જીજ્ઞા

child curiocity

જીજ્ઞાસા વૃતિ નાના મોટા બધામાં હોય છે.નાના બાળકો કિન્ડર ગાર્ટનમાં જતા થાય ત્યારથી તેમના મનમાં why and how question દૂધના ઉભરાની માફક ઉભરાવા લાગે અને જ્યાં સુધી સંતોષકારક ઉતર ન મળે ત્યાં સુધી

ઉભરો શાંત થાય નહી.આવું જ જીજ્ઞાનું મન. છ વર્ષની હતી ત્યારે મમ્મી ડૅડી અને દાદા દાદી સાથે ફ્લોરિડા ડીઝની વર્લડ જોવા ગઇ હતી,ત્યાં ખૂબ ફર્યા જુદી જુદીરાઇડ લીધી, ડીઝની મુવી ના પાત્રો સાથે ફોટા પડાવ્યા તેઓની સાથે વાતો કરી આ રીતે જીજ્ઞાની બધી જીજ્ઞાસા સંતોષાતી ગઇ. મમ્મી ડૅડી અને દાદા દાદીએ પણ જીજ્ઞા સાથે આનંદ કર્યો સૌના મુખ પર થાક સાથે આંખોમાં જોયા જાણ્યાનો પૂર્ણ સંતોષ દેખાતો હતો.

હજુ વેકેસનના ચાર દિવસ બાકી હતા, ડૅડી વિશાલના એન્જીનિયર મનમાં જીજ્ઞાસા જાગી, પ્રશ્ન પૂછ્યો હવે આપણે જે એફ કે સ્પેસ સેન્ટર જોવા જઇએ? સૌ પહેલા જીજ્ઞા હર્ષોન્માદ સાથે બોલી “યસ ડૅડ આઇ વોન્ટ ટુ નો એબાઉટ એસ્ટ્રોનૌટસ, એન્ડ સ્પેસ શટલ, લેટ્શ ગો. વીણાનું મન યુનિવર્સલ સ્ટૂડિયો જોવાનું હતું,પણ ડૅડ ડૉટરની ઇચ્છાને નમતુ આપ્યું, બા બાપુજી તો હંમેશા ગ્રાન્ડ ડૉટરની સાથે સહમત થતા.

ઓરલેન્ડૉથી કલાકમાં કેપકેનાવેરલ પહોંચ્યા સેન્ટરની ટુર લીધી,આઇલેન્ડ પર વસતા જંગલી પ્રાણીઓ જળચર જોયા, જીજ્ઞાને મઝા આવી.સાંજે ઓર્લેન્ડૉ પાછા આવ્યા,  બીજે દિવસે સવારે બોસ્ટન જવા નીકળ્યા દસ કલાકનો રસ્તો કાપવાનો હતો, જીજ્ઞા આખા રસ્તે એસ્ટ્રોનૌટ વિષે મમ્મી ડૅડીને સવાલો પુછતી રહી. વિશાલ અને વીણાએ પોતે જાણતા હતા તેના દીકરીને જવાબ આપ્યા.છેલ્લો સવાલ મોમ ડેડ કેન આઇ બિકમ એસ્ટ્રોનૌટ ? ત્યારે તો જવાબ આપ્યો હા બેટા જરૂર, તું હજુ બહુ નાની છે, ૨૧ વર્ષની થાય પછી વિચારીશું. ડૅડ આઇ રિયલી વોન્ટ ટુ ગો ઇન સ્પેસ એન્ડ વોક ઓન સ્ટાર એન્ડ મુન, દાદાથી આ વાર્તાલાપ સહન નહી થયો પોતાના એકના એક દીકરાનું એક માત્ર સંતાન  પૌત્રી, તેપણ સ્પેસમાં જવાની વાત કરે!! બોલ્યા ઓકે બેટા અત્યારે ડૅડી ડ્રાઇવ કરે છે ડીસ્ટર્બ નહી કરવાના અત્યારે તારી સિન્ડ્રેલા બુક વાંચ. દાદાની કહાગરી દીકરી માની ગઇ.

બોસ્ટન રાત રોકાઇ,સવારે ત્રણ કલાક ડ્રાઇવ કરી ન્યુ હેમસાયર ફ્રેંકોનિયા પહોંચ્યા.જીજ્ઞાનું જીજ્ઞાસુ મન સ્પેસ શટલ વિષે વધુ જાણવા આતુર, આખું સમર વેકેસન જીજ્ઞાએ લાઇબ્રેરીમાંથી લાવી સ્પેસ શટલના વિડીયો જોયા. નિલ આર્મસ્ટ્રોંગનો મેન વોક્સ ઓન મુન નો વિડીયો પણ જોયો,નાના ગામની લાઇબ્રેરીમાં પણ બધી સગવડતા.

ચેલેન્જર આ જુલાઇમાં લોંન્ચ નહી થયું, શું કારણ હશે જીજ્ઞાનું જીજ્ઞાસુ મન વિચારવા લાગ્યું!!

સ્કુલ શરુ થઇ. જીજ્ઞા ચેલેન્જર ક્યારે સ્પેસ પર જવા ઉપડશે તેની રાહ જોઇ રહી હતી, જુવેજ ને તેણીની ટીચર ક્રીસ્ટા તેમાં એસ્ટ્રોનૌટ હતી .૧૮ જાન્યુઆરી ૮૬ના દિવસે ૭ એસ્ટ્રોનૌટ સાથે ચેલેન્જર કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે દેશ વિદેશમાં સમાચાર પહોંચી ગયા. તે દિવસે જીજ્ઞાની સ્કુલના વિદ્યાર્થીઓએ ચેલેન્જર લોન્ચ થતું ટી વી પર જોયું .જીજ્ઞા ટીચર ક્રીસ્ટામાં પોતાની જાતને એસ્ટ્રોનૌટના લેબાસમાં કલ્પી રહી. અરે આ શું? મોટો ધડાકો!!ચેલેન્જરના ટુકડે ટુકડા એટલાન્ટીક મહાસાગરના તળીયે.ઉપર આકાશમાં જવાને બદલે નીચે પાતાળમાં. નાના વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા તો મોટા વિદ્યાર્થીઓ,ઓ નો, ઓ નો…ચીસા ચીસ કરવા લાગ્યા. ટી વી બંધ કરી સૌને પોત પોતાના ક્લાસમાં લઇ જવાયા. જીજ્ઞાનું વ્યથીત મન વિચારવા લાગ્યું આવું કેમ થયું હશે!!

જીજ્ઞાએ શાળા કોલેજ પૂરા કર્યા.એસ્ટ્રોનૌટ સ્પેસ ટ્રેનીંગ ફેલોશીપ મેળવી. ટ્રેનીંગ પૂરી કરી.બસ હવે સ્પેસ પ્રોગ્રામ શરુ થાય તેની જ રાહ હતી. મને ખબર છે મોમ ના જ પાડશે તેને તો હજુ હું નાની જ લાગવાની થોડા વર્ષ પછી જજે હમણા નહી, અને ડૅડ મને સમજાવવા મોટું લેક્ચર આપશે બેટા તું સ્પેસ એન્જીન્યરીંગમાં રિસર્ચ કરે છે તે અત્યારે વધારે જરૂરી છે અને સ્પેસ શટલ માટે ઘણું ઉપયોગી છે.ના આ લોન્ગ વિક એન્ડમાં કોલ્મબિયા સ્પેસ શટલમાં જવાની વાત કરી જ દઇશ.

ધડામ બાજુની લેનની ગાડી હાઇ સ્પીડમાં  જીજ્ઞાની ડ્રાયવાર સાઇડના ડોર સાથે અથડાઈ, આંખના પલકારામાં શું બની ગયું!! જીજ્ઞા બેશુધ્ધ અડધી બહાર અડધી અંદર. ત્રણ કલાકમાં જીજ્ઞાના મમ્મી ડૅડી માસ જનરલ હોસ્પિટલમાં આવ્યા.જીજ્ઞાના બન્ને પગમાં ફ્રેક્ચર, ડાબા હાથમાં ફ્રેક્ચર કપાળ પર સ્ટીચિસ.

મોમ ડૅડ આઇ એમ સોરી, આઇ વોન્ટૅડ ટુ સરપ્રાઇસ યુ, ધેટ્સ વ્હાઇ આઇ ડીડ નોટ કોલ યુ.

વીણાઃ “બેટા ઇટ ઇઝ ઓકે, તું આરામ કર”.

વિશાલ દીકરીને હસાવવા, બેટા સ્પેસ ડીસાસ્ટર જેવડું મોટું ડીસાસ્ટર નથી! અને ત્રણે જણા હસવા લાગ્યા.

જીજ્ઞાને બન્ને પગ અને ડાબા હાથમાં સર્જરી થઇ ,એક મહિનો હોસ્પિટલમાં રહેવાનું થયું ત્યારબાદ ત્રણ મહિના રીહેબમાં રહેવાનું થયું.

ફેબ્રુઆરીમાં ત્રણે જણાએ કોલમ્બિયા ડીસાસ્ટરના સમાચાર સાંભળ્યા.

મમ્મી ડૅડીના મુખ પર દીકરી બચી ગયાનો આનંદ દેખાઇ રહ્યો હતો.

જીજ્ઞાના નેત્રોમાં ભીનાસ, મુખ પર ગંભીરતા,અને ચિંતાના વાદળૉ.

જીજ્ઞાસા ક્યારે પૂરી થશે?

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s