કલાની મા

Image result for Images of mother daughter on mother's day

કલાની મા

દર શનિવારની સવારની જેમ આજે પણ કલા બેંકમાં જવા તૈયાર થઇ.કલા ૧૫ વર્ષની હાઇસ્કુલમાં આવી,જાન્યુઆરીથી બેંકમાં ટેલર નો જોબ શરુ કર્યો. અમેરિકામાં કોલેજનું ભણતર ખૂબ ખર્ચાળ હોવાથી, વિદ્ધાર્થી નવ, દસ ધોરણમાં આવે કે તુરત પાર્ટ ટાઇમ જોબ કરે,આ રીતે કોલેજના ભણતરની તૈયારી શરૂ કરી દે,ભણતર સાથે જોબનો અનુભવ પણ મેળવે, આ શનિવાર મે મહિનાનો બીજો શનિવાર લંચ રૂમમાં તેની સાથે કામ કરતી કેથી અને ક્રિષ્ટીન મધર્સ ડે ને દિવસે કઇ રેસ્ટૉરન્ટમાં મધરને લઇ જવી તેની ચર્ચા કરતા હતા, કેથીઃ(my mother loves Italian food, we will take her to olive garden)મારી મધરને ઇટાલિય ખાણું પસંદ છે અમે તેને ઓલિવ ગાર્ડન રેસ્ટૉરન્ટમાં લઇ જઇશું, ક્રિષ્ટીનઃ(my mother loves Stake we will take her to Ruth’s stake house)મારી મા ને સ્ટૅક પસંદ છે અમે તેને રુધ સ્ટેક હાઉસમાં લઇ જઇશું, હાઇ, કલા વ્હેર આર યુ ટૅકીંગ યોર મધર ફોર લંચ? કલાની આંખમા આંસુ આવી ગયા બોલી આઇ ડૉન્ટ હેવ મધર, ત્યાં જ તેમની હેડ ટૅલર મેરી દાખલ થઇ, હાઇ ગર્લસ,કેથી ક્રિષ્ટીન યોર લંચ ઇસ ઓવર, ગો બેક ટુ વર્ક, કલા તરફ જોઇ ડૉન્ટ ક્રાય આઇ વિલ બી યોર મધર, વિ બોથ વિલ ગો ટુમોરો ફોર લંચ.

જ્યારથી કલા બેન્કમાં જોડાઈ ત્યારથી મેરીએ નોંધેલ કલા ખૂબ શાંત હંમેશા પોતાના કામમાં મસગુલ કદી કોઇ ફોન નહી, કોઇની સાથે વાત નહી, હસતા હસતા કસ્ટમરને આવકારે,ખૂબ વિવેકી.આ દેશમાં આવ્યા દોઢ વર્ષ થયેલ આ વર્ષે જોબ શરૂ કરી હતી.આ પ્રથમ જોબ હોવાથી ખૂબ ખંતથી કામ કરતી

બીજે દિવસે ૧૨ વાગે કલા અને મેરિ હ્યુસ્ટનની વિખ્યાત ઇન્ડૉ અમેરિકન રેસ્ટૉરન્ટ ઇન્ડીયાસ માં લંચ બફે માટે મળ્યા,લંચ દરમ્યાન અહી દેશીઓ કરતા અમેરિકનની સંખ્યા વધુ જોવા મળે.બન્ને બફેની લાંબી લાઇનમાં ઉભા રહ્યા,મેરીએ પુછ્યું કલા વ્હેન ડીડ યોર મધર પાસ્ડ અવે? તારી માતા ક્યારે ગુજરી ગઇ? વ્હેન આઇ વોઝ થ્રી યીઅર્સ ઓલ્ડ, who raised you your step mother? (તને તારી સાવકી માએ મોટી કરી?), નો માય ફાધર ડીડ ન’ટ ગેટ મેરી અગેન, હિ એન્ડ માય ગ્રાન્ડ મધર રેસડ મી, યોર ડેડ ડીડ વેરી ગુડ.યસ માય ડૅડ ઇસ ધ બેસ્ટ ડૅડ. વાતો કરતા પોતાને મન પસંદ વાનગી ડીસમાં ભરી ખૂણાના ટેબલ પર બન્ને બેઠા, મેરીની સાથે જાણે વર્ષોની ઑળખાણ હોય તેમ કલા વાતો કરવા લાગી, અધુરી વાતનો દોર પકડ્યો મેરીને પુછ્યું મેરી હાવ મેની કીડ્સ ડુ યુ હેવ? સ્વીટી આઇ હેડ વન ડૉટર, લાસ્ટ ઇયર ઇન કાર એક્સિડન્ટ આઇ લોસ્ટ હર,કહેતા મેરીની આંખો ભીની થઇ. સોરી મેરી, ઇટ ઇસ ઓ કે સ્વીટી બોલી મેરીએ ટીસ્યુથી આંખ લુછી,યુ આર માય ડૉટર, યસ આઇ એમ યોર ડૉટર મોમ, બન્નેના મુખ પર સ્મિતની લહેર જળકી ઉઠી. કલાને આટલા વર્ષો બાદ મા મળ્યાનો આનંદ થયો.

Advertisements

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ટચુકડી વાત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s