સંબંધમા તિરાડ હશે પડી જ્યારે
ના ભૂંસાય તસ્વીર ગેહરી ત્યારે
જીવન સહજ વેગે વહી જાય જ્યારે
ના પડી ખબર કડવાશ ભરી ક્યારે
ગાંઠ જાય પડી સંબંધોમાં ક્યારેક
યાદદાસ્ત ગુણાકારની લે કરી ત્યારે
વાતાવરણમાં માહોલ એવો હોય
આવી જાય યાદ વતનની ત્યારે
ધર્માંધ ત્રાટક્યા નિર્દોષોને વિંધ્યા
અશ્રુઓની ધારે વહી નદી ત્યારે
જીવન અતિ સહેજે વહી જાય જ્યારે
ના પડી ખબર કડવાશ ભરી ક્યારે
સુંદર શબ્દોની ગોઠવણ અને સરસ રચના.
આભાએ રીતેશભાઇ
આપનો શોખ ગમ્યો
ટિઇપો, ભૂલ આભાર