કાળી ટીલી

કાળી ટીલી- માઇક્રોફિક્શન

“હ્રદયાંશ, હ્રદયાંશ”,પ્રેરણા પથારીમાં બેઠી છે, તેણીની મોટી ખુલ્લી ચપળ આંખો ચકળ વકળ ઓરડામાં દશે દિષામાં ઘૂમી રહી છે..પતિ રોમિલ જાગી ગયો,”પ્રેરણા કોને બોલાવે છે?કોઇ દુઃસ્વપ્ન જોયું? કોને શૉધે છે?”, “રોમિલ ગઈ કાલે આપણે મારા નાનાનું ખંડેર મકાન જોયુંને..”  રોમિલઃહા જોયું તેનું અત્યારે શું છે!! “ત્યાં ક્યારેક એક આધેડ સ્ત્રીનું ભૂત ત્રણ-ચાર વર્ષના લોહી લુહાણ બાળકને હાથમાં લઈને રડે છે એવું આપણા ગાઇડ કહેતા હતા.. રોમિલ મને યાદ આવ્યું અમે ત્રણ મોટા બેન-ભાઇએ નાના હ્રદયાંશનું  ધ્યાન નહીં રાખ્યું!!!અમે બે બહેનો અને બૈજુ ત્રણે પાના રમવામાં મસગુલ હતા નાનો હ્રદયાંસ અંદર રૂમમાં સૂતો હતો અમારા ઘોંઘાટથી ઊઠ્યો મને પાના રમવું છે મને રમાડો..તુરત બૈજુ બોલ્યો તને ન આવડે જા નાનીમા તને ઢગલા બાજી રમાડશે. હ્રદયાંસ રડતો રડતો દોડ્યો નાનીમા પાસે નીચે રસોડા તરફ અને ધડ..ધડ.. અવાજ સાથે પડ્યો પથ્થરની લાદીમાં માથું અથડાયું અંદરની ધોરી રક્ત વાહીની તુટી કાન ગળા નાકમાંથી લોહી વહેવા લાગ્યું ..નાનીમાએ એક ક્ષણના વિલંબ વગર હ્રદયાંશને બે હાથમાં ઊચક્યો અને લઇ ગયા દવાખાને ડૉ. ધીરુકાકાએ તપાસ્યો..

નાનોભાઇ પાછો ઘેર નહીં આવ્યો…મારી મમ્મી અને નાનીમા ખાલી હાથ ઘેર આવ્યા મારી મમ્મી છાતીફાટ રુદન સાથે બોલે “મારા રામ-લક્ષમણની જોડી તે તોડી ભોળાનાથ તું આટલો કૃર!!!મારા નાનીમા પણ રડતા રડતા બોલે  મારા ભાણેજના લોહીની કાળી ટીલી મારા માથે..

“ના નાનીમા કાળી ટીલી તો અમારા ત્રણ મોટા બેન-ભાઇના માથે”…

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in માઇક્રોફિક્શન વાર્તા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s