પવની નાની હતી ત્યારથી પતંગિયા પાછળ પવનની જડપે દોડતી, સાંજે પાર્કમાં મમ્મી સાથે ફરવા જાય અને મોગરા,
ગુલાબ,રંગબેરંગી ગલગોટાના પુષ્પો,કે પછી લીલી સુકી લોનના મિશ્રણમાં ઉગેલ જંગલી પણ મનમોહક પુષ્પો પર બેઠેલા પતંગિયા જુવે કે પવની મમ્મીની આંગળી છોડી પહોંચી જાય પતંગિયાને જોવા, એક પછી એક રૂપાળા પતંગિયા જોતી જાય અને પકડવા દોડતી જાય પતંગિયા હાથમાં ન આવે .મમ્મી બુમ પાડે “પવની બેટા, રૂપાળા પતંગિયાને પકડવાના નહી તેની પાંખ બહુ નાજુક હોય, તેને દુરથી જ જોવાના હોય”,”મમ્મી મને પતંગિયાને પકડવું છે,બસ એક મને પકડવા દે, હું તેને બરાબર મારા રૂમમાં ઓરચિડના રૂપાળા ફૂલ પર સાચવીને મુકી દઇશ”,”ના બેટા પતંગિયાને કોઇ દિવસ ઘરમાં ના રખાય તેઓને ખુલ્લી હવામાં એક ફૂલથી બીજા ફૂલ પર ઉડવું ગમે,ઘરમાં તો ગુંગળાય મરી જાય.”મમ્મી હું તેને સરસ મારી ફીશનું બોક્ષ બતાવીશ તેને મારી ગોલ્ડ ફીશ બતાવીશ મારી ફીશીને પતંગિયાની દોસ્તી થઇ જશે બન્નેની દોસ્તી જોવાની મને ખૂબ મઝા પડશે બોલી તાળી પાડવા લાગી, “બેટા પતંગિયાની દોસ્તી ફૂલો સાથે જ હોય બીજા કોઇની દોસ્તી તેને ન ગમે”, “એવું કેમ”? બેટા પતંગિયાને ફૂલનો રસ જ પીવો ગમે ફૂલને પણ પતંગિયા બહુ ગમે, ચાલ હવે ઝૂલા પર હિંચકા ખાવા”.ઝૂલાનું નામ પડતા જ પવની મમ્મી પાસે આવી બન્ને ઝૂલા તરફ ચાલ્યા પવની ને ઝૂલા પર ઝૂલવાની ખૂબ મઝા પડી.
નિયતીએ દીકરી માટે યાર્ડમાં પતંગિયાને આકર્શવા સુંદર પુષ્પો ઉગાડ્યા,પવનીના બેડરૂમની દિવાલો પર પતંગિયાની ડીઝાઇનના વોલ પેપર, બેડ પર ચાદર ઓશિકા પતંગિયાની છાપ વાળા, પવની મોટી થઇ, તેમ તેનો પતંગિયા પ્રેમ વધતો ગયો, સવારના ઊઠે તેવી વિસ્મય ભરી નજરે પવની યાર્ડમાં દોડે કેટલા નવા પુષ્પો ખીલ્યા છે! કેવા રંગના પતંગિયા બેઠા છે! જોઇને પછી શાળામાં તૈયાર થઇને જવાનું. પવની પતંગિયાની ડિઝાયનના ડ્રેસ પસંદ કરે.પવનીનું નીક નેમ પતંગી પડી ગયું. ઘરમાં પપ્પા-મમ્મી, દાદા-દાદી બધા પતંગી કહીને જ બોલાવે.
પવનીની સ્કુલમાં ખાસ બેનપણી અવની, તેના પપ્પાને બટર ફ્લાયગાર્ડનનો શોખ.પવની એક વિકએન્ડ અવનીના ઘેર બટરફ્લાય ગાર્ડન જોવા ગઇ. ભાત-ભાતની ડીઝાઇન વાળી રંગબેરંગી બટરફ્લાય જોય પવની તો ખુશ થઇ ગઇ.”વાવ અવની યુ હેવ સો મેની બટરફ્લાય, ઇન માય બેક યાર્ડ આઇ ગેટ વન ઓર સમ ડે ટૂ ઓર થ્રી, કે ન આઇ હેવ કપલ ઓફ ધેમ?”,”સ્યોર બોલી અવની તો એક પહોળા મોઢાની બરણી લઇ આવી બે ત્રણ નાની બટર ફ્લાય ભરી ઘરમા આવી તેની પાછળ બીતા બીતા પવની આવી ,”મમ્મી હું પવનીને બે ત્રણ બટરફ્લાય આપું?” “ના બેટા પવનીના ઘેર પહોંચતા સુધીમાં બટરફ્લાય મરી જાય,તેને ગાર્ડનમાં જ રખાય જા પાછી ગાર્ડનમાં મુકી આવ.”બન્ને બેનપણીને આ વાત સમજાતી નથી બીજા બર્ડી ઘરમાં રહી શકે તો બટરફ્લાય કેમ ન રહી શકે. આ સમસ્યા બન્નેના મનને મુંજવી રહી છે. મોટા ના જવાબથી તેમને સંતોષ નથી થતો.
પવની સ્કુલમાં બાયોલોજી ક્લાસમાં બટરફ્લાય સાયકલ શીખી, ચાર સ્ટેજ એગ, લાર્વા, પુપા અને પુપામાંથી બટરફ્લાય બહાર આવે આ બધા જંતુ ના સાયકલ પરંતુ પતંગિયાનું સાયકલ પૂર્ણ. વધુ જાણવાની જીજ્ઞાસા થઈ, લાયબ્રેરીમાંથી બટરફ્લાય વિષે પુષ્તક વાંચ્યા, પતંગિયાની અગણીત જાતો તેમાં મોનાર્ચ પતંગિયાની આગવી વિશેસતા વિષે વાંચ્યું,બીજા પક્ષીઓ શિયાળામાં ઠંડા પ્રદેશમાંથી ગરમ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે તેમ મોનાર્ચ પતંગિયા પણ કેલિફોર્નિયા અને મક્ષિકો તરફ પ્રયાણ કરે છે, કેલિફોર્સનિયાના મોનાર્ચ વેસ્ટર્ન મોનાર્ચ તરીકે ઓળખાય છે, મિક્ષિકોના મોનાર્ચ ઇસ્ટર્ન મોનાર્ચ તરીકે ઓળખાય છે. સમરમાં મોનાર્ચ અમેરિકા પાછા આવે તેમનું રિપ્રોડ્કસન સાયકલ શરૂ કરે મોનાર્ચ પતંગિયા ૧૦ થી બાર મહિના જીવે છે. બીજા પતંગિયાનું જીવન ૬ થી ૮ અઠવાડિયા. પવનીને આ બધુ વાંચવાની મઝા આવી. મમ્મી પપ્પા સાથે મોનાર્ચ બટરફ્લાય ગાર્ડન જોવા ગઈ. “પપ્પા જુઓ આ મેલ મોનાર્ચ,આ ફિમેલ મોનાર્ચ”.મમ્મી પપ્પા મનમાં પોસરાયા વાહ મારી દીકરી પતંગિયા વિષે ઘણું જાણે છે. પપ્પાએ પુછ્યું પવની તને કેવી રીતે ખબર પડી?”જુઓ પપ્પા ફિમેલ મોનાર્ચની પાખો મોટી હોય છે અને તેના પીળા કેશરિયા રંગ પર પટાની ડીઝાયન છે ,પાછળ બે કાળા ડૉટ છે, હવે આ મેલ જુઓ તેની પાંખો નાની છે, દેખાવમાં સુંદર છે અને તેનો પીળો કેસરિયો રંગ ઉપર કાળા ટપકા નથી “. “વાવ પવની યુ આર અ ગુડ ઓબસર્વર, અમારા ધ્યાનમાં આવું આવ્યું નહી,”” પપ્પા મે ઘણા બધા ફોટા જોયા છે .” “સરસ બેટા મને તારા બટરફ્લાય અને સ્પેસિયલ મોનાર્ચ બટરફ્લાયના નોલેજ પર ઘણો ગર્વ થયો”.
પવની હાઇસ્કુલ પછી બાયોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થઇ.મમ્મી પપ્પાને દીકરી ડો બને તેવી ઇચ્છા. પરંતુ પવનીને ફેસન ડીઝાયનમાં માસ્ટર કરવાની ઇચ્છા હતી. પપ્પા મમ્મીએ દીકરીની ઇચ્છાને માન આપ્યું.પવનીને કેલિફોર્નિયાની ફેસન ડિઝાયન કોલેજમાં એડમિસન મળી ગયું. કોલેજમાં તેનો સ્પેશીયલ ઇન્ટરેસ્ટ બટરફ્લાયની વિવિધ ડીઝાયન બનાવવામાં રહ્યો. તેના ટીચર્સ તેની ડીઝાયન જોયને ખૂબ ખુશ થતા , તેના એક ટીચર મિસ વિડમાયરની તો પવની ફેવરેટ સ્ટુડન્ટ બની ગઈ. અવનીને માસ્ટર ડીગ્રી મળી ગઈ.
હવે પવની જોબ માર્કેટમાં આવી ગઈ, મિસ વિડમાયરના લેટર પર તેને કોઇ પણ મોટા ડિઝાયનર ને ત્યાં જોબ મળી શકે તેમ હતુ. તેના પપ્પાની ઇચ્છા પવની પોતે બિઝનેસ શરુ કરે તેવી હતી. પપ્પાની ઇચ્છાને માન આપી પવનીએ મોનાર્ચ ડીઝાયનર નામ સાથે ડીઝાયનર માર્કેટમાં જંપલાવ્યું, તેના સ્ટુડીયોનું ઉદઘાટન મિસ વિડમાયરના હાથે થયું. થોડા બોલિવુડ -હોલિવુડની અભિનેત્રીને ઉદઘાટનમાં બોલાવ્યા. સ્ટુડીયોમાં બટરફ્લાય ડીઝાયનના ડ્રેસ, પર્શ ,દાગીના વગેરે સેમ્પલ જોઇને બધા ખૂબ ખુશ થયા. મેસિસ ડિપાર્ટમેન્ટ સ્ટોરનો ચિલ્ડર્ન ક્લોધિંગનો ઓર્ડર પણ મળી ગયો. શરૂઆત સારી થઈ. ફેસન ડીઝાયન લોકલ મેગેઝીનમાં એડવર્ટાયઝમેન્ટ મુકી , ધીરે ધીરે વિકાશ થતો ગયો.મેસિસ સ્ટોરમાં મોનાર્ચ ડીઝાયન બધા ડીપાર્ટમેન્ટમાં પહોંચી ગઈ, મોનાર્ચ ડ્રેસીસ, મોનાર્ચ જ્વેલરી, મોનાર્ચ પર્સિસ, મોનાર્ચ સુઝ. પવનીની બટરફ્લાય દોડ દિવસે દિવસે વધતી રહી.
ડો. ઇન્દુબેન શાહ.