ગુસ્સો

જ્યારે કોઇ વ્યક્તિને ગુસ્સે થતા જોવ ત્યારે વિચારું ગુસ્સો કર્યા શિવાય સામેની વ્યક્તિને સમજાવી ન શકાય!કોઇ વાર સામેની વ્યક્તિ પણ ગુસ્સે થાય,ત્યારે તો ઘોંઘાટયું વાતાવરણ બની જાય.હું વિચારુ આ બન્ને જણાએ શું મેળવ્યું?ગુસ્સો આપ્યો અને લીધો.

ગુસ્સાના કારણ? જ્યારે ગમતુ ના થાય, જ્યારે પરિસ્થિતિ બદલાઇ.આ બે મુખ્ય કારણ.પત્નીએ સરસ ઇડલી સાંભર બનાવ્યા પતિદેવ ઑફિસેથી આવ્યા પત્ની એ આશા રાખેલ આજે તો ઘરમાં સાંભારની સોડમથી પતિ ખુશ ખુશાલ થઇ.મારા બનાવેલ સાંભારના ખાધા પહેલા જ વખાણ કરવા લાગશે.પતિદેવે તો ઘરમાં પ્રવેશતાજ નાક અને ભવા ચડાવી શરુ કર્યું ‘આવો વઘાર આવા મસાલા ક્યાંથી શીખયાવી આવી રસોય?!કોઇ દિવસ મારા ટેસ્ટનો વિચાર કર્યો છે?! પોતાને મસાલેદાર ભાવે એટલે બનાવવાનું ,અને મારે ખાઇ લેવાનું?!”તમને આ પહેલા મેં બનાવેલ તે ભાવેલ તેથી આજે બનાવ્યો” ,”બસ તું માને કે મને  ભા્વ્યો હતો,મને પુછ્યું ‘તુ? ,અને આમ બન્ને પતિ પત્નીનો વાદ વિવાદ શરુ.

આ પ્રસંગમાં ક્રોધનું મૂળ પતિના મનમાં ધારેલ ભાણાની આસક્તિ -કામના ,ઇચ્છા જે કહો તે ,જેના વિષે પત્નિ બિલકુલ અજાણ જો બાપડીને ખબર હોય તો ક્રોધનું કારણ ના જ બને ,એટલે  આવો ક્રોધ અકારણ ક્રોધ જ કહી શકાય.

ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને સ્થિત્પ્રજ્ઞની વ્યાખ્યા સમજાવતા,  અધ્યાય ૨ શ્લોક ૬૨ અને ૬૩માં જણાવે છે. એ જરા તાજુ કરીયે.

६२   ध्यायतो विष्यान्पुसः संञ्स्तेषूप जायते,संञात्संजायते कामः कामात क्रोधोभिजायते।

६३  क्रोधात भवति संमोहः संमोहात्स्मृति विभ्रम,स्मृति भ्रंशाद बुद्धिनाशॉ बुध्दिनाशात्प्रणश्यति।

અર્થાત આસક્તિમાંથી કામના, કામના પૂર્ણ ન થતા ક્રોધ, ક્રોધથી મૂઢતા, મૂઢતા સ્મૃતિનો નાશ કરે અને તેથી બુધ્ધિ બહેર મારે એટલે નિર્ણય સાચા લેવાય નહીં પછી અધોગતિ ના પ્રયાણ શરુ.

એટ્લે જો સ્થિતિ અને લોકોને સ્વીકારી તેને સમજવા અને ત્યારબાદ સમજાવવા પ્રયત્ન કરીશુ ,તો શાંતિ જળવાશે , એકબીજાની વાત સમજાશે. અને હા એમ પણ બને કે સામી વ્યક્તિએ ભૂલ કરી છે, તો તેને એકવાર માફ પણ કરી શકાશે, કર્મચારિ સાથે આવુ બનતુ હોય છે.

તો કોય વળી એમ પણ પોતાની જાત માટે કહે, હું તો ગુસ્સે થતો જ નથી મને બધા  ગુસ્સે કરે છે. અરે ભલા માણસ ગુસ્સો આપણા પોતાના મનનુ ઉત્પાદન છે. પોતાના મનનો કાબુ, કંટ્રોલ પોતા પાસે હોવો જોયયે.

નાનપણમાં વાંચેલ ટોલસ્ટોયના જીવન પ્રસંગની એક વાત યાદ આવે છે. ટોલસ્ટોયના ધર્મ પત્નિ ખૂબ જ ગુસ્સાવાળા જેને આપણે કર્કશા કહીએ તેવા, એક દિવસ તેમને બહાર જવાનું મન થયુ , બુમ મારી પતિદેવને સાથે આવવા માટે ,તેઓએના પાડી હમણા મારા કાર્યમાં વ્યસ્ત છુ કલાક પછી જઇએ, પત્નિ એકદમ ગુસ્સે થયા બુમો ચાલુ જ રાખી હમણા જ જલ્દી તૈયાર થાવ , ટોલસ્ટોયેતો પોતાનું કાર્ય કરે રાખ્યુ ,પત્નિના ગુસ્સાની પારાશીશી ઉપર ને ઉપર જવામાંડી ,ટોલસ્ટૉયતો સ્થિતપ્રજ્ઞ પોતાનુ કાર્ય કરતા રહ્યા. પત્નિ તો ઘરમાથી એક લાકડાનો દસ્તો લાવ્યા અને ટોલસ્ટોયની બાજુમાં જમિન પર ઠોકવા લાગ્યા થડામ થડામ અવાજ કરવા લાગ્યા, તો પણ પતિદેવ પર કોય અસર નહીં .પત્નિએ હવે આખરી ઉપાય કર્યો પાણી ભરેલ બાલદી ઊંચકી પાણીની ધાર કરી ત્યારેજ બાજુવાળા મિત્ર અવાજ સાંભળી દાખલ થયા પૂછ્યું અરે આ શું થઇ રહ્યુ છે . અને ટોલસ્ટોયે મૌન તોડ્યું પહેલા મેઘ ગાજ્યો હવે વર્ષ્યો. અને બન્ને મિત્રો ખડખડાટ હસવા લાગ્યા પત્નિ ને પણ જોડાવુ જ પડ્યુ.

આટ્લા સ્થિતપ્રજ્ઞ તો કદાચ ટોલસ્ટૉય જેવા મહાન વ્યક્તિ જ હોય શકે .પરંતુ આપણે જો થોડો ગીતામાં જણાવેલ આસક્તિ ભાવ કેળવિયે તો ગુસ્સાના કારણ ઘટાડી શકિયે ખરા, અને આનાથી ગુસ્સાને કારણે થતી બિમારી બ્લડ પ્રેસર હાર્ટ એટૅક વગેરેના ભોગ ના બનીયે. મન શાંત તો સ્વસ્થ લાંબુ રોગ રહિત આયુષ્ય ભોગવી શકીયે.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in વિચાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s