જુઠા ધ્યાન ભજન પૂજા
ના હોય હ્રદયે સાચી નિષ્ઠા
ધર્મ કર્મ દાન મોટા કર્યા
અંતરે ભર્યા ગર્વના ભારા
લોભ મોહ મત્સરથી મેલા
અંતકરણે, નહીં મળે પ્યારા
ના સુજે સાચી રાહ દિશા
બંધ ચક્ષુ ધ્યાન ધરું ગુરુનુ
પૂર્ણ શરણાગતિ ગુરુ ચરણે
અંતકરણ નિર્મળ હલકુ ફૂલ
તુજ ચિંધેલ માર્ગ નિત્ય અનુસરું
જનકલ્યાણ કાર્ય પ્રયત્ને કરું
rcvd coments via e mail
Very nice on Guru
from Jyoti Vyas