પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,
વનવગડાનાં ફૂલ ફૂલમાં
મૌન પ્રસરતું ભૂલ ભૂલમાં,
પાન-પાનમાં, ડાળ-ડાળમાં
મહેક વસંતી ઝૂલ ઝૂલમાં
તુંય ઝૂલી લે એમ…
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,
જેમ મજાનાં ઝરણાં આવે,
જેમ ઉછળતાં હરણાં આવે,
હાથ હવાનો ઝાલી લઈને,
જેમ વૃક્ષનાં તરણાં આવે
તુંય આવને એમ….
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,
પારેવાનું ઘૂ-ઘૂ લઈને
કોકીલનું કૂ-કૂ-કૂ લઈને
વરસાદી ઝરમરની પાસે,
મયૂરનું થનગનવું લઈને,
લઈ હૃદિયાની નેમ,
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ.
કરી સર્જના કેવી ઈશ્વર,
સૃષ્ટિ લાગે સુંદર સુંદર,
મનથી રોજ નમીએ એને,
ચાલ ઉજવીએ નીજમાં અવસર,
ભલે હેમનું હેમ,
પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ.
સરસ કાવ્ય.
nice one..induben
Thanks Nilamben