આ તો શબ્દોની રમત
હાલો સાથે રમીએ રમત
કદીક કર્ણ પ્રિય મીઠા મધુરા
કદીક હોય કડવા ખાટા અધુરા
મનની કડવાશ ભૂલી, મીઠાશ ભરીએ
સાથે સૌ ખેલદીલીથી રમીએ;
આ તો શબ્દોની રમત…
કોઇ શબ્દોને પચાવીએ
કોઇ આખા ગળી જઈએ
વાકબાણે હ્રદય વિંધાય
સાચી સમજણે જશે રૂઝાય
સહિષ્ણુતા સાથે રમીએ
આ તો શબ્દોની રમત….
આ છે પચરંગી જગત
તુંડે તુંડે મતી બદલાય,
મોટા મને સ્વીકારીએ,
સાથ સાથ રમતા રહીએ
આ તો શબ્દોની રમત….
“આંધળાના આંધળા”ફક્ત
બે શબ્દો મુખથી સર્યા,
મહાભારત યુધ્ધનું કારણ બન્યા
આ તો શબ્દોની રમત….
પરંપરા ચાલુ રહી,
ગીતા સંદેશ ગયો ભૂલાઈ,
ધર્માંધ આખું જગત
એક બીજાને વિંધી રહ્યા
આ તૉ શબ્દોનીની રમત….
જગ આખામાં રમાય
રોજ લખેલ, બોલેલ, વાંચેલ
ઉચિત, અનુચિત બની જાય
અણધાર્યા પરિણામ સર્જાય;
આ તો શબ્દોની રમત….
સાથે સૌ રમતા રહીએ
વિવેક, વિચારે શબ્દ બોલાય
ઉગ્રતાના તાપ શાંત થાય
રમત સાથે રમતા રહીએ રમતા રહીએ
આ તો શબ્દોની રમત….