મનના મેલ

આજે ઠેર ઠેર મનના મેલા માણસો જોવા મળે છે .સ્થાનિક સમાચાર સાંભળીએ તેમાં રેપીષ્ટ્ના સમાચાર સિરીયલ કીલરના સમાચાર.તો વળી પિતા બાળકને કાર સીટમાં રાખી કાર લોક કરી નીકળી ગયો , બાળક સેકાય ગયું.તો વળી ક્યાંક આંતક્વાદીઓના બોમધડાકાના સમાચાર.૯/૧૧/૨૦૦૧ની,આ વર્ષે દશાબ્દી ,અઠ્વાડિયા આગળથી ટી વી પર તે સમયના વિડીયો જોઇ જોઇ વિચાર આવ્યો.

                 માણસજાત બાહ્ય શરીરની કેટલી સંભાળ લે છે ,શરીરને સુંદર સશક્ત સુડોળ રાખવા સવારથી સાંજ સુધી પ્રયત્નો, ઉઠીને સ્નાન કરી સુંદર વસ્ત્રો ધારણ કરે, સ્ત્રીઓ મેક અપ લીપસ્ટીક વગેરેનો ઉપયોગ કરી સુંદર બનવા પ્રયત્ન કરે, પુરૂષ પણ રહી નથી જતા દાઢી મુછ હોય તો તેને બરાબર આકાર આપે, ના હોય તો ક્લીન સેવ કરે (દેસી ભાષામાં હજામત કરે) આ બધુ કરતા કરતા મેલુ મન વિચાર કરે ઓફિસ માં સ્ટાફ ક્યાં ઘટાડુ જેથી મંદીમા મને ફાયદો થાય, ગરીબ ક્લાર્કને મંદીમા નોકરી કોણ આપશે તેવો વિચાર નહીં આવે, મનનો મેલ નડે.સાંજે ઓફિસેથી સીધો જીમમાં શરીર સુરૂપ સુદ્ર્ડ બનાવવા, કસરત કરતા ટી વી પર બીભસ્ત શૉ જોવાના  મન પ્રફુલીત કરવા! વધુ એક મેલનો થર ચડાવે.

                    સ્થૂળ શરીર પાછળ આટલો સમય કાઢે સુક્ષ્મ શરીર, મન બુધ્ધિની તંદુરસ્તી માટે સમય નથી ,મનના મેલના થર ચડે. ભોગ બને નિર્દોષ બાળકો, વિકૃત માનસ બાળકો પાસે ડ્રગની હેરાફેરી કરાવે,કુમળી વયના બાળકો સેક્ષ ઓફેન્ડરના ભોગ બને,ઇન્ટરનેટ ટેકનોલોજીમાં પ્રોનોગ્રાફીમાં ઝડપાય.

                 આ બધા પર ક્યારે પ્રતિબંધ આવશે?અને આશ્ચર્ય પ્રતિબંધ હોવા છતા આંખ આડા કાન કરાય,!  આ બધાનો કોઇ ઉપાય?શરીરના મેલને ધોવા સાબુ પાણી હાથ પગ છે, મનના મેલને ધોવા સાબુ, ઘસવા હાથ અને સ્વચ્છ પાણી છે?

                    જરૂર છે . મનના મેલને દુર કરવા જ્ઞાનરૂપી સાબુ , પુસ્તકયું જ્ઞાન નહીં,વિશૅષ જ્ઞાન જે ઉપલબ્ધ છે દરેક ધર્મના પુષ્તકોમાં, પુષ્તકો ફક્ત વાંચવાના નથી વાંચી ચિંતન કરવાનું  છે , વ્યવાહરમાં આચરણ કરવાનું છે,રામાયણ વાંચી રામે જે કર્યુ તે કરવાનું છે, ગીતા વાંચી કૃષ્ણે જે ઉપદેષ આપ્યો તે જીવનમાં ઉતારવાનો છે.

                    અને હા જેમ  શરીર ફક્ત સાબુ અને હાથ પગ ઘસવાથી જ સાફ થતુ નથી પાણીની જરૂર છે ,તેમ જ્ઞાનરૂપી સાબુ , ચિંતનકરી આચરણ કરેલ કર્મ, સાથે ભક્તિરૂપી પાણીની ધારા વહે તે પણ એટલુ જ જરૂરી છે .

                      શ્રોત્રીય બ્રહ્મનિષ્ઠ ગુરૂ દ્વારા કર્મ જ્ઞાન ભક્તિનો ત્રિવેણી સંગમ થશે તો જરૂર મનના મેલ ધોવાશે. 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in વિચાર. Bookmark the permalink.

4 Responses to મનના મેલ

 1. Shaila Munshaw કહે છે:

  It all depends on thinking. How to be a good human being from not only out side but most important from inside.

 2. chiman Patel "CHAMAN" કહે છે:

  Induben,

  This is my fist visit to your blog.

  I like your thoughts.

 3. સુંદર લેખ લખ્યો છે..વાંચો,,વિચારોને અમલમાં મુકો…એ સંદેશ વ્યક્ત થાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s