આવો આવોરે અંબા મા રમવા આવોરે..
તારા ભક્તો બોલાવે છે ભાવ ભરી
છોડૉ છોડોરે ગબર ગોખ રમવાને આવો રે…
આજ ચાચર ચોકની શોભા અનેરી
લાલ લીલી ઑઢણીમાં શોભે નારી
છોડો છોડોરે હિંડોળા ખાટ રમવા આવોરે…
આજ માનસરોવરના નિર્મળ છે નીર
હંસ હંસીની ચાલ આજ મસ્તી ભરી
મા છોડી ગબર ગોખ રમવાને નિસર્યા રે…આવોરે..
માએ લીલી હરિયાળી ઑઢણી ઓઢી
માથે ચાંદા તારલિયાનો મુગટ પહેરી
માએ સોળે સજ્યા શણગાર રમવા નિસર્યા રે આવોરે…
હે…ખન ખન ખન ખન ઘૂઘરી રણકી
મા ગરબે ઘૂમે સાથ ગરબો ઘૂમે આવોરે અંબા મા …
હે…..ઢમ ઢમ ધબકારે ઢોલ ઢબકે
મા સહુ રાશ જાણી સંગ રાસ રમે આવોરે અંબા મા..
(રાશ નો અર્થ સંગઠન અને રાસનો અર્થ આપણે સહુ રમીએ તે, બન્ને જુદા અર્થમાં છે)