તારલિયા સંગ ગોષ્ટિ

 

તારલિયા સંગ ગોષ્ટિ

સૂર્ય નારાયણ સોનેરી કોરની ઓઢણી ઓઢાડી સખી સંધ્યારાણીને આવકારી પોતે ક્ષિતિજમાં અદ્રષ્ય થયા, અને તરલિકાના બાબાએ રડવાનું શરું કર્યું, તરલિકા મુંઝાય “મમ્મી રોજ આ સમયે જ મારો તારલિયો કેમ રડે છે?હું ડો ને ફોન કરું?” “બેટા એમાં ડો શું કરવાના,થોડા દિવસ બધા બાળક સંધ્યા સમયે રડે, લાવ મને આપ,બોલી મમ્મીએ બાબાને સંભાળીને લીધો, બહાર ડેક પર હીંચકા પર બેઠા, ખોળામાં બાબાને સુવડાવ્યો, પગેથી હળવે હળવે હીંચકો હલાવતા ગીત ગાવા લાગ્યા,

“ચાંદા સૂરજ ને તારલે મઢેલ મારું આભ રે
મારા તારક બાબાને માંડવો છે આભનો રે
ને પારણું સુંવાળી નીલી ગાદીએ મઢેલ રે
મારો બાળુડો લાલ નિરાંતે પોઢી જાય રે
ચાંદા સૂરજ ને તારલે મઢૅલ મારું આભ રે”


મધુર કંઠે ગવાતું ગીત સાંભળી, વસંતના ધીરા ધીરા ખુશનમા વાયરાની સંગાથે નીદ્રાદેવી આવ્યા બાબાભાઈના પોપચામાં છૂપાય ગયા. મમ્મીએ ધીરેથી બાબાનું મસ્તક ખભા પર ગોઠવ્યું, અંદર ગયા, બાબાને જાળવીને પારણામાં સુવડાવ્યો ધીમુ સંગીત શરું કર્યું.

તુષાર ઓફિસેથી આવ્યો ફ્રેસ થઈ કપડા બદલ્યા, નર્સરીમાં ગયો,બાબાને પારણામાં સુતેલો જોયો રસોડામાં આવ્યો “તરલિકા બાબો આજે ડાહ્યો થઈ ગયો! આજે રડતો નથી! ડોકટરે દવા આપી છે? કે મમ્મીએ દેશની ગોટલી ખસી પીવડાવી?” તુષારે પ્રશ્નોની ઝડી વરસાવી, “તુષાર ડો ને મે ફોન નથી કર્યો, કોઇ દવા નથી આપી, મમ્મીએ કોઈ ગોટલી પીવડાવી નથી, તું ચિંતા છોડ, આજે આપણો તારલિયો મમ્મીના મધુર કંઠે ગવાયેલ હાલરડાથી સુઈ ગયો છે.ચાલ હવે કુવર ઊઠે તે પહેલા આપણે ત્રણ જણા સાથે જમી લઇએ.” તુષારઃઅરે વાહ તરુ તે રેકોર્ડ કર્યું છે?” “હા મે ફોનમાં રેકોર્ડ કર્યું છે, જમ્યા પછી તને સંભળાવું છું.

ઘણા દિવસે ત્રણે જણા સાથે જમ્યા.મા દીકરીએ રસોડું આટોપ્યું, તુષારે તરલિકાના આઇ ફોનનું રેકોર્ડીગ કોમ્યુટરમાં ડાઉન લોડ કર્યું, સાથે ટ્વીંકલ ટ્વીંકલ લીટલ સ્ટાર, રોક અ બાય બેબી, ઇસ્ટિ બીસ્ટી સ્પાયડર જેવા અનેક નર્સરી રાહ્મ સામેલ કરી એક નાની સી ડી તૈયાર કરી.

રોજ સંધ્યા સમયે તરલિકા રોકરમાં બેસે, સી ડી મુકે, હળવે હળવે ઝુલાવતા ઝુલાવતા બાબાને પેટ ભરાવે.અને બાબો સુઈ જાય, આમ સંધ્યા સમયની સમસ્યાનો ઉકેલ મમ્મીના હાલરડાથી થઇ ગયો.

તારક મોટો થવા લાગ્યો હવે ક્લોસેટ જેવડી નર્સરીના પારણા ની જગ્યાએ તારકનો બેડરૂમ બન્યો સ્કાય બ્લુ કલરની દીવાલો બની, છતને આસમાન જેવુ ડેકોરેટ કર્યું, તારલિયા,ચાંદો સૂરજની ફ્લોરસન્ટ લાઈટ છત પર ગોઠવાય જે રાત્રીના અંધકારમાં ચમકે. તારકની નજર છત પર ચમકતા ચંદરવા તરફ, મોઢામાં દૂધ ભરેલો સી પી કપ અને મીઠું મધુરું નર્સરી રાહ્મ સંગીત, આમ તારકભઈની બધી જ્ઞાનેન્દ્રીય સંતુષ્ટ થાય ભાઇ નિદ્રાધીન થઈ જાય.

તારક ત્રણ વર્ષનો થયો મોન્ટેસરી સ્કૂલમાં મુક્યો. પહેલા દિવસથી ટીચરની સાથે બધા નર્સરી રાહ્મમ ગાવા લાગ્યો, ટીચરનો માનીતો થઈ ગયો, કોઇ બાળક લંચ પછી નેપના સમયે કોઇ કારણ સર રડવા લાગે, તારક તુરત બાળક પાસે પહોંચી જાય નર્સરી રાહ્મ ગાવા લાગે, બાળકનો હાથ પકડી બેડ પાસે લઇ જાય, બન્ને જોડૅ ગાવા લાગે અને સાથે સુઈ જાય. મિસ મેરીનો તો તારક આસિસ્ટન્ટ ટીચર બની ગયો.

તારકના પાચમા જન્મદિવસે તરલિકા લંચ સમયે તેના ક્લાસના બધા બાળકો માટે ક્પ કેક અને આઈસક્રીમ લઇ ગઇ, શુક્રવાર હોવાથી સાંજે પણ તેના ખાસ મિત્રોને તેમના માતા પિતા સાથે ઘેર બોલાવ્યા, તુષારે બેક યાર્ડમાં વિશાળ રેન્ટલ મુન વોક બે કલાક માટે મુકાવડાવેલ, બધા બાળકોએ મુન વોકમાં ખૂબ મસ્તી કરી, આઠ વાગ્યા, મોટા તારાના આકારની ચોકલેટ કેક આવી તેના પર પાચ આંકડાના આકારની મીણબત્તી ગોઢવી તરલિકાએ લાયટરથી મીણબત્તી સળગાવી બધા બાળકો અને વડીલોએ સાથે હેપિ બર્થ ડે ટુ યુ, હેપિ બર્થડૅ ડીયર તારક, સોંગ ગાયું, મેક અ વિસ તારક અને તારકે ફૂંક મારી મીણબત્તી બુજાવી મનમાં ઈચ્છા પ્રકાશી એક દિવસ હું તારલા લેવા આકાશમાં જઇશ. સૌએ પિઝા આઇસક્રીમ અને કેક માણ્યા અને વિદાય થયા.

રાત્રે ટી વી જોતા તારકે ડૅડીને પૂછ્યું ડૅડી રિયલ મુન પર વોક કરી શકાય? “ હા બેટા એસ્ટ્રોનાટ નીલ આર્મસ્ટ્રોંગે મુન પર વોક કરેલ અને આપણો ફ્લેગ ત્યાં ફરકાવેલ, તું મોટૉ થાય, એસ્ટ્રોનાટ બનશે તો જરૂર મુન વોક કરી શકીશ.” “ડૅડ આઇ વિલ બિકમ ઍસ્ટ્રોનાટ, એન્ડ આઈ વિલ ગો ઓન સ્ટાર, અને હું પૂછીશ તારલા તમે ડાયમન્ડ જેમ ચમકો જ કેવી રીતે? તમારા બધા પાસે આટલી બધી ફ્લોરસંટ લાઇટ કેવી રીતે આવી? આટલી લાંબી સીડી કોણૅ મુકી?”

તરલિકાઃ “બસ તારક આ બધા માટે તું ઘણો નાનો છે, ૧૧ વાગ્યા સુવાનો સમય થયો ચાલો બ્રસ કરી સુઇ જાવ બેટા” “મોમ સવારે મને લાયબ્રેરીમાં લઈ જઇશ? આઇ વોન્ટ એસ્ટ્રોનાટ બુક”

“ઓ કે લઇ જઈશ બેટા, સુય જા, ગુડ નાઇટ”

“ગુડ નાઇટ મોમ, ગુડ નાઇટ ડેડ”.

તારક સુતા સુતા છત પર ચમકાતા તારા જોવા લાગ્યો, ગણવા લાગ્યો ,વાહ મારા રૂમમાં આટલા બધા છે આકાશમાં તો કેટલા બધા હું ગણતા ગણતા થાકી જઈશ, હું તો ગણવાનો થૉડા મારા મમ્મી ડૅડી માટે તોડીને ખિસ્સામાં લેતો આવીશ, અરે વાહ આટલા બધા તારાને તારા આગળ પાછળ બધે ઝબુકતા તારા!! બીજુ કશુ દેખાતું નથી! મુન ક્યા? મારે તેના પર ચાલવું છે, “તારક તું અમારા દેશમાં તારાના દેશમાં છે અહીં મુન નહી જોવા મળૅ, અરે પણ મારા પગ ફરતા જાણે તારા વિંટળાય ગયા મને જાણે તારલિયાની દોરીથી બાંધી દીધો છે, મને છોડો, ડેડ મને છોડાવો. બુમ સાંભળી તુષાર તારકની રૂમમાં આવ્યો, “તારક બેટા તને કોઇએ બાંધ્યો નથી તું તારા બેડમાં સુતો છે,” ડેડ મને બીક લાગે છે” તુષારે તારકને ઊંચકી લીધો પપી કરી પોતાના બેડરૂમમાં વચ્ચે સુવડાવ્યો, તારક મમ્મી ડૅડીની સાથે નિશ્ચિંત બની મમ્મીને વળગી સુઇ ગયૉ…

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s