પંચ તત્તવના પરચા

પંચ તત્ત્વના પરચા

ઓગસ્ટ અને સપટેમ્બર ૨૦૧૭ના મહિનામા આ બ્રહ્માંડના પાંચ તત્ત્વ આકાશ, વાયુ, વારી, અગ્નિ અને પૃથ્વીએ દુનિયાના ત્રણ, ચાર દેશોમાં જે તોફાન મચાવ્યા અને અસંખ્ય પશુ, પક્ષી, જળચર અને માનવીઓના ભોગ લીધા. ઓગસ્ટ મહિનો એટલે હિન્દુઓનો ધાર્મિક,મહિનો,(શ્રાવણ મહિનો) જે મહિનામાં કૃષ્ણ જન્મ થયો. જૈન ધર્મના પર્યુસણ પર્વનો મહિનો અને વધુમાં આ વર્ષે તો  ઇસ્લામ ધર્મનો રમદાન મહિનો પણ આ માસમાં શરુ થયેલ.
વિચાર આવ્યો ત્રણ ધર્મના સેંકડો માનવીઓએ  ધાર્મિક વિધી વિધાન કર્યા, ઉપવાસ કર્યા, રોજા કર્યા ધાર્મિક વાંચન કર્યું, તપષા કરી તેમ છતા બે પ્રચંડ વાવાઝોડા હાર્વિ અને ઇર્માએ અમેરિકાના બે રાજ્યોમાં કાળોકેર વર્તાવ્યો. ટેક્ષાસ રાજ્યમાં ચાર દિવસ ગાજ વિજ અને વાયુ સાથે મેઘ તાંડવ શરુ થયું, મુશળધાર વરસાદ,ચારે કોર જળબંબાકાર. હજારો જિંદગીને બોટમાં બેસાડી સલામત જગ્યા પર લઈ જવાયા. પોલિસ દ્વારા? રેડક્રોસ દ્વારા? આ સેવાઓ તો ખરી પણ તે પહોંચે તે પહેલા યુવાન હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થિઓ પહોંચી ગયા, સાહસિક તરવૈયાઓ ડૂબતા લોકોના આધાર બન્યા રેસક્યુ કર્યા, પોતાની કે પાડૉસીની જેની બોટ મળી તે લઈને પહોંચી ગયા. કોઈ સવાલ નહી હિન્દુ,મુસલમાન,યહુદી, ઇસ્માઇલી, કેથેલિક, પ્રોટેસ્ટન જે કોઈ માનવી હોય તેને મદદ કરવી એ એક જ માનવતાની ભાવના, ગ્રોસરી સ્ટોરમાંથી પાણીની બોટલો, બ્રેડ, પી નટ બટર જામ જેલી ટ્ર્ક ભરી ભરીને બેસિક જરૂરીયાતની વસ્તુઓ સ્વયંમ સેવકો અને સેવિકાઓ શેલટરમાં પહોંચાડવા લાગ્યા.

કેલિફોર્નિયા સ્ટેટની ભીષણ આગમાં થી જાનના જોખમે  લોકોને બચાવવાના કામ જે રીતે ટી વી પર જોયા.પોતાના દેશ અને દેશવાસીઓને તો બચાવ્યા પરંતુ કરેબિયન ટાપુ પર અને ફિલિપિન્સમાં પણ સ્વયંમ સેવકો પહોંચી ગયા અને તન મન ધનથી પોતાની સેવા આપી.

આ જોઈ ને સાંભળીને વિચાર આવ્યો. આ જડ પંચતત્વ પોતાનો પરચો બતાવે તેની પાછળ જરૂર કોઈ સંકેત છે.
હા જરૂર છે, આપણે આ પંચતત્વને આપણી જરૂરિયાત પ્રમાણે મુક્ત નથી રહેવા દીધા બાંધીએ છીએ હવાને એરકંડિસનમાં બાંધી, પાણીને બંધમાં, પૃથ્વીના ભાગલા પાડ્યા, એટલું જ નહી તેને પોતાની કરવા લડાય જગડા કર્યા, અરે નદીના ખળખળ વહેતા પાણી માટે પણ જગડા, બ્રહ્મપુત્રા નદી હિમાલયમાંથી નીકળી, તેનું નામ બ્રહ્મ હિન્દુ છતા તેના પર હિન્દુસ્તાનનો હક નહિ, પાકિસ્તાન અને ચિન બન્ને તેના પાણી માટૅ  જગડે છે.આ બધુ પંચતત્વથી સહન ન થતા પોતાનો પરચો બતાવે છે
પંચતત્વનું આપણું તન- મન બનેલું છે,હા પરંતુ તેની સાથે જીવંત ચેતના છે, જે આવા પ્રંસેગે સંવેદના રૂપે બહાર આવે છે અને આ પંચતત્વના બનેલ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયને માનવતાના કામે લગાડે છે.
 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in લેખ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s