મન છે તારું દર્પણ
જો રાખીશ સ્વચ્છને ઉજ્જવળ
હશે તેવું જ તુજ આચરણ
પ્રસિધ્ધ થઈશ તું ઝળહળ
મન છે તારું દર્પણ
જગને દેખાડીશ તું શું?
હશે ધુંધળું ભરેલ રજકણ
રાખ ઝરણા જળ સમ નિર્મળ
મન છે તારું દર્પણ
મન છે તારું દર્પણ
મન તારું કર્તા ફેલાવ પંખ
ઉંચે આકાશે ફરર ફર
કરી દૅ જગને સભર સભર
મન છે તારું દર્પણ
મન છે તારું દર્પણ
દેવતા ને દાનવ છે મન
મન કરે વિનાશ ને કરે સર્જન
મહિમા મનનો વિશાળ
મન છે તારું દર્પણ
સુંદર રચના.