અનુભૂતિ

                                                               મિત્રો ચિનથી તિબેટ જતા પ્લેનની ટચુકડી બારીમાંથી ગિરીરાજ હિમાલયના શીખરો ,નાના ઝરણાઓ ,ખીણૉમાં નાના સરોવરો

               વ નરાજી કોતરો વગેરે મન મોહક દૃષ્ય  જોઇ સરજનહારનો અણુ અણુમાં અહેસાસ અનુભવ્યો મનમાં જે ભાવ  થયા કાગળ પર

                  ટપકાવ્યા, આજ ભાવોને કાવ્યમાં પ્રગટ કરું છુ આશા છે આપ સૌને ગવમશે.

 
 
વિભુને  જોઇ  જોઇ  ક્ષિતીજ  પાર
સાગર  વિશાળ  કરીશ  હું  પાર?
કે  પર્વતા  રોહણે  કરુ  ઇંતજાર?
તુ  છે  ખીણોમાં  શુષ્ક  પથ્થર  ધારે
તો વળી  ખેલતો  ઉછળતો  ધોધ જળ
 પવન  લહેરીએ  જુલતી  ડાળે  ડાળે
જોઇ  પુષ્પોના રંગોમાં  તુજ  મહેંક
તું  જ  તું  ઝરણા  નદી  સમુદ્ર  નીરે
અણુ  અણુ  મહીં  તુજ  અણસાર
બંધ ચક્ષુએ  અનુભૂતિ  અશ્રુ  ધારે
 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

2 Responses to અનુભૂતિ

 1. puthakkar કહે છે:

  ઇન્દુબેન, કુદરતમાં, ઇશ્વરના સર્જનમાં, અને સમસ્ત સૃષ્ટિના માલિકને તેના સર્જનમાં નિહાળવા માટેની…..

  અરે…સોરી !!

  નિહાળવાની નહીં, અનુભૂત કરવાની પ્યાસ, અને તે પણ તીવ્રતમ્ પ્યાસ જ આ શબ્દોને સ્ફૂરાવે..

  ‘‘…

  અણુ અણુ મહીં તુજ અણસાર
  બંધ ચક્ષુએ અનુભૂતિ અશ્રુ ધારે’’

  મને એક પ્રસંગ યાદ છે.
  એક બેબીને તેના સંવેદનશીલ પપ્પાએ સ્કુલમાંથી ગળતેશ્વર જતી પીકનીકમાં મોકલી.

  એ અપેક્ષાએ કે, બેબી રૂટીન પ્રકારની ભણવાની જિંદગીમાંથી બહાર નીકળીને, નદી જુએ, પારદર્શક કાચ જેવા વહેતા -ખળ ખળ કરતાં, જીવંતતાનો અહેસાસ કરાવતા ગળતેશ્વરના ઝરણા સમ, કોમળ ભાસતા નીરને નિહાળે તો, બેબીના આત્મામાં પડેલાં નૈસર્ગિક ગુણનો વિકાસ થાય !!

  બેબી ગળતેશ્વર જઇને આવી, પપ્પાએ પુછ્યું, ‘‘કહે મારા દિકરા, તારી ગળતેશ્વરની પીકનીક કેવી રહી ?’’ બેબીએ ત્રાસેલા અને કંટાળેલા સ્વરે કહ્યું, ‘‘ ખાસ કંઇ નહીં, ત્યાં કઇ જોવા જેવું નથી. પથરા છે.. ને પાણી છે. મને તો બહુ કંટાળો આવ્યો. બધા નદીમાંથી નીકળતા જ ન્હોતા ને ?
  ’’

  — ઇન્દુબેન, આપની કવિતા જો એ બેબી વાંચે તો કદાચ ખ્યાલ આવે કે,

  ક્ષિતિજની પેલે પાર,
  પત્થરની ધારે,
  ઝુલતી ડાળે,
  સુકોમળ પુષ્પોના રંગો ને મહેકમાં

  બંધ આંખો દ્વારા અને તે પણ ઇશ્વરના સર્જનની માત્ર પ્રભાવક અસર નહીં, પણ આંદોલિત થઇ, સ-જળ આંખો, મનના સુપ્ત એવા યુગો જુના સાચા હર્ષને સ્ફૂરીત કરી દે…

  ખરેખર, આજે સવારમાં સવારમાં આપની આ કવિતાના શબ્દોના માધ્યમથી સર્વ સર્જનના સર્જનના માલિક એવા પરમેશ્વરને પ્રણામ !!

  આપને અભિનંદન..આ રચના બદલ..

 2. ઇન્દુ શાહ કહે છે:

  થાક્કર સાહેબ આપનો આભાર, આજ કાલ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ગુજરાતિ વાંચન તરફ કેમ દોરવા તે પ્રશ્ન છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s