શુભેચ્છા સહ

                              “શુભેચ્છા સહ” જ્યારે પણ, આપણે, સગા, સંબંધી , મિત્ર કે કોઇ પણ વ્યક્તિ ને ભેટ આપીયે કે ફક્ત કાર્ડ આપીયે ત્યારે હંમેશા લખિયે શુભેચ્છા સહ, આ પ્રમાણે લખવાનો રિવાજ, કે સિરસ્તો વર્ષોથી કુંટુંબમાં ચાલતો હોય, અને ઘરના નાના મોટા બધામાં એ સંસ્કાર વણાઈ જાય અને પછી તો યંત્રવત આપણે બીજુ કંઇ પણ લખતા પહેલા શુભેચ્છા સહ લખીએ જ, આ શુભ ઈચ્છા અંતકરણના ઊંડાણમાંથી પ્રેમ નીતરતી હોય તો જ આશીર્વાદ રૂપે વ્યક્તિ પર વર્ષે અને તેનો છંટકાવ આપણા અંતકરણને શુધ્ધ બનાવે. બાકી રોબોટની જેમ મિકેનિકલ લખવા ખાતર લખેલ શુભેચ્છાનો કોઇ અર્થ નથી.

                                આ થઇ આપણે આપવાની વાત ઘણા લોકો તો આમંત્રણ પત્રિકા શુભેચ્છા સાથે પાઠવે છે. મને આવું આમંત્રણ પાઠવવામાં આવેલું આપને જણાવું,

                               ઇશ્ટદેવની કૃપાથી અમારી પુત્રવધુના સિમંત પ્રસંગમાં, આપ સહ કુટુંબ “શુભેચ્છા સહ” પધારશો, સરસ આપણે આપીએ કે ન આપીએ આપણે આવ્યા, તેની સાથે શુભેચ્છા આવી ગઇ.

                             શુભનો અર્થ મંગળપ્રદ, કલ્યાણકારી, ભલું; શુભ શબ્દનો શબ્દ પ્રયોગ ઘણા શબ્દ આગળ જોવા મળે છે, શુભ ચિંતક, શુભતિથિ, શુભદર્શી  અર્થ થાય શુભ દર્શાવનારું; શુભાશયી, અર્થ શુભ આશય વાળું, શુભાશિષ,  અર્થ આશીર્વાદ; શુભોપમાલાયક અર્થ શુભ ઉપમાઓને લાયક, આવા તો અનેક શબ્દો છે જેના આગળ શુભ શબ્દ વપરાય, ઘણા પરિવારોના બારણે શુભ, લાભ ના સ્ટીકરો સારા પ્રસંગે જોવા મળે છે.

                              ઘણી વાર, અણગમતી વ્યક્તિ સામે મળે આપણે શુભ પ્રભાત(good morning) કહેવા ખાતર કહીએ, મનમાં તો, સવારના પહોરમાં આનું મોઢું ક્યાં જોયું, મારી સવાર બગડી ગઇ. દીવાળી પર બધા સગા, સંબંધીઓ એક બીજાને શુભ  દિપાવલીના સંદેશ પાઠવે, આવા સંદેશા લખતી વખતે અથવા બોલતી વખતે અંતકરણનો ઉમળકો પ્રગટ થયો હોય, તો આપણને પણ  તેવા  જ  ભાવવાળા સદેશા મળશે,કહેવાય છે ને “જેવું વાવો તેવું લણૉ.

                 જ્યારે દીકરીને મંડપમાં તેના મામા લાવે છે, ત્યારે બેનો દીકરીના મંડપ પ્રવેશના પગલે મંગલાષ્ટકમ્ ગાઇ છે, ત્યારે પણ મંગળ ભાવના પ્રગટ કરાય છે.

                   આપણે સૃષ્ટિના સર્વ પ્રાણી માત્રનું  મંગળ  ઈચ્છિએ,  આખી પૃથ્વી મંગળમય  બને.

કોઇ પણ ધાર્મિક પુષ્તકની શરૂઆત હંમેશા મંગલા ચરણ સ્લોકથી કરવામાં આવે છે. તેમાં શાંતિ પાઠ શ્લોક પણ હોય શકૅ.

                                  ॐ सहना भवतु सहनौ भुनक्तु, सह विरम्य करवा वहैः

                                    तेजस्वीना वदि तमस्तु, मा विदविसा वहैः

                                           ॐ शान्ति शान्ति शान्तिः

                            વક્તા અને શ્રોતાના આધ્યાત્મિક સતસંગ દરમ્યાન કોઇ જાતની અડચણ ના નડે, કોઇ પણ જાતના અનર્થિય વાદ વિવાદમાં ન પડે, ભૌતિક, દૈવિક, અને આંતરિક શાન્તિ પ્રાપ્ત કરે.

                               અને છેલ્લે મૃત્યું બાદ પ્રાર્થના સભામાં પણ પ્રાર્થના ગવાઇ છે

                                                        ” મંગળ મંદિર ખોલો, દયામય મંગળ મંદિર ખોલો

                                                          દ્વારે ઊભો શીશુ ભોળો દયામય મંગળ મંદિર ખોલો’

આમા પણ મૃત્યું પામેલ વ્યક્તિ માટે મંગળ ભાવ પ્રગટ કરીએ છીએ, પરમ કૃપાળુ મંગળ મંદિર દ્વાર ખોલી તેનો સ્વીકાર કરે.

    સર્વનું સદા મંગળ થાવ એજ “શુભેચ્છા સહ વિરમું છું.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના and tagged . Bookmark the permalink.

1 Response to શુભેચ્છા સહ

  1. Vinod R. Patel કહે છે:

    આપણે શુભસ્ય શીઘ્રમ પણ શબદ પ્રયોગ કરીએ છીએ એટલે કે સારું કામ કરવામાં માંડું નાં કરવું જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s