પ્રેમ (Love)એટલે શુ?

        વોટ્સ લવ?પ્રેમ શું છે? તેનો જવાબ બે આત્મા વચ્ચે આત્મિયતા ભરપૂર જગ્યા, અંગ્રેજીમાં કહીએ તો it is a intimate space between two souls.બે આત્મા વચ્ચે પાસવર્ડ પ્રોટેકટેડ પ્રદેશ, જેનો પાસવર્ડ છે એ સી ટી (a c t) વિચારમાં પડી ગયાને! આ વળી શું! જોઇએ એ એટલે એટ્રેકસન,સી એટલે કન્સર્ન, અને ટી એટલે ટ્રસ્ટ બે આત્મા વચ્ચે આકર્શણ થાય એટલે બે વચ્ચે મૌન, અથવા વાણી કે હાવ ભાવથી વાર્તાલાપનો જન્મ થાય થોડા સમય પછી આ વાર્તાલાપ બન્ને આત્માને લાગણીના સેતુથી બાંધે અને બન્ને એક બીજાની સંભાળ (care) લેતા થઈ જાય, આ કેર શારીરિક તેમજ માનસિક બન્ને આવે. એકબીજાના મુડને પહેચાને તે પ્રમાણે વર્તે, જરાક શરદી ઉધરસ કે હેડએક જણાય તો તુરત તેનો ઈલાજ કરે માથુ દબાવે, ગરમા ગરમ મસાલેદાર ઉકાળો, હળદર નાખીને ગરમ દૂધ પીવડાવે. આજાતની કેર કરનાર વ્યક્તી અને કેર પ્રાપ્ત કરનાર વ્યક્તિ વિશ્વાસ કરતા થાય- ટ્રસ્ટ ડેવલપ થાય જ.ટ્રાવેલીંગ ટુ ગેધર થાય, બહારની દુનિયાનો પ્રવાસ ન પણ થાય છતા એકમેકની સાથે જિંદગીનો પ્રવાસ સાથે થાય. સમજાય ગયું એ(A) એટ્રેસન સી(c) care અને (T) ટ્રસ્ટ, ટુ ગેધરનેસ.

     આલબર્ટ આઇન્સ્ટાઈન ના સ્પેસ ટાઇમનુ સાયન્સ છે. જ્યાં અવકાશ અને સમય એકબીજા સાથે જોડાયેલા છે. ઍક વિસ્તરે ત્યારે બીજું સંકોચાય .એટલેજ પ્રેમમાં પેલી પ્રાયવેટ ઇન્ટીમેટ સ્પેસમાં જોડે હો ત્યારે ખબર નથી પડતી કે સમય ક્યાં પસાર થયો.

સી એમ લુઈસ બાળ સાહિત્યના પ્રખ્યાત લેખક.જ્યારે તેમના પત્નિ જોય બોન કેન્સરની બીમારીમાં ૧૩ જુલાય ૧૯૬૦માં ગુજરી ગયા ત્યારે તેમણે લગ્ન કરાવનાર પાદરીને પત્ર લખ્યો, એમાં લખેલું આમ જુઓ તો હું મુક્ત થયો, પરંતુ જુવાનીના વર્ષોમાં એ સમજાતું નથી હોતું કે આઝદી માટે ચૂકવવી પડતી કિંમત એ એકલતા છે, ખુશ રહેવા માટે કર્મ બંધનની જરૂર પડે છે! અલબત્ત લુઇસ અને જોય મોટી ઉંમરે પરણેલા, પરસ્પરના ઇમોસન સાથે ઇન્ટેલક્ચ્યુઅલ ફ્રીકવન્સી મેચીંગ પછી જ.

તો હવે કહી શકાય કે પ્રેમ એટલે પરસ્પરના સહવાસનું અનેરા સ્થાનનું સ્થાપન.આખા વિશ્વને ભૂલવાડી દેતું એક નવું વિશ્વ રચવાનો પડકાર એ પ્રેમ છે, એક બળ છે જીંદગીને ફના કરતા કરતા ફતેહના પગથિયા એક પછી એક પરસ્ચપરના પ્રેમ સાથે ચડતા જવાના.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ચિંતન લેખ, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s