પાઠ કરી રહ્યા હતા

                     ”  જય હનુમાન જ્ઞાન ગુન સાગર,જય કપીશ તિહું લોક ઉજાગર’

રીતેશ રીના રાજુભાઇએ દાદાના દર્શન કર્યા,

 પગ સંચાર કાને પડતા પૂજારીઍ આંખ ખોલી,’ જૈ બજરંગબલી બોલી નમસ્કાર કર્યા

ત્રણે જણાએ જૈ બજરંગબલી પ્રત્યુત્તર સાથે નમસ્તે કર્યા રીતેશે એકસીડ્ન્ટની વાત કરી જમવા રહેવાની સગવડ વિષે પૂછ્યું

પૂજારીજી ખૂશ થયા જરૂર સાહેબ, તમો અંદર પધારો આરામ કરો,રીતેશ અને રીના અંદર ગયા પૂજારી પત્નિ રસોડામાંથી બહાર આવ્યા નમસ્તે કર્યા,રીતેશ અને રીના એકબીજા સામે આશ્ચ્રર્ય પામી જોઇ રહ્યા, રીતેશથી ન રહેવાયું પૂછ્યું ‘તમે કોકીલાબેન તો નહીં’? અને દાઢી વધારેલ છે,  પૂજારી!પણ લાગે છે તમારા પતિ સુરેશભાઇ બરાબર?”

વાક્ય પૂરુ થયું કે બન્ને પતિ પત્નિ રીતેશના પગમાં પડી ચોધાર આંસુ વર્ષાવી રહ્યા,રીતેશ અને રીનાએ બન્નેને ઉભા કર્યા પૂછ્યું અહીં ક્યાંથી આવી ગયા!!

 “શું કરીએ સાહેબ અમને અમારા કર્મોના ફળ મળી ગયા,હવે તો દાદાની સેવા કરતા પાપ ધોવાય અને દેહ છુટે એજ ઇચ્છા છે”.

      ” સાહેબ તમે તમાર બધા સેરનો કારભાર મને સોંપી, અમેરિકા ગયા કુ બુધ્ધિએ  હું સટ્ટામાં સંડોવાયો બધુ હારી ગયો, તમારો વિશ્વાસઘાત કર્યો,રાતોરાત દેવાળું ફૂંકી બે દીકરા વહુ સાથે ટ્ર્ક ભરી સુરેન્દ્ર નગરથી ભાગી ગયો, ખાનદેષમાં ૫ વર્ષ જલસા કર્યા પણ કર્મ કોઇને છોડે? મોટો દીકરો વહુ ભાગ લઇ જુદા રહેવા ગયા,નાનો હલકા કુળની છોકરીના પ્રેમમાં પડ્યો લગ્ન કર્યા અને અમોને ઘરબાર વગરના કર્યા, અજાણ્યા દેષમાં ક્યાં જઇએ!! અહીં દાદાના મંદિરમાં આવ્યા, પૂજારીજીને  આંખની શરમ પહોંચી નાની દેરીનુ વિશાળ મંદિર બંધાવી આપેલ તે તેઓને યાદ હતું,અમને આસરો આપ્યો,દસ વર્ષથી દાદાની સેવા કરીએ છીએ, પાંચ વર્ષ થયા પૂજારી બાપુએ મને દીકરો માની મંદિરનો કારભાર સોંપ્યો, અને દેવ થયા, બસ સાહેબ હવે હું પણ દાદાની સેવા કરતા પ્રાણ ત્યાગુ “.

              ” પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રુપ । રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ॥”બોલતા બોલતા હાંફવા લાગ્યા નેત્રોથી વહેતી અશ્રુધારા ને મોઢામાં ફીણ સાથે ઢળી પડ્યા.

               રીનાને નાનપણમાં ભણેલ કવિતા યાદ આવી

         ” આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું

           પાપી તેમાં ડૂબકી દઇને પૂણ્યશાળી બને છે”

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા. Bookmark the permalink.

7 Responses to પસ્તાવાનું ઝરણું

 1. Rajul Shah કહે છે:

  સાચા હ્રદયથી પસ્તાવો થાય તો ભગવાન પણ સુધરવાની તક આપે .
  સરસ વાત.

 2. devikadhruvaDevika Dhruva કહે છે:

  વાર્તા સરસ છે. અંત જલ્દી લાવ્યા. છેલ્લે થોડો ક જ વધુ લંબાવવા જેવો હતો. તમારી કલમ વાર્તામાં વધુ નીખરે છે. અભિનંદન. “દર્શન” ની જોડણી સુધારી લેશો.

 3. pravina કહે છે:

  Short and sweet , nice story.Keep up the good work

 4. ભરત ચૌહાણ કહે છે:

  Nice Story
  Khubaj Saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s