દશેરા

દશેરા સંસ્કૃત શબ્દ દશહરા પરથી આવેલ છે, જેનો અર્થ આપણી અંદર છૂપાયેલા દશ વિકારોનો નાશ કરવો. આ દશ વિકારો જાણીએ.

૧,કામ, કામના ઘટાડીએ

૨,ક્રોધ, ગુસ્સા પર સંયમ રાખીએ

૩,લોભ,  લોભી વૃત્તિનો ત્યાગ, ઉદારતાની ભાવના કેળવીએ

૪, મોહ, માયાના મોહમાં ન ફસાઈએ

૫, મદ, જુઠ્ઠો ગર્વ છોડીએ

૬, મત્સર, ઇર્ષાના ઝેરથી દૂર રહેએ

૭, સ્વાર્થ, સ્વાર્થ છોડી પરમાર્થ અપનાવીએ

૮, અન્યાય , સમદૃષ્ટિ,કેળવીએ  ન્યાયની ભાવના રાખીએ

૯, અમાનુષિતા, ક્રુરતાનો ત્યાગ નમ્રતા અપનાવીએ

૧૦, અહંકાર, મિથ્યા અભિમાનનો ત્યાગ.

દશેરાનું બીજુ નામ, વિજયા દશમી.

આ દિવસે રામચંદ્રજીએ દશમસ્તકવાળા દશ વિકારોથી ભરપૂર એવા  રાવણનો નાસ કરેલ. લંકાવાસીઓને શાંતિ પ્રદાન કરેલ.

યુધ્ધ પહેલા જ્યારે વિભીષણ રામચંદ્રજીને મળ્યા ત્યારે પૂછ્યું, પ્રભુ આપ ફક્ક્ત ધનુષધારી બખતર પગરખા વગરના રાવણ જેવા નખશિખ શસ્ત્રોથી સજ્જ, રથારૂઢ, દશમાથાવાળા અનેક વર્દાન પામેલા રાવણ પર વિજય કેવી રીતે મેળવશો?

રામચંદ્રજીએ જવાબ આપ્યો યુધ્ધ્માં જીત શ્રધ્ધાવાળા સાફ હ્રદયની થાય છે.મારો નિગ્રહ મારું ધનુષ્ય છે અને મારો વિજય બૂરાઈ પર ભલાઈનો વિજય છે.

દશેરાને દિવશે મહારાષ્ટ્રમાં શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. જેથી તેનો ઉપયોગ સારા હેતુ સાથે કરાય.

આ દિવસે બાર વર્ષના ત્યાગ બાદ પાંડવોએ વિજયપતાકા મેળવવા શસ્ત્રો ધારણ કરેલ.અને સો કૌરવોના વિકારો પર વિજય મેળવેલ.

દશેરાને દિવસે દશ મસ્તકવાળા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આનું મહત્વ આપ સૌને સમજાવવાની જરૂર નથી.dashera

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in લેખ. Bookmark the permalink.

4 Responses to દશેરા

 1. ઇન્દુ શાહ કહે છે:

  ઇ મેલમાં મળેલ પ્ર્તિભાવ, કોપી -પેસ્ટ કરેલ છે.
  Your analytical writing on Dashera is very nice and to the point.

  As such there are many interesting article to read on your blog.

  Keep it up,

  Regards,

  Charu & Nitin Vyas

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s