નારી શક્તિ

          durga-hindu-goddess

                 “ નારી શક્તિ”        

                                      या देवी सर्व् भूतेषु शक्ती रूपेण् संस्थिता

                                     नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमोनमः॥

દર વર્ષે નવરાત્ર આવે આપણે માતાજીની અષ્ટભુજા પ્રતિમાના દર્શન કરીએ, ગરબા- રાસ નવ દિવસ રમીએ આનંદ કરીએ. મને કે તમને  માની મુર્તી જોઇને મનમાં પ્રશ્ન ઊઠ્યો માને આઠ હાથ શા માટે? આ વર્ષે મારી ૧૪ વર્ષની ગ્રાન્ડ ડૉટર આનિયાના ઉત્સુક મનમાં પ્રશ્ન ઊઠ્યો, “બા માતાજીને કેમ આઠ હાથ? કૃષ્ણ ભગવાન, રામ ભગવાન કોઇને આઠ હાથ નથી! “આ પ્રશ્નનો જવાબ આપવો થોડો મુશ્કેલ હતો છતા ટીનેજર માનસના મનમાં ઉદભવતા કુતુહલ પ્રષ્નોના જવાબ આપવા જ રહ્યા, તો જ તેવોને  ઇન્ટરનેટ સર્ચ અને તેમાંથી આવતા અનેક દુષણો (વાયરસ)થી આપણે બચાવી શકીએ . મે જવાબ આપ્યો બેટા, વીષ્નુ ભગવાનને ચાર હાથ છે, અને તને યાદ છે, બાળગીતામાં તને વંચાવ્યું હતું જ્યારે કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે તેમને પણ ઘણા હાથ હતા.

“હા મને બરાબર યાદ છે અને ત્યારે અમારા બાલ વિહારના(Sunday religious school for children) ટીચરે અમને તેનો અર્થ પણ સમજાવેલ એ પણ મને યાદ છે, એનો અર્થ ભગવાન મંદીરમાં કે આકાશમાં જ નથી ભગવાન તો  બધે જ છે જેમકે પાણીમાં, પશુ, પક્ષીમાં, ઝાડ પાનમાં બધે જ છે, જ્યારે પણ  મુશ્કેલી આવે ત્યારે આંખ બંધ કરી ભગવાનને યાદ કરીએ કે તુરત ભગવાન હેલ્પ માટે તૈયાર, અને આપણને માર્ગ બતાવે.”

“બીજુ શું કહેલું? યાદ છે?” “હા યાદ છે તેનો અર્થ એવો નહીં કે પરીક્ષા હોય તો પણ તમારે વિડીયો ગેમ જ રમવાની વાંચવાનું નહીં .લેશન કરવાનું વાંચવાનું ,ભગવાન પર વિશ્વાસ રાખવાનો જરૂર ભગવાન સાચી મહેનતનું સારું પરિણામ આપે જ.”

“વેરી ગુડ તને બધું યાદ છે”.

હવે માતાજીના હાથ વિષે વાત કરું માતાજીના હાથમાં જુદા જુદા વેપન છે જેના વડે મા જુદી જુદી દિશામાંથી આવતા ખરાબ તત્વોને આપણાથી દૂર રાખે છે, તેથી અંબા માને જગત જનની પણ કહેવાય છે, જે રીતે તારી મમ્મી તારું ધ્યાન રાખે છે,  તારા ફ્રેન્ડસ કોણ છે, તું કેવી બુક્સ વાંચે છે, કેવા મુવી જુવે છે વગેરે…  માતાજી આખી દુનિયાના બાળકોનું ધ્યાન રાખે છે, માતાજીમાં ખૂબ શક્તિ છે તેથી જ તે સિંહ જેવા પશુ પર આરામથી સવારી કરી શકે છે અને રાક્ષસોને મારી શકે છે.

માતાજીનું આ સ્વરૂપ જગતની બધી સ્ત્રીઓને શક્તિશાળી બનવાનું સુચવે છે.

તારી મમ્મી પણ શક્તિશાળી છે.

“સાચી વાત બા મારી મમ્મી ખૂબ શક્તિવાળી છે. મારી મમ્મી રોજ પાચ વાગે ઊઠે, અમારા બધા માટે ગરમ લંચ બનાવે, અમને ઊઠાડે, સાથે ડૅડી અને તેના માટૅ ચા બનાવે, અમારા માટૅ સીરીયલ દુધના બાઉલ ભરે, સેલ ફોન પર વાતો કરતી જાય લેબ ટૉપ પર ઇ મેલ પણ ચેક કરતી જાય, જવાબ આપતી જાય, ટેક્ષ મેસેજ જોય તેના પણ જવાબ આપે ,અમને ઇનસ્ટ્રકસન આપતી જાય ,દશ મિનીટમાં બ્રેકફાસ્ટ પતાવી બ્રશ કરવા જાવ, નાના ભાઇને સ્પુન પકડાવે મોઢું ખોલાવે આં કર, આં કર, હફા કર, આ બધુ મારી મમ્મી એકલી કરે. મારા ડેડ તૈયાર થઈને ચાનો કેરી ઓન મગ ઉપાડે, ન્યુઝ પેપર ઉપાડે, અમને બાય બાય કરે, ફ્લાય કીશ આપે, સી યુ બોલે ચાલતી પકડે,  અમે તેમને રીટર્ન ફ્લાયીંગ કિશ આપીએ તે જોવા પણ ન ઉભા રહે, મને મનમાં લાગી આવે મારા ડૅડી કેમ આટલી ઉતાવળ કરે છે!! એક દિવસ મારાથી બોલાય જવાયું મોમ ડૅડ does n’t care for us, મમ્મી તુરત બોલી બેટા he does care for you and that’s why He is working hard, so you can go to good collage. ચુપચાપ અમે ત્રણે ભાઇ બહેન ગાડીમાં ગોઠવાય જઇએ, મમ્મી મને હાઇસ્કુલમાં મુકે, અમરને મિડલ સ્કુલમાં મુકે ,બેબી બ્રધર મલયને પ્રાયવેટ નર્સરી સ્કુલમાં મુકે. ૯ વાગે બેન્કમાં પહૉંચી જાય. સાંજે અમને ત્રણે ભાઈ બેનને પીક અપ કરે, અમર how was your meth test? અમર જવાબ ન આપે, હું બોલુ,” મોમ આઇ ગોટ એ ઇન માય બાયો ટેસ્ટ”, આનિયા મે તને નથી પૂછુયું , “સોરી મોમ” “અમર વોટ્સ રોંગ?” “મોમ આઇ ગોટ બી, આઇ વીલ વર્ક હાર્ડ, નેક્ષ્ટ ટેસ્ટ આઇ વીલ ગેટ ઍ,”ધેટ્સ ઓકે આઈ વીલ હેલ્પ યુ ઇન હાર્ડ મેથ પ્રોબલેમ.”મલય ગોટ એક્સાયટેડ મમ્મી આઇ નો ૧ ટૂ ૧૦૦ એન્ડ હી સ્ટાર્ટૅડ વન ટુ થ્રી ફોર …..ટેન ટ્વેન્ટી થર્ટી ફોર્ટી ફિફ્ટી ..અમર અને હું હસવા લાગ્યા ..મલય રડતા રડતા  મમ્મી ધે આર લાફીંગ એટ મી” “આનિયા, અમર સ્ટૉપ ઇટ, સે સોરી ટુ યોર બેબી બ્રધર” અમે બન્ને સાથે સોરી મલય, સોરી મમ્મી.

“હા બેટા તારી મમ્મીએ  નાનપણથી જ ખૂબ હાર્ડ વર્ક કર્યું છે દર સમર વેકેસનમાં પાર્ટ ટાઇમ જોબ કરે, કોલેજ માટે પૈસા જમા કરે સાથે તેની હોબી આર્ટ અને મ્યુઝીક, તેના પણ ક્લાસ ભરે.”

“બા, મમ્મી અમને પણ વિક એન્ડમાં અમારી હોબીના ક્લાસ કરાવે છે ,અમને ત્રણેને મમ્મી વહેલા ઊઠાડે, ફેવરેટ પેન કેક બનાવે સાથે બ્રેકફાસ્ટ કરીએ, મને ભારતનાટ્યમના ક્લાસમાં મુકે અમરને બાસ્કેટ બોલ પ્રેકટીસમાં મુકે, નાના મલયને પિયાનો લેસનમાં મુકે અને ગ્રોસરી લેવા જાય. ડેડી અમને ત્રણેને પીક અપ કરે અમે બધા સાથે બોમ્બે બ્રેઝરીમાં લંચ લઇએ પછી ઘેર આવીએ.”

“તારા ડેડી વીક એન્ડમાં હેલ્પ કરે છે, સારું કહેવાય”શું સારું કહેવાય? આનિયાને તો આઠ હાથ જેટલી શક્તિ તેની મમ્મીમા છે તે વાત તેના  બાને કહેવી હતી  ડૅડી તેના પ્રમાણમાં કંઇ જ ન કહેવાય તેણે તો ચાલુ જ રાખ્યું   “તમને ખબર છે બા મારી મમ્મી બેન્કની ટ્રેનીંગ માટે એક મહીનો  ન્યુયોર્ક ગયેલી ત્યારે, મારા ડેડ અમને ત્રણે જણને તૈયાર કરવા અને સ્કુલમાં મુકવામાં હંમેશા લેટ પડતા, અને બા, ત્રણ વખત લેટ પડીએ એટલે એક એબસંટ ગણાય એ વર્ષે મને અને અમરને પરફેક્ટ અટેન્ડન્સનું સર્ટીફિકેટ પણ નહી મળ્યું.”

નીલા ગાડી પાર્ક કરી આવી

“મમ્મી ,આનિયા ગરબા કરવા લાગો અહી કેમ ઉભા છો”

“નીલા અમે તારી રાહ જોતા હતા, ચાલો”

“ચાલો અને ત્રણે જણા ગરબો જીલવા લાગ્યા

“મા શક્તિ નહીં તારી કળાય રે હો અંબિકા….મા શક્તિ નહીં

મા તું ચૌદ ભુવનમાં ગવાય રે હો અંબિકા

મા ઘટઘટમાં છો આપ બિરાજ્યા

મા વસતા ઉરમાં સદાય રે હો અંબિકા……..મા શક્તિ નહીં

આનિયાને શુક્ર, શનિ , રવિ મમ્મી અને બા સાથે ગરબા રમવાની ખૂબ મઝા પડી.

ડો ઈન્દુબહેન શાહ

હ્યુસ્ટન ટેક્ષાસ (યુ એસ એ)

 

 

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s