પંચ મહાભૂતમાં અગ્નિ

                                પંચ મહાભૂતમાં અગ્નિ
આ પંચમહાભૂતનું બનેલ જગતના માનવી, પશુ, પંખી,  જળચર પ્રાણી વગેરે.. હા આ બધામાં પાંચે તત્વોનું સરખું પ્રમાણ નથી, એ આપણે સહુ જાણીએ છીએ, સર્જનહાર ઉપરવાળો જેણે સહુનું સર્જન કર્યું અને  સંચાલન કરે છે અને સંહાર પણ એજ કરશેને. હાસ્તો જે પોશતું તે મારતું એવો  દીશે ક્રમ કુદરતી બરાબર. સવાલ આ પાચ તત્વોમાં  સહુથી વધારે મહત્તવનું તત્વ ક્યું? આકાશ,વાયુ અગ્નિ ,પાણી કે પૃથવી?વિચાર કર્યો અગ્નિનું મહત્વ વિષૅશ. તમને થશે શા માટે? જણાવું. સૂર્ય ગરમી આપે છે, તેનાથી દરિયાના પાણીનું બાષ્પિભવન થાય છે વાદળ બને છે વરસાદ વરશે છે,પૃથ્વી ભીની થાય છે ખેડુતે વાવેલ બી ઊગે છે અનાજ, ફ્ળ શાકભાજી બધી આપણી તથા પશુ પક્ષીની જરૂરિયાતો પ્રાપ્ત થાય છે.બીજું કારણ શિયાળીની કડકડતી ઠંડીમાં હોમલેસ સૂકા લાકડાનું તાપણું કરે છે અગ્નિ તેમને બચાવે છે.અગ્નિ વગર રસોઇ પણ સક્ય નથી, આપણે રાંધેલુ અનાજ જ પચાવી શકીએ પશુ ,પક્ષી કાચુ ખાય શકે.
રિગવેદમાં અગ્નિનું મહત્વ દર્શાવેલ છે અને ઘણા શ્લોક લખાયેલ છે જે અગ્નિપુરાણમાં પણ ઉપલબ્ધ છે.
એક શ્લોક
यद् अग्न दाशुषे त्वम् अग्ने भद्रं करिष्यसि
तवेत्त्सत्यमम् अग्निरः
આપણા ઋષિ મુનિઓ ધાર્મિક વિધી અગ્નિ પ્રાગટ્યથી પ્રારંભ કરતા. જનોયની વિધી, લગ્નની વિધી તથા મૃત્યું ની વિધી બધી વખતે અગ્નિ પ્રાગટ્યની પ્રથા આજે પણ છે.

આધુનિક યુગની વાત કરીએ તો વિજળી એ પણ અગ્નિનો જ પ્રકાર, વિજળી જાય તો  આપણે ખૂબ હેરાન થઈ જઈએ છીએ અને અત્યારે આ ગરમીમાં વિજળી જ આપણને એરકંડીસ બેડ રૂમમાં સુખની નિન્દ્રા આપે છે, પંખા પણ વિજળી વગર ઠપ. અને ઠંડીમાં વિજળીથી જ હીટૅડ બેડરૂમમાં સુખેથી પોઢી શકીએ છીએ.

આપણે બધાએ શીવ-મહાદેવના ત્રીજા નેત્રની વાતો સાંભળી છે, તે નેત્રના અગ્નિથી પૃથ્વિ ક્ષણમાં ભષ્મિભૂત થઈ જાય. શિવજી ખૂબ દયાળુ છે એવું થાય નહી. અગ્નિનું મહત્વ જાણ્યું. તમને વિચાર આવશે હવા પણ એટલી જ જરૂરી છે, હા હવામાં પ્રાણવાયુ છે માટે જરૂરી છે, તે વાત ફરી ક્યારેક.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ચિંતન લેખ, સ્વરચના. Bookmark the permalink.

1 Response to પંચ મહાભૂતમાં અગ્નિ

 1. pragnaju કહે છે:

  સુ શ્રી ઇન્દુબેનનો અભ્યાસપૂર્ણ લેખ-પંચ મહાભૂતમાં અગ્નિ
  આ બ્રહ્માંડમાં અંતરીક્ષ, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ વગર આપણું અસ્તિત્વ શક્ય નથી.અગ્નિ આપણને અનુરૂપ થઇ જીવાડે છે પણ વધી જાય તો ભસ્મ કરી નાખે છે. વાયુ શ્ર્વાસોચ્છવાસ તે અગ્નિની જ દેન છે. શરીરમાં ખોરાક પચાવવાનું કામ પણ અગ્નિ જ કરે છે. અગ્નિ આપણા પેટમાં છે, બહાર છે, સર્વત્ર છે. અગ્નિ, પાણી અને બરફના તેના સ્વરૂપને હાઇડ્રોજન અને ઑક્સિજનના મૂળરૂપમાં ફેરવી શકે છે જે છેવટે પદાર્થ, ઊર્જા અને અંતરીક્ષ છે. અગ્નિ પોતે ઊર્જા અને અંતરીક્ષ છે. અગ્નિને પોતાને બળવા માટે વાયુઓની ઑક્સિજનની જરૂર પડે છે.
  . સૂર્ય પોતે જ અગ્નિ છે. તે મહાસાગરના પાણીની વરાળ બનાવી તેને આકાશમાં લઇ જાય છે. છેવટે તે ઠંડી પડતાં વળી પાછી પાણીના સ્વરૂપે, વરસાદરૂપે પૃથ્વી પર પાછી ફરે છે. ખાતર પણ છેવટે પ્રવાહી થઇને વનસ્પતિ જગતને પોષે છે. ગીતામાં શ્રીકૃષ્ણે પાંચ હજાર વર્ષ પહેલાં જે કહ્યું છે તે આપણને આશ્ર્ચર્ય પમાડે છે, તે આપણને ગૂઢ વિજ્ઞાનની વાત કરે છે, બ્રહ્માંડના રહસ્યની વાત કરે છે. શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે :
  અહં વૈશ્ર્વાનરોભૂત્વા પ્રાણીનામ્ દેહમાશ્રિત:
  પ્રાણ યાન સમાયુક્ત પચામ્યનં ચતુર્વિધમ્ ॥ શ્રીકૃષ્ણ કહે છે કે પ્રાણીના દેહમાં અગ્નિસ્વરૂપે હું વસેલો છું અને શ્ર્વાસોચ્છવાસ દ્વારા જાત જાતના ખોરાકો પચાવું છું. આ દર્શાવે છેકે આપણા દેહમાં અગ્નિ છે. શ્ર્વાસોચ્છવાસની ક્રિયા પણ અગ્નિ છે અને અગ્નિરૂપે-બ્રહ્મ સર્વત્ર છે.
  લોખંડ કે કોઇ પણ ધાતુને ગરમી લાગે ત્યારે તે પ્રવાહી રૂપ જ બને છે,
  ॐ अ॒ग्निमी॑ळे पु॒रोहि॑तं य॒ज्ञस्य॓ दे॒वमृ॒त्विज॑म् ।होता॑रं रत्न॒धात॑मम् ॥
  अग्निः पूर्वेभिरृषिभिरीड्यो नूतनैरुत ।स देवाँ एह वक्षति ॥
  अग्निना रयिमश्नवत् पोषमेव दिवेदिवे ।यशसं वीरवत्तमम् ॥
  अग्ने यं यज्ञमध्वरं विश्वतः परिभूरसि ।स इद्देवेषु गच्छति ॥
  अग्निर्होता कविक्रतुः सत्यश्चित्रश्रवस्तमः ।देवो देवेभिरा गमत् ॥
  अग्निमीळे पुरोहित यज्ञस्य देवमृत्विजम् । होतारं रत्नधातमम् ।।
  अग्नि: पूर्वेभिर्ऋषिभिरीडचो नूतनैरुत । स देवां एह वक्षति ।।
  अग्निना रयिमश्नवत् पोषमेव देवेदिवे । यशसं वीरवतत्तमम् ।। ।
  अग्ने यं यज्ञमध्वरं विश्वत: परिभूरसि । स इद् देवेषु गच्छति ।।
  अग्निर्होता कविस्मृ: सत्यश्चित्रश्रर्वस्तम: । देवो देवेभिरा गमत् ।।
  यदङ्ग: दाशुषे त्वमग्ने भद्रं करिष्यसि । तवेत् तत् सत्यमङ्गिरः ।।
  उप त्वाग्ने दिवेदिवे दोषावस्तर्षिया वयम् । नमो भरन्त एमसि ।।
  जन्तमध्वराणां गोपामृतस्य दीदियिB । वर्धमान स्वे दमे ।।
  स नः पितेव सूनवेऽग्ने सूपायनो भव । सचस्वा नः स्वस्तये ।।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s