પુરુષ તું માને સ્ત્રી અધૂરી તુજ વિના
સ્ત્રીએ પોષ્યો જન્મ દીધો કર્યો મોટો
ના ભૂલીશ સ્ત્રીને તું કદી
સ્ત્રીલીંગ જોડાયેલ છે તુજ સંગે
જન્મથી મૃત્યું સુધી
સૌ પ્રથમ વિદ્યાલયે વિદ્યા
યુવાનીએ કમાયો લક્ષ્મી
સુ પ્રભાતે ઊઠે જુએ ગગને ઉષા
થાક્યો ગૃહ ભણી જુએ સપ્તરંગી સંધ્યા
પોઢે તું થાકેલ નિષાએ
પહોંચે ગાઢ નિંદ્યામાં
ને જુએ સોહામણા સપના
પ્રૌઢાવસ્થાએ જાપ ગાયત્રીના
કરે પૂજા, વંદના,આરતી, શ્રધા સંગે,
ધરી ભાવના
વૃધ્ધાવસ્થાએ માંગે કરૂણા, મમતા
અંતકાળે પરમ આપે શાંતી
સમજ સ્ત્રીલીંગનો સંગ તું ભલા
દુનિયાની બધી સ્ત્રીઓને સમર્પિત
five comments in E mail
shaila munshaw
Mar 8, 2019, 10:18 PM (2 days ago)
Nice
Vishwadeep Barad
Sat, Mar 9, 9:51 AM (1 day ago)
to me
સુંદર અભિવ્યક્તિ!!
nd vyas says
Mar 9, 2019, 11:42 AM (1 day ago)
Very nice and appropriate
Purnima Shah says
Purnima Shah
Mar 9, 2019, 2:45 PM (21 hours ago)
to me
Very nice poem Induben.
Purnima
Thanks Vishwadeepbhai, Shailaben, Nitinbhai Purnimaben for your encouraging comments.
Prashant Munshaw કહે છે
Sun, Mar 10, 10:54 PM (10 hours ago)
to me
વાહ.