જીવન નૈયા

boat

જીવન નૈયા વહે જાય છે

રોકવા રોકુ ના રોકાય છે

  ભીજાતી વર્ષાંમાં

   વાયરે અથડાતી

ડગમગતી ધપે જાય છે

રોકવા રોકુ ના રોકાય છે 

જીવન નૈયા વહે જાય છે

   ચડતી ઊતરતી

    સંગે લહેરોની 

ઊછળતી નાચતી જાય છે

રોકવા રોકુ ના રોકાય છે

જીવન નૈયા વહે જાય છે

       દૂર ક્ષિતિજે

     આથમણી કોરે

અથડાઇ સ્થિર થઇ જાય છે

અગ્નિજ્વાળામાં લપેટાઇ છે

   જીવન નૈયા વહે જાય છે

  રોકવા રોકુ ના રોકાય છે

જીવન નૈયા વહે જાય છે

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગીત. Bookmark the permalink.

3 Responses to જીવન નૈયા

Leave a reply to Purvi Malkan જવાબ રદ કરો