મિત્રો,
નવરાત્ર શરુ થયા, નજર સમક્ષ સૌરાષ્ટ્રના શેરીના ગરબે ઘૂમતી બેનો દીકરીઓ આવી. મારી નાની બેન જે દુનિયા છોડી અકાળે પ્રભુને પ્યારી થઈ ગઈ, જેની સાથે મારી બે દીકરીઓ અને તેની દીકરી સુંદર શણગાર સાથે ગરબા ગાતી, હું મારા વ્યવસાયને કારણે હાજર ન રહી શકતી તો તે મારી દીકરીઓને તૈયાર કરી ને લઈ જતી. થોડી પંક્તિ તેની યાદ સાથે, તે આત્માને અર્પણ.
પુછું?
નિષ્ઠુર બની લઈ લીધી?
સૌથી નાની લાડકી બેની
ન કર્યો વિચાર તે મોટા નાનાનો?
માનું દયાળું તું ના જોય શક્યો વ્યથા
નિષ્ણાતો એ ધોયા હાથ છોડ્યું તુજ પર જ્યારે
બાહુ પ્રસરાવી લઈ લીધો જજુમતા જીવને ત્યારે
ખોળે તારે, પિડીત આત્મા સુખ શાંતિ સાચી પામશે
માન્યું, પી ગયા આંસુ, પ્રાર્થના કરી સૌએ સાથે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ…