કયા સંબંધે

                      કયા સંબંધે

           બાળક સગા, સગા સંબંધી સંબંધ બંધાય

     ક્ષણિક હરખાય, ક્ષણિક દુભાય, તોય બંધને બંધાય..

બાળક જનમતાની સાથે સંબંધની ગાંઠે બંધાય જાય, માતા- પિતાનો દીકરો, દાદા-દાદીનો પૌત્ર, કાકા- કાકીનો ભત્રીજો, મામા-મામીનો ભાણેજ, મોટો થાય શાળામાં શિક્ષક- વિદ્ધાર્થીનો સંબંધ, નોકરી મળે એમપ્લોયી-એમપ્લોયરનો સંબંધ, લગ્ન થાય પતિ-પત્નિનો સંબંધ, સસરા-સાસુ સાથે જમાઇનો સંબંધ,પત્નિના ભાઇ બહેન સાથે સાળા- સાળીનો સંબંધ, નવા નવા મિત્રોના સંબંધ આમ ઉંમર વધે તેમ સંબંધોમાં વધારો થતો હોય છે.

સવાલ થાય આટલા બધા સંબંધો કેમ કરી જળવાય?બધાજ સંબંધો કાયમ જળવાતા નથી એ હકીકત છે, કોઇ વાર નજીવા કારણસર સંબંધ તુટી જાય છે, કોઇ સંબંધ શ્વાર્થ પૂરતા હોય છે,શ્વાર્થ સરે સંબંધ પૂરો. તો કોઇ સંબંધ ખાણી પીણીના હોય છે,આવા સંબંધો ટકતા નથી. આ લખતા અમારા બે મિત્રો વચ્ચે ૪૦ વર્ષ જુનો સંબંધ કેવી રીતે તુટી ગયો તે યાદ આવે છે.

હસમુખ અને કૌશિક બન્ને ખૂબ જુના મિત્રો, આ દેશમાં બન્ને સાથે આવ્યા સાથે જોબ કર્યા બન્નેના બાળકો પણ સરખી ઉંમરના રિટાયર્ડ થયા પછી બન્નેએ સાથે અલાસ્કા લેન્ડ અને કૃઝ વેકેસન લીધુ,એ વખતે ટુરની લિડરશીપ હસમુખે લીધી કૌશિક થોડો ઇન્ટરોવર્ટ પરસનાલીટી, પરંતુ ખૂબ સ્વાભિમાની. કૃઝમાં કેબિન અસાઇનમેન્ટમાં લોટરી પ્રમાણે કૌશિકને ઓસન વ્યુ કેબિન મળેલ તે છેલ્લી મિનિટે હસમુખે નવી ઓળખાણ થયેલ નાની ઉંમરના કપલને આપી દીધી, અને હસમુખને અંદરની કેબિન મળી, જેની હસમુખને ખબર પડી ગઇ, બસ બન્નેનું બોલવાનું બંધ,સામા મળે તો પણ મોઢું ફેરવી લે.આમ ચાલીસ વર્ષનો સંબંધ તુટી ગયો. કૌશિકે નવો સંબંધ બાંધવામાં જુનો સંબંધ તોડ્યો.

મને હ્યુસ્ટનના ગેસ સ્ટેસન પર ૧૯૯૪ની સાલમાં જે અનુભવ થયો તે જણાવું, શિયાળાની સાંજના સાત વાગે હોસ્પિટલથી નીકળી ગેસ ટેંક ખાલીનું સિગ્નલ આવી ગયેલ મારું ઘર ૩૦ માઇલ દૂર હોસ્પિટલનો એરિયા સારો નહીં, શું કરવું? ગેસ તો લેવો જ પડશે,હિમત કરી ગેસ સ્ટૅસને ગઇ, ગાડી પાર્ક કરી ગેસનો પાઇપ લીધો ત્યાંજ એક આફ્રો અમેરિકન જુવાન છોકરી નજીક આવી, ગભરાતા બોલી મેમ વ્હેર ઇસ નોર્થ ઇસ્ટ હોસ્પિટલ,આઇ એમ લોસ્ટ આઈ હેવ ટુ ટૅક માય બ્રધર ટુ ઇ.આર. મે ગેસ નોઝલ પડતુ મુક્યું તેને હોસ્પિટલની ડીરેક્સન બતાવવા લાંબો હાથ કર્યો ગો રાયટ ધેન ફસ્ટ લેફ્ટ, ત્યાં તો બાજની જડપે પાછળથી મારી પર્શ સ્નેચ કરી આફ્રો અમેરિકન છોકરો દોડ્યો,પાછળ ફરી મેં બુમ મારી ચોર,ચોર છોકરો, છોકરી બન્ને ગાડી ભાગાવી છૂ.હવે શું કરવું પૈસા તો હતા નહીં, ગેસ કેમ ભરવો, ઘેર કેમ પહોંચવું, હું બારી પર ગઇ, ત્યાં બેઠેલા ભાઇ દેશી હતા જોઇને મનમા હાશ અનુભવી ને રિકવેસ્ટ કરી,ભાઇ મને બે ગેલન ગેસ ભરવા દે હું આવતી કાલે પૈસા આપી દઇશ, ભાઇએ તો ચોખ્ખી ના પાડી હું શેઠ નથી નોકર છું, મારાથી ઉધાર ગેસ ના દેવાય, ત્યાં એક આધેડ ઉંમરના બેન બારી પર આવ્યા, મારી વાત સાંભળી તુરત જ પાચ ડૉલરની નોટ નોકરને આપી ગિવ હર ગેસ, મારા તરફ ફરી બોલ્યા ગેટ ગેસ એન્ડ ગો હોમ. થેંક્સ તમારું નામ અને એડ્રેસ આપો જેથી હું આપને ચેક મેલ કરી શકું. હું આપીશ પહેલા તું ગેસ ભર, હું ગેસ ભરતી હતી ને બેન તો ગાડી સ્ટાર્ટ કરી જતા રહ્યા, હું વિચારતી રહી આ કયા સંબંધે આ બહેને મને મદદ કરી!!

નાનપણમાં દાદીમાએ કહેલી એક વાર્તા યાદ આવે છે, સાત વર્ષનો વિનુ તેની મા સાથે રહે મા આખો દિવસ કામ કરે, મા દીકરો એકલા હતા, તેના બાપુ ગુજરી ગયેલા વિનુની નિશાળ ખૂબ દૂર નાના એવા જંગલમાં થઇને જવાનું તેના બાપુ હતા ત્યારે તો બાપુ કામે એ રસ્તે જતા એટલે વિનુને રોજ નિશાળે મુકે પછી પોતે કામે જાય.વિનુને એકલા એ રસ્તે જતા બીક લાગતી.રોજ માને કહે મા મારે નિશાળે નથી જવું મને બીક લાગે છે, રોજ મા સમજાવે બેટા તું એકલો નથી તારી સાથે કિશન છે, હું તેને રોજ તારી સાથે મોકલું છું એ તારું રક્ષણ કરશે, પણ મા મને દેખાતો નથી,બેટા તું નિશાળે પહોંચે ત્યાં સુધી તારે કિશન કિશન બોલ્યા કરવાનું એ તારી પાછળ પાછળ ચાલશે,પણ મા જંગલમાં વરુ અને દીપડા રહે છે એવું અમારા માસ્તર કેહતા’તા, બેટા તું મારામાં વિશ્વાસ રાખ,ને કિશનમાં વિશ્વાસ રાખ તારો કોઇ વાળ વાંકો નહી કરી શકે, વિનુનો ડર થોડો ઓછો થવા લાગ્યો.રોજ શ્રધ્ધાથી કિશન કિશન મોટે મોટેથી તો કોઇ વાર ધીરે ધીરે બોલતો બોલતો નિશાળે પહોંચી જાય. એક દિવસ વિનુને નિશાળેથી ઘેર આવતા દીપડાની ત્રાડ સંભળાય વિનુએ તો ગભરાયા વગર મોટૅથી બુમ મારી દીપડા મારો કિશન મારી હારે છે,હમણા તને ભગાડશે, કિશનભાઇ દીપડાને દંડા મારી ભગાડ અને ડુંગરા પાછળથી ખભે જાડો દંડો માથે મોર પીછ પીળું પિતામ્બર અને રૂપેરી ખેસ ધારણ કરેલ કિશન દેખાયો, વિનુને દર્શન આપી અદ્ર્ષ્ય.અને દીપડાની ત્રાડ બંધ.દૃઢ વિશ્વાસે વિનુ.હેમ ખેમ ઘેર પહોંચી માને ભેટ્યો મા મા આજે મારા ભયલા કિશને દંડા મારી દીપડાને ભગાડ્યો માના નેત્રોમાંથી પ્રેમધારા વરસી રહી, વિનુ અને કિશનનો કયો સંબંધ? શ્રધ્ધા અને વિશ્વાસ.

                       દુન્યવી સંબંધ ઠગશે,દુભવશે તુટશે

                   નાતો જોડ્યો શ્રધ્ધા વિશ્વાસે અવિનાશી સંગ

                   ના તુટે છુટે, હાથ જાલી ઉગારે દોરે સતસંગે.

ડૉ. ઇન્દુબહેન શાહ

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in લેખ and tagged . Bookmark the permalink.

3 Responses to કયા સંબંધે

  1. Shaila Munshaw કહે છે:

    Relations are like this. You have to give something to gain something.
    Good writings.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s