વૈશાખની એક બપોર 04 /24/2010
|
|
ગામડુ પણ ન કહી શકાય અને શહેર પણ ન કહી શકાય તેવુ ગામ.
આજુબાજુના ગામડાઓના લોકો માટે હટાણુ કરવાનુ એક માત્ર સ્થળ એ ગામની લાંબી બજાર,જેમાં કરિયાણાની દુકાનો, કાપડની દુકાનો,સોના ચાંદીની દુકાનો, મોચીની દુકાન પણ ખરી ,અને વળી દુકાનોની મેડી પર બાપ દાદાનો ધીરધારનો ધંધો કરતા શેઠીયાઓની પેઢી પણ ખરી આમ એક જ બજાર ગામડાના લોકોની બધી જ જરુરિયાતો પુરી પાડે પેઢી પણ ખરી. આમ એક જ બજાર ગામડાના લોકોની બધી જરુરિયાતો પુરી પાડે આ બજાર સવારના ૯ થી ૧૨ ના સમય દરમ્યાન ધબકતી હોય જાતજાતના વાહનો રીક્ષા સાયકલો સ્કુટર ફટ્ફટિયા તો વળી ક્યાંક રડીખડી મોટરગાડી કે બળદગાડી પણ હોય,અને આ બધામાંથી મારગ કરતા પગપાળા હટાણુ કરવા નીકળેલ લોકો પણ ખરા આવી ધબકતી બજારમાં બપોરના ૧૨ થી ૩ વચ્ચે સાવ સોપો એક ચકલુ પણ ના ફરકે. બધાજ દુકાનદારો દુકાનો બંધ કરી ઘેર જમવા જાય. દલા શેઠનો દિકરાએ પણ ઘેર જવાની તૈયારી કરવા માંડી, ચોપડા બંધ કરતા બોલ્યો બાપુજી વાર છૅ! બાપુજી સમજી ગયા દિકરાને વહુના હાથ ની ગરમ રોટલી ને રસ ખાવની ઉતાવળ છૅ,બોલ્યા નટુ તુ તારે તારુ સ્કુટર લઇ જા હું રીક્ષા કરી તારી પાછળ જ આવ્યો, રોજ તો બાપુજી રીક્ષાના પૈસા બચાવવા નટુની પાછળ જ બેસી જતા. નટુને તો એટલુ જ જોયતુ હતુ હજુ લગ્ન થયે ૧૫ દિવસ જ થયેલ , ઉષા બોટાદ આણુ વળવા ગયેલ ગઇ કાલે જ તેના ભાઇ સાથે પાછી આવેલ . પણ બાપુજી જો જો મોડુ ના કરતા મનુભાઇ તમારી વાટ જોતા બેઠા હસે, અરે બેટા તમે બેઉ શાળો બનેવી હાથ પગ ધોઇ પાટલે બેસતા થાવ ત્યાં જ હું આવ્યો . નટુ પેઢીના દાદારા ઉતરે ત્યાં જ સામે તેમના ગામના દરબાર દાદરો ચડતા મળ્યા રામરામ દરબાર કેમ ખરા બપોરે આવવુ થયુ, શુંવાત કરુ નટુભાઇ ઘેરથી તો ટાઢા પોરનો નીકળો છું ,પણ ગામડાની બસના કાંઇ ઠેકાણા છે! ઉપરથી આવતા મોડી પડી અને અહી પુગતા પંક્ચર પડ્યું ,આ સરકાર ભાડા વધારે જાય વાહન તો જુના જ આપે એમાં બીચારા હાંકનારા હું કરે એમાંય આપણુ ઝાલાવાડ તો સાવકુ જુઓને નર્મદાનુ પાણી હજુ પોગ્યુ આપણા લગી !! આપણે તો હજુય મેહની વાટ જોવાની રઇ ,ડેમ છ્લકાય ને નહેરોમાં પાણી વહેતુ થાય ને ખેતરોમાં પુગે . બાપુએ અંતરની વરાળ કાઢી ને નટુએ પણ વિવેક પુરતો હોંકારો પુર્યો, હા બાપુ વાત તમારી હાવ હાચી ને દરબારને સારુ લગાડવા પુછ્યુ બાપુ આપને ખાસ કામ હોય તો હું પાછો ફરુ? ના ના ભાઇ તમતારે રોટલા ભેળા થાવ વહુ રાહ જોતા હશે .દરબારનો અને દલાશેઠનો સબંધ વર્ષો જુનો બે દિકરીઓના લગ્નનો ખર્ચો અને વહુના દાગીના લુગડાના ખર્ચા દલાશેઠ્ની પેઢીથી વ્યાજે ઉપાડેલ પૈસે જ પાર પાડેલ ,ઉપરથી ત્રણ વર્ષ કપાસના પાકમા નબળા ઉતર્યા એટલે દરબાર ખરેખરી ભીડમાં નટુ તો રામરામ કરી દાદરા ઉતર્યો , ને દરબાર દાદરા ચઢ્યા,ચઢતા વેંત રામરામ કરી બોલ્યા શેઠ આજતો હિસાબ ચૂકતે કરવા આવ્યો છું ,શેઠ બોલ્યા આવો આવો બેસો આપણી ક્યા ના જ છે ચોપડા હ્જુ ખુલ્લા જ છે ,શેઠ તુ જાણે ને તારા ચોપડા આજે તો હિસાબ ચૂક્તે એટલે ચૂકતે શેઠને મનમાં અજુગતુ લાગ્યુ આજ દરબાર આમ કેમ બોલે છે! તોય વાણિયાની મીઠાસથી બોલ્યા અરે બાપુ આ દલો શેઠ બેઠો છે ત્યાં લગી તમતમારે બે ફિકર પણ ચોપડા તો બોલે જ .શેઠ મારે તો કાળા અક્ષર ભેંસ બરાબર આજતો તારા ચોપડા બોલતા બંધ કરવા પડશે, નહિતર આજે બેઉ હારે બાથભીડી નાહી નાખીએ, શેઠ કંઇ સમજવાનો પ્રયત્ન કરે ત્યાં તો દરબારે હાથમાં જાલેલ ડબ્બો શેઠ પર ઊંધો વાળ્યો ને લાઇટરની ચાંપ દાબી શેઠને બાથ ભીડી ને ઢસડ્યા દાદરા નીચે બજાર વચ્ચે સુમસામ બપોરે ભડકો જોઇ માથા પરનો સુરજ પણ ઝાંખો પડ્યો. પોલિસ આવી પંચનામુ કરવા -પંચનામુ કોનુ કરે!? જ્યાં ચકલુય ફરકતુ ના હોય સામે દુકાનના ખૂણે ઝાડ નીચે બે લારી વાળાને વિશ્રામ કરતા જોયા પોલિસ તેના તરફ વળે છે ત્યાં તો એમબ્યુલન્સ પણ આવી પહોંચી અને પંચનામા વગર જ મ્રુત દેહો સરકારી ઈસ્પીતાલ ભેગા થયા. આ બાજુ ધીરે ધીરે બધી દુકાનો ખુલવા માંડી અંદરોઅંદર ચર્ચા થવા લાગી કોઇ કહે બજારમાં હડતાલ પાડીયે તો કોઇ ડરપોક બોલ્યુ ના ના દરબાર સાથે વેર થાય? આપણને ના પોષાય, ત્યાં તો છાપાના ફેરિયાનો અવાજ સંભળયો વાંચો લોકવાણીની વધારાની પૂર્તિ, વાણિયા વેપારીને દરબારનુ ભરબપોરે બજાર વચ્ચે અગ્નિ સ્નાન. |
|
સંગ્રહ
- જૂન 2022 (2)
- એપ્રિલ 2022 (2)
- માર્ચ 2022 (1)
- ફેબ્રુવારી 2022 (1)
- જાન્યુઆરી 2022 (1)
- ડિસેમ્બર 2021 (1)
- નવેમ્બર 2021 (1)
- ઓક્ટોબર 2021 (1)
- સપ્ટેમ્બર 2021 (1)
- ઓગસ્ટ 2021 (1)
- જુલાઇ 2021 (1)
- જૂન 2021 (1)
- એપ્રિલ 2021 (3)
- માર્ચ 2021 (2)
- ફેબ્રુવારી 2021 (2)
- જાન્યુઆરી 2021 (2)
- ડિસેમ્બર 2020 (3)
- નવેમ્બર 2020 (1)
- ઓક્ટોબર 2020 (1)
- સપ્ટેમ્બર 2020 (3)
- ઓગસ્ટ 2020 (3)
- જુલાઇ 2020 (1)
- જૂન 2020 (2)
- મે 2020 (2)
- એપ્રિલ 2020 (3)
- માર્ચ 2020 (4)
- જાન્યુઆરી 2020 (1)
- ડિસેમ્બર 2019 (2)
- ઓક્ટોબર 2019 (1)
- સપ્ટેમ્બર 2019 (3)
- ઓગસ્ટ 2019 (1)
- જુલાઇ 2019 (3)
- જૂન 2019 (1)
- મે 2019 (6)
- એપ્રિલ 2019 (1)
- માર્ચ 2019 (2)
- ફેબ્રુવારી 2019 (2)
- જાન્યુઆરી 2019 (1)
- ઓક્ટોબર 2018 (3)
- સપ્ટેમ્બર 2018 (5)
- મે 2018 (3)
- એપ્રિલ 2018 (2)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુવારી 2018 (1)
- જાન્યુઆરી 2018 (5)
- ડિસેમ્બર 2017 (1)
- ઓક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (4)
- ઓગસ્ટ 2017 (1)
- જૂન 2017 (1)
- મે 2017 (1)
- એપ્રિલ 2017 (2)
- માર્ચ 2017 (5)
- ફેબ્રુવારી 2017 (1)
- નવેમ્બર 2016 (3)
- ઓક્ટોબર 2016 (2)
- સપ્ટેમ્બર 2016 (1)
- ઓગસ્ટ 2016 (2)
- જૂન 2016 (5)
- મે 2016 (1)
- એપ્રિલ 2016 (2)
- માર્ચ 2016 (5)
- ફેબ્રુવારી 2016 (3)
- જાન્યુઆરી 2016 (1)
- ડિસેમ્બર 2015 (3)
- નવેમ્બર 2015 (3)
- ઓક્ટોબર 2015 (2)
- સપ્ટેમ્બર 2015 (4)
- ઓગસ્ટ 2015 (2)
- જુલાઇ 2015 (4)
- જૂન 2015 (3)
- મે 2015 (5)
- એપ્રિલ 2015 (2)
- માર્ચ 2015 (6)
- ફેબ્રુવારી 2015 (2)
- જાન્યુઆરી 2015 (1)
- ડિસેમ્બર 2014 (3)
- નવેમ્બર 2014 (2)
- ઓક્ટોબર 2014 (5)
- સપ્ટેમ્બર 2014 (2)
- ઓગસ્ટ 2014 (2)
- જુલાઇ 2014 (2)
- જૂન 2014 (3)
- એપ્રિલ 2014 (4)
- માર્ચ 2014 (3)
- ફેબ્રુવારી 2014 (3)
- જાન્યુઆરી 2014 (3)
- ડિસેમ્બર 2013 (5)
- નવેમ્બર 2013 (3)
- ઓક્ટોબર 2013 (6)
- સપ્ટેમ્બર 2013 (2)
- ઓગસ્ટ 2013 (2)
- જુલાઇ 2013 (1)
- જૂન 2013 (1)
- મે 2013 (2)
- માર્ચ 2013 (3)
- ફેબ્રુવારી 2013 (1)
- જાન્યુઆરી 2013 (1)
- ડિસેમ્બર 2012 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (2)
- સપ્ટેમ્બર 2012 (4)
- ઓગસ્ટ 2012 (1)
- જુલાઇ 2012 (3)
- જૂન 2012 (4)
- મે 2012 (7)
- એપ્રિલ 2012 (4)
- માર્ચ 2012 (8)
- ફેબ્રુવારી 2012 (9)
- ડિસેમ્બર 2011 (3)
- નવેમ્બર 2011 (3)
- સપ્ટેમ્બર 2011 (5)
- ઓગસ્ટ 2011 (6)
- જુલાઇ 2011 (8)
- જૂન 2011 (1)
- મે 2011 (9)
- એપ્રિલ 2011 (8)