દોડુ મુક્ત હવા પકડવા
ઉડવા મથુ આકાશ આંબવા
જોવું વૃક્ષો વચ્ચે ધુમ્મસ ધૂંધળું
ઠૂંઠી ડાળોમાં અશ્રુ ટપકતા
નથી સહેવાતી નગ્ન અવસ્થા
પાર્થુ લાવ વાયરા વસંતના
પહેરાવ વસ્ત્રો રંગીન રૂપાળા
વિહંગોના કલરવ સુરીલા
કોકીલ કંઠના સૂર મધુરા
અદભૂત સૃષ્ટિ મથુ કળવા
Good one. Liked it.