ફાગણ આવ્યો વસંતના એલાન થયા
હોળી આવી વસંતની વધાઇ લાવી
અબિલ ગુલાલ ઉડ્યા કેશુડાના રંગે રંગાયા
વસંત આવી વસંત આવી
બાળકો શાળા પ્રાંગણમાં ખેલે કુદે
નાચે ગાય ઝુમે વસંત વધાવે
વસંત આવી વસંત આવી
આદિત્ય નારાયણ કૃપા કરી પ્રકાશે
ઠુંઠા વૃક્ષો હર્ષે ડોલે વસંત વધાવે
વસંત આવી વસંત આવી
ઘોસણા કેલેન્ડરના પાને કરી
ઓફીસિયલ સ્પ્રીંગ શરુ થઇ
વસંત આવી વસંત આવી
આ શું!ફીલાડેલફિયામાં હું જોઇ રહી!
હિમ વર્ષા જાણે હેમંત આવી ફરી
કે વધાવે વસંતને અબિલ છાંટણે
વસંત ક્યાં તું ગઇ છુપાઇ?
કુંપળો વૃક્ષો પર જોઇ હર્ષાઇ
વસંતના એંધાણ નિહાળી
વસંત આવી વસંત આવી
કલરવ પક્ષીઓના સંભળાય
તણખલા ચાંચે વિણાતા દેખાય
વસંત આવી વસંત આવી
બતકોની હાર મહાલે માર્ગે
ટ્રાફિક ક્ષણિક સ્થગિત કરે
વસંત આવી વસંત આવી