હેમંતનો મીઠો ત્વચા પંપાળતો તડકો જુઓ
આ ગ્રિષ્મનો તો તાપ કેવો બાળતો તડકો જુઓ
રાત્રિ સમે રેતી બને છે સેજ સુંવાળી અને
ને એ બપોરે મૃગ જળ દેખાડતો તડકો જુઓ
આકાશમાં દોડી જતાં આ વાદળા જળ ભાર લૈ
ને સંગ સંતાકુકડી ખેલાવતો તડકો જુઓ
મોજા ઉછળતા સાગરે જળના નભે જોઇ તેને
દોરીથી સિંચી વાદળા પીવડાવતો તડકો જુઓ
ભરબપોરે વાદળી ભૂલી પડી વરસી જતા
ચિત્ર રંગો આભમાં ચિત્રાવતો તડકો જુઓ
ખુબ સુંદર રચના
Reblogged this on શબ્દોનુંસર્જન.
srs kvita
વાહ… તડકાને છંદમાં પાથર્યો ખરો. keep it up,Induben.
Thanks all my friends for your valuable Pratibhav.