ખાલી

   
 
   દુનિયામાં આવ્યા હાથ ખાલી
     સાંભળી થાક્યા વાત ઠાલી
 
   જોઇ રહ્યા બાળ જન્મે બંધ મુઠ્ઠી
  છુપાયું છે શું ? નથી હાથ ખાલી
 
  ઊંચે આસમાને ચગ્યો મસ્તકે મદ ભારી
  નાણા ઊડ્યા પટકાય ભૂમીએ વાત ખાલી
 
  ઘા વેઠ્યા દીલ  બન્યું પથ્થર ભારી
  આદ્ર બન્યું તુજ પારે કરે ભાર ખાલી
 
  હિસાબ કર્મ કુકર્મના ગયા મંડાઇ
  વિશ્વકર્માનો ચોપડો ભરાય ખાલી
 
  શ્વાસ ઊડ્યો ખૂલા હાથ ખૂલા મુખેથી
  સ્થાવર ભરેલું મુકી જાઉ હાથ ખાલી
 
  ફરી જનમ્યો કર્મ વાસના ભરી મુઠ્ઠી
  જન્મોજન્મના સંસ્કાર નથી હાથ ખાલી
 
      
 
  

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to ખાલી

 1. chandravadan કહે છે:

  ફરી જનમ્યો કર્મ વાસના ભરી મુઠ્ઠી

  જન્મોજન્મના સંસ્કાર નથી હાથ ખાલી

  Hands Empty & we are born…
  Vasanao & Desires removed…then you can fill the Heart with Good Deeds…If you do not have the good deeds, you will collect “Bad” deeds. Dhan & Dolat will remain on Earth & you have the EMPTY HANDS ( Khali Haath) & you can ONLY take what you have in your HEART at the time of Death.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your visit/comment on Chandrapukar..Please REVISIT.

 2. ઇન્દુ શાહ કહે છે:

  આભાર ચંદ્રવદનભાઇ, આપની વાત સાચી છે, સત કર્મો કર્યા કરીયે,અને, सर्व शीवाय अर्पणम , અથવા જે ઇષ્ટ દેવ હોય તેને અર્પણ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s