લોટરી

 
દેવન અમદાવાદ એક વર્ષથી ભણવા આવેલ,જૈન  વિદ્યાર્થીઓના છાત્રાલયમાં રહી અભ્યાસ સાથે પાર્ટટાઇમ
સમય કાઢી આસપાસ રહેતા ૧૦, ૧૧ ધોરણના  વિદ્ધાર્થીઓને ભણાવતો જેથી
 થોડી આવક થાય તેના પુસ્તક તથા કપડા વગેરે જરૂરિયાતો ખરીદી શકે.
      છેલ્લા ૬એક મહિનાથી તેના જ ગામના કિષનને દર અઠ્વાડીયે લોટરી ટીકીટ ખરીદતા જુવે મન થઇ જાઇ પરંતુ તુરત
 જ માનો ઠપકો આપતો ચહેરો દેખાઇ અને તરત જ ત્યાથી દૂર જતો રહે.
            દેવનની મા રંજન ૪ ચોપડી ભણેલ, ખુબ ધાર્મીક જાત મહેનતમાં માનનારી સાધારણ સ્ત્રી,દેવન ૪ વર્ષનો હતો ત્યારે
 મેલેરીયાના તાવમાં પિતાનું અવસાન થયેલ.૪ ચોપડી ભણૅલ રંજન પર દીકરાને ભણાવવાની અને ઘર ચલાવવાની જવાબદારી આવી
 પડી,મનસુખ રંજનનો વર જે પેઢીમાં કામ કરતો તે શેઠ ઘણા દયાળુ તેમણે તુરત જ પોતાની પેઢીમાં તથા આજુબાજુની દુકાનોમાં
  માટ્લા ગળવાનું તથા સાફ્સુફી
 કરવાનું કામ અપાવી દીધુ.રંજન સ્વાભાવે મીઠાબોલી મહેનતુ અને સરળ એટલે શેઠીયાઓના ઘેર જઇ વારે તહેવારે શેઠાણીને પણ
 નાના મોટા કામમાં મદદ કરે,મસાલા અથાણાની સિઝનમાં કોઇને મસાલા ખાંડી આપે તો કોઇને અથાણા બનાવી આપે
આમ મા દીકરાનુ ગુજરાન ચાલે.
દીકરો ભણવામાં હોશીયાર ૧૨મા ધોરણમાં ૭૦ટ્કા ગુણ મેળવ્યા.રંજનના શૅઠ્ની લાગવગથી દેવનને અમદાવાદ જૈન છાત્રાલયમાં
એડમીસન મળી ગયું,એચ ડી કોમર્સ કોલેજમાંથી તો હકારાત્મક જવાબ આવી જ ગયેલ.
     ઘણા વર્ષે રંજને નિરાંત અનુભવી, હાસ હવે તો ત્રણ વર્ષ આમ નીકળી જશે,મારો દેવો બી કોમ.થઇ આવી જશૅ.
 શેઠની પેઢીમાં મુનીમ થઈ જશે,મારે લીલાલહેર.
              ખેર, રંજનના નસીબમાં વિધાતા સુખ શબ્દ લખવાનું જ ભૂલી ગયેલ.સવારે નહાતા જમણા સ્તનમાં ગાંઠ
   અનુભવી,જમણુ સ્તન ભારે જણાયું રંજનના માનસ પર ચિંતાનું વાદળ છવાઇ ગયું.
               દુકાનોના પાણી ભરવાના કામ ઝ્ટ ઝટ આટોપી શેઠ્ના ઘેર ગઇ,સવિતાબેનને નવાઇ લાગી કોઇ દિવસ
 આટલી વહેલી કામ વગર રંજન આવે નહી,પુછ્યું 'રંજન આજ અત્યારમાં?' રંજને રડતા રડતા વાત કરી "સવિતાબા મારા નસિબમાં
  સુખ નથી,મને મારા દેવાની
   ચિંતા છે,હું જઈશ પછી એનું કોણ?"
સવિતાબેન રંજનને પાણી આપ્યુ,પુછ્યું 'રંજન વાત કર શું થયુ?દેવાના માઠા સમાચાર છે,?કિષનના રવાડે જુગાર રમવા લાગ્યો છે ?'
આમ સવિતાબાએ પ્રશ્નોની ઝ્ડી વર્ષાવવા માંડી.રંજને પાણી પિધુ શ્વાસ લીધો,અને વાત કરી.અરે ગાંડી આમા શું બીવાનુ હમણા જ
ડૉ રીનાબેનના દવાખાને ફોન કરૂ છુ.
ફોન કરી બન્ને રીનાબેનના દવાખાને ગયા ડૉ. રીના બેને તપાસ કરી, એક નહી અનેક નાની મોટી ગાંઠો બન્ને સ્તનમાં પ્રસરાયેલ જણાય. 
અબુધ રંજનને દર મહિને બન્ને સ્તનને હાથથી તપાસવાના તેની ખબર ન હોય,આપણા દેષમાં ગામડાઓની સ્ત્રીઓ સુધી
આવી સમજણ પહોંચી નથી,૨૧મી સદીમાં પણ આપણા ગામડાઓ હજુ સ્તન કેન્સરને લગતા જરૂરી શિક્ષણમાં પછાત છે,
 જ્યારે પશ્ચિમ દેશોમાં તે ક્યોરેબલ કેન્સર ગણાય છે.
ડો રીનાએ સવિતાબેનને અંદર બોલાવી રંજનના કેસની ગંભીરતાની વાત કરી.અમદાવાદથી દર મહિને નિષ્ણાત ડો.શાહ આવતા તેમાં
 રંજનનું નામ લખાવી દીધુ.હજુ ૧૫ દિવસની વાર હતી . દરમ્યાનમાં ડૉ. રિતેષ અને રીનાએ મોટી ગાંઢ કાઢી બાયોપ્સી કરાવી.
રિપોર્ટ આવ્યો જાણવા મળ્યું કેન્સર સ્ટૅજ ૪ પર છે.

સવિતાબેનને જણાવ્યું, રંજનને સવિતાબેને જણાવવાની ના કહેલ, ડો રીનાના કહેવા મુજબ કરોડરજ્જુ પાંસળી વગેરેના એક્ષ રે કરાવ્યા જાણવા મળ્યું કેન્સર ત્યાં સુધી પ્રસરી ગયેલ છે, ડો રીનાએ રંજનને પણ જણાવવું જરૂરી છે પર ભાર મુક્યો, સવિતાબેન રંજન સાથે આવ્યા ડો રિતેષ અને રીનાએ રંજનને જણાવ્યુ કેન્સર ધાર્યા કરતા ઘણુ ખરાબ છે ,પુછ્યુ ‘તને વાંસામાં પાંસળીઓમાં ક્યારેય દુઃખવા આવે છે?’ ‘સાહેબ દુઃખવા તો આવે બે એનાસિનની ગોળીઓ લૈ લૌ બહુ થાય ત્યારે બાજુવાળાની મંજુ પાસે પડખુ દબાવડાવું ,થોડી રાહત થાય એટલે બપોરે શૅઠ્ના ઘેર કામે લાગુ કામમાં બધુ ભુલાય જાય’.’જો રંજન તારે વજન વાળા કામ નહીં કરવાના તારી પાસળીઓ ભાંગી જશે અને દુઃખાવો વધતો જશે’.”સાહેબ મારુ જે થવાનુ હોય તે થાય મને મારા દેવાની ચિન્તા છે’,સવિતાબેન બોલ્યા ‘રંજન તારો દેવો ખુબ સારા માર્કે પાસ થયો છે’, તારે દેવાની ચિંતા કરવાની નથી,તેનો રહેવાનો જમવાનો બધો ખર્ચ બોર્ડીંગ આપવાની છે’.તું હવે કામ ઓછુ કર.’ “સવિતાબા હું સમજુ છુ, મારો દેવો હોશિયાર છે, કોઇના માથે પડે તેવો નથી,પણ દિવાળી આવે છે ત્યારે એક જોડી સારા કોટ પાટલુન ખમીસ સાથે ટાઇ અપાવવા છે, મારા દેવાનો કોલેજમાં વટ પડવો જોઇએ’ ,આમ બોલતા રંજનના મુખ પર હાસ્ય ફરકી રહ્યુ જાણે એના દેવાને કોટ પાટલુન ટાઇ પહેરેલો જોઇ રહી હોય.

રીના અને સવિતાબેન પણ ઘડીભર રંજનને જોઇ રહ્યા માને સંતાન માટે કેટ કેટલા અરમાનો આશા હોય છે.

સવિતાબેન અને રંજન ઘેર ગયા. સવિતાબેને રંજનને સમજાવી આવતી કાલે’ હું તને બજારમાં લઇ જઇશ તારા દેવા માટે જોઇએ તેવા કપડા લેજે પૈસાની ચિંતા નહીં કરતી ‘ પણ સવિતાબા તમે તો કેટલુ બધુ કરો છો. “તારે માથે કાંય સેપાડુ નહી ચડે શૅઠને કહી તારા દેવાના ખાતે લખાવી લઇશ જા હવે ઘરે જા આરામ કર’.

જાત મહેનતુ રંજન એમ માને બીજે દિવસે ઝ્ટ કામ આટોપી  બાજુવાળાની મંજુની સાથે બજારમાં જઇને સારા કોટ પાટલુન ખમીસ ખરીદ્યા પોતાનુ સોનાનુ કડુ મગનભાઇ ને ગિરવી રાખવા કહ્યુ ,રંજનની મહેનતની મહેક આખી બજારમાં જાણીતી ,મગનભાઇ બોલ્યા રંજનબેન ઉધાર લઇજા મને તારા પર વિશ્વાસ છે,’મારા પૈસા પડી નહી જાય.’

કાલથી દિવાળીની રજાઓ પડશે, આજે  કોલેજનો છેલ્લો દિવસ, કિષન દેવાની રુમપર આવ્યો ‘દેવા તારો પરીક્ષામાં પેલો નંબર આવ્યો તેની ખુશાલીમાં હુ તારા નામે લોટરીની ટીકિ ટ લેવાનો છું ,સાત આંકડા તારે લખવાના, મારા નસીબમાં નથી  ૬ મહિનાથી ટીકીટ લીધા કરી કોઇ દિવસ નંબર ન લાગ્યો આજે હું પૈસા આપુ છુ તુ લે અને હા લોટરી લાગે તે પૈસા તારા મારો એક કોડીનો પણ ભાગ નહી હવે તો હા પાડ’. દેવને પણ મનમાં વિચાર્યું એક વખત એક ટિકીટ લેવાથી કંઈ જુગારી નથી થઇ જવાતુ , અને નંબર લાગે તો મા માટે સરસ સાડી લેવાશે.’ચાલ ત્યારે જઇએ લઇએ ટિકીટ’,આ પેલી ને છેલી વાર જ હો દર મહિને નહી આવતો’.અને બન્ને દોસ્ત નીચે ઉતર્યા ટીકિટૉ  લઇ ચંન્દ્રવિલાસમાં જમ્યા રાત્રે અગિયાર વાગે આકડા ટી વી પર આવવાના હતા કિષન પાસે ટી વી હતુ બન્ને રુમ પર આવ્યા.બરાબર ૧૧ના ટ્કોરે નંબર પડવાની શરૂઆત થઇ, ૯,૭,૧૧,૧ ૧૫ કિષન તો નાના બાળકની માફક કુદવા લાગ્યો ,દેવા જોયું હું કહેતો હતો ને તું નસીબદાર છે,૭માંથી ૫ આંકડા હવે બે આવે એટલે તારી લોટરી પાકી”.જાહેર ખબર પૂરી થઇ અને પાછી પરી જેવી વેષભુસા ધારણ કરેલ સુંદરી નંબર ભરેલ દડો ઉછાળવા લાગી ,કિષન નંબર પડે તે પહેલા જ બોલવા લાગ્યો ૩૫ અને ૫૧ અને ખરેખર બેઉ નંબર પડ્યા ,બન્ને દોસ્તો એક્બીજાને વળગી નાચવા લાગ્યા લોટરી લાગી.

દેવન કિષનની રૂમમાં જ સુઇ ગયો ,સવારે બન્ને ઉઠીને તૈયાર થઈ એજન્ટ પાસે પહોંચ્યા,ટિકીટ બતાવી એજન્ટે એપરુવ કરી.

બન્ને બેન્કમાં ગયા ૫ લાખ પર જે ટેક્ષ લાગે તે કાપી ચેક દેવનના ખાતામાં જમા થયો. જોયતા પૈસા કઢાવી બન્ને દોસ્તો ઉપડ્યા રતન પોળ

. મા માટે બે સાડી ખરીદી મંજુ માટે પણ સરસ ચણિયા ચોળી ખરીદ્યા મંજુ દેવનની માનેલી બેન, નાનપણથી દેવનને રાખડી બાંધતી,ફટાકડા મિઠાઇ વગેરેની ખરીદી પતાવી સાંજ પડી. બન્ને દોસ્તોએ અમદાવાદથી ગામ જવાની ટેક્ષી જ કરી લીધી. માને જલ્દી ખુસ ખબર આપવાની ઉતાવળ અને બન્ને પાસે ખરીદીનુ જોખમ.

રાતના ૯ વાગ્યા ગામની બત્તીઓ દેખાય ,કિષન બોલ્યો “દેવા ટેક્ષી તારા ઘેર  જ  લઇએ ,માસીને હું પણ મળી લૌ ને?,’ચોક્કસ મા  તો રાજીના રેડ થઇ જવાની આપણે સાથે ચા પાણી નાસ્તો કરીશું”.ટેક્ષી દેવાના ઘર સામે ઉભી રહી, દેવને પોતાનો સામાન લીધો,ડૅલી ખખડાવી જવાબ ન

મળતા દેવન વંડી કુદી અંદર ગયો ડૅલી ખોલી, ચોકમાં બાધરૂમ પાસે જ માને પડેલી જોઇ .દેવને બુમ મારી” મા શું થયુ? બાધરૂમ પાસે લપસી પડી બોલી બે હાથે બાવડા પકડી બેઠી કરી હચમચાવી કોઇ જવાબ નહી.ચોકના પથરાઓએ રંજનની પાંસળીઓના ચૂરા કરી નાખેલ,માના  નિસ્તેજ દેહને ખોળામાં લીધો ચીસ પાડી” કિષન લોટરી તારી “,મા મારી. મા તારૉ દેવો કોઇ દી લોટરી નહી લે.”કોઇ દી લોટરી નહીં લે નહીં લે…..

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા. Bookmark the permalink.

7 Responses to લોટરી

 1. devik adhruva કહે છે:

  વારતા સરસ હ્રદયસ્પર્શી લખાઇ છે.

 2. himanshupatel555 કહે છે:

  વારતા હ્રદયસ્પર્શી થઈછે ખૂબ ગમી.
  દેવા ટેક્ષી તારા ખેર જ લઇએ……તારા ઘેર જ ,,,,જોઇએ સુધારી લેજો.

 3. jagadishchristian કહે છે:

  સુંદર વાર્તા માટે અભિનંદન. માફ કરજો પણ આ સૂચન કર્યા વગર નથી રહી શકતો. વાર્તાનો ઉત્તરાધ અને પૂર્વાધ અલગ ફોન્ટ અને ફોર્મેટમાં હોવાથી આંખને જચતું નથી.

 4. પિંગબેક: લોટરી- ડો ઇન્દિરાબેન શાહ | સહિયારું સર્જન – ગદ્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s