અઠવાડીયું થયું રોજ રાતના બે-ત્રણ વાગતા રેણુકા ઝબકીને જાગે હેમ.. હેમ..બૂમ પાડે, પરસેવે રેબ ઝેબ..રવિ જાગી જાય, રેણુકાને સાંત્સ્વત કરે, “રેણુ શું થયું? અહીં કોય નથી આપણે બેજ છીએ હેમ ..હેમ શું? અહીં તો હેમેય નથી ને રજત પણ નથી, હેમ તો મને પણ જોવું ગમે હો હું તો જો મને દેખાય તેવું લઈ જ લઉ બૂમ બરાડા ના પાડું, બૂમ બરાડા પાડીયે તો બાજુવાળા સી.પી. એ ને ખબર પડે અને સવારના મારી સાથે પાર્કમાં ચાલતા ચાલતા મને પૂછે હાય રવિ, હાવ મચ ગોલ્ડ યુ હેવ? તો મારે જવાબ આપવો ભારે થઈ પડે, પણ હું માનું છું તારા આ સપના સાચા પડશે અને આ દિવાળી પર આપણે જરૂર ૧૦૦ ગ્રામ ચાંદી અને તારા માટે સરસ નેકલેશ લઈશું. અત્યારે પાણી પી ને સૂઈ જા ડાર્લિંગ બોલી રેણુકાને પથારીમાં બેઠી કરી પાણી પીવડાવ્યું રેણુકાના રૂપાળા મુખ પર મેઘવર્ણીય વિશાદના અશ્રુ છાંટણા છવાયેલ, રવિની રમુજી વાત પર વિજના ઝબકારા જેવું સ્મીત ફરક્યું,રેણુકા પોતાની બાલિશતા પર શરમાય રવિની વિશાળ છાતીમાં મુખ છુપાવી બાથ ભરી, રવિ સ્નેહ નીતરતા હાથે તેણીની પીઠ પ્રસરાવતો રહ્યો, બન્ને એકબીજાના બાહુમાં ઘસઘસાટ ઊંઘી ગયા.
સવારે બન્ને ઊઠ્યા રાતની વાત ભૂલી પોતાના રુટીન વ્યવહારમાં વ્યસ્ત થઈ ગયા, રેણુકાએ બન્ને બાળકોને ઊઠાડ્યા છ વર્ષની આર્યા અને ચાર વર્ષનો અજય, આર્યા ૧લા ધોરણમાં અને અજય કિન્ડર ગાર્ટનમાં બન્નેના લંચ બોક્ષ તૈયાર કર્યા, બ્રેકફાસ્ટ કરાવ્યો, રવિ તૈયાર થઈને આવી ગયા “લેટ્સ ગો કીડ્સ આર યુ રેડી?” “યસ ડેડ લેટ્સ ગો” રેણુકાએ રવિની ચા કેરી ઓન મગમાં ભરીને તૈયાર રાખેલ રવિએ મગ લીધો. બન્નૅ બાળકોએ મમ્મીને હગ આપી “બાય મોમ” “બાય બેટા”નાનો અજય “મોમ યુ કમ અર્લિ આઇ ડોન્ટ લાઇક ટુ સ્ટે વિથ મિસ માયા સી ઇઝ વેરી મિન સી વોન્ટ લેટ મિ ડ્રો સી ટેક અવે માય ક્રેઓન્સ એન્ડ ફોર્સ મી ટુ ટેક નેપ,” અજય સી ઇઝ નોટ મીની નેપ ઇઝ ગુડ ફોર યુ, આઇ વિલ ટેલ હર ટુ ડે નોટ ટુ ફોર્સ યુ.” “થેંક્યુ મમી આઇ લવ યુ,”
“આઇ લવ યુ ટુ.” બોલી તૈયાર થવા ગઈ,
અમેરિકામાં એલિમેન્ટરી સ્કૂલમાં આફ્ટર સ્કૂલ પ્રોગ્રામની સુવિધા હોય છે. સાંજના છ વાગ્યા સુધી બાળકોને રાખે, મોટા બાળકોને હોમ વર્ક કરાવે નાના બાળકોને નેપ લેવડાવે,સ્ટૉરી બુક વંચાવડાવે અથવા અજય જેવાને ડ્રોંઇંગ કરવું હોય તો કરાવડાવે. કોઈ બાળકોના પેરન્ટ ૫ વાગે લેવા આવે તો કોઈ બાળકોના પેરન્ટ છ વાગે લેવા આવે.મામુલી ફીમાં મિડલ ક્લાસ ફેમિલીને માટે આ સગવડ આશીર્વાદ સમાન.રેણુકાનો જોબ બેન્ક્માં ૮ થી ચારનો, ૫ વાગે બન્ને બાળકોને પિક અપ કરીને ઘેર આવે,બન્નેને દૂધ નાસ્તો આપે, સાજની રસોય કરે, શનિ-રવિની રજામાં લગભગ આખા અઠવાડિયાનું ડીનર કરી રાખેલ હોય એકાદ વસ્તુ માય્ક્રોવેવમાં કરવાની હોય તે મુકી દે, બાળકોને અઠવાડિયામાં બે વખત દેશી ખાવાનું બાકીના ત્રણ દિવસ તેમને જે ખાવું હોય તે બનાવી આપે, પાસ્તા, નુડલ્સ ,મેકરોની ચિસ વગેરે. છ વાગતા રવિ પણ ઘેર આવી જાય, ૭ વાગે બધાએ સાથે ડીનર લેવાનું.ડિનર પછી રવિ બન્ને બાળકોને હોમ વર્ક બાકી હોય તે કરાવે, રેણુકા બધાના લંચ તૈયાર કરે, બન્નેને બાથ આપે સુવડાવે,આર્યા સ્ટોરી બુક વાંચે,અજયની સાથે ડૅડી ડીઝની સ્ટોરી બુક વાંચે, બન્ને સુઈ જાય પછી બન્નેના રૂમમાં લાઇટ બંધ કરી નાઈટ લેમ્પ ચાલુ કરી નીચે આવે એકાદ કલાક ટીવી જોવે કે વાતો કરે. રવિ –રેણુકાનો એવરેજ અમેરિકન મિડલ ક્લાસ ફેમિલીનો સુખી સંસાર કહીએ તો જરા પણ અતિસ્યોક્તિ ન ગણાય. બન્ને સમજીને કામ કરે,જરા પણ મોટા સાદે પત્નિએ પતિને કામ માટે કહેવું નહી પડે, અરે બાળકોપણ એકદમ કહ્યામાં,મમ્મી બોલે ‘આર્યા-અજય ગો અપ સ્ટેર ગેટ રેડી ફોર બાધ,’‘ યસ મોમ’ અને બન્ને ઉપર પહોંચી જાય,પાછળ મમ્મી અથવા ડૅડી જે ફ્રી હોય તે જાય.
દિવસ આટલો સરસ પસાર થાય રાત પડે,રવિ-રેણુકાને બાથમાં લે બન્ને પ્રેમ રસમાં એક બીજામાં સમાય જાય, રાતના ત્રણ વાગ્યા રેણુકાનો એજ ગભરાટ હેમ..હેમ.. એજ રીતે રવિ રમુજી વાત કરી રેણુકાને સાંસ્વત કરે.
રવિને રોજ વિચાર આવે ‘આવું તે હોય !આખો દિવસ આટલું સરસ કામ કરે અને રાત્રે ત્રણ વાગે જ ગભરાય હેમ..હેમ..આ હેમનું રહસ્ય જાણવું પડશે, પણ કેવી રીતે? મારે તેને સ્પેસ્યાલિસ્ટ પાસે લઈ જ જવી પડશે નક્કી કર્યું.
આજે ઓફિસ પહોંચ્યો કે તુરત તેના ખાસ દોસ્ત આદિત્ય સાયકોલોજીસ્ટને ઘેર ફોન જોડ્યો “હલો ડો. આદિત્ય””યસ સ્પિકીંગ” “આદિત્ય હું રવિ તારો દોસ્ત”
“રવિ યાર આટલા વર્ષે યાદ કર્યો બોલ શું ખબર છૅ?”
“રવિ મારે તારી સાથે મારી પત્ની વિષે વાત કરવાની છે, તને આજે સમય છે?”
“શું થયું છે ભાભીને? “
“ફોન પર નહિ તું મને સમય આપ તારી ઓફિસમાં બેસીને વાત કરીએ,”
“ભલે આજે લંચ ટાઇમમાં આવ ૧૨ વાગે, સાથે લંચ લઇશું,”
“સારુ ૧૨ વાગે મળું છું બાય”
“ઓકે બાય”
રવિ આદિત્યની ઓફિસે ગયો બધી વાત કરી. આદિત્યએ વાત સાંભળી પુછ્યું
“ભાભીને આવા સપના શરું થયા તે પહેલા ભાભી ક્યાં ગયેલા તને યાદ છે”
“હા અમે ચારે જણા જુલાઇ મહિનામાં ઇન્ડીયા ગયેલ ત્યાં રાજસ્થાન અને ગુજરાતમાં ૧૦ દિવસ ફરવા ગયેલ, આર્યા અને અજયને અમારા બન્નેની બર્થ પ્લેશ જોવાનો આગ્રહ હોવાથી, મારી બર્થ પ્લેશ અમદાવાદની પોળ બતાવી, રેણુકાની બર્થ પ્લેશ લીમડી તેના મોસાળમાં એટલે અમે એક દિવસ માટે લીમડી ગયા તેના નાનાજીનું ઘર બતાવ્યું, મારા પોળના ઘર કરતા ઘણું સરસ એક માળનું મોટું મકાન, બન્ને બાળકોના આગ્રહને વસ થઈ અમે અંદર ગયા અત્યારે તો રેણુકાના ભાઇએ મકાન તેના પિત્રાય મામાને વેંચી દીધેલ તેઓ પણ હાલ મુંબઈ એટલે મકાનમાં નીચે ભાડુઆત હતા ઉપરના બે ઓરડા બંધ હતા ઓસરી ખુલ્લી હતી, ભાડુઆતભાઇ અમને નીચેના ઓરડા બતાવ્યા ઉપર નહી આવ્યા, તમે જાવ, મેં કુતુહલવશ પુછ્યું કેમ ઉપર નહી આવો? બોલ્યા “ના ત્યાં તો આ પહેલાના ભાડુઆતે એક બુઢ્ઢીબાઇ હાથમાં તેડૅલા બાળક સાથે જોઈ છે,ત્યારથી ઉપરના ઓરડા કોઈ ભાડૅ લેતા નથી, જોકે અમે કોઇએ ભૂત જોયું નથી,અને અમે ઉપર જતા પણ નથી,””આ સાભળતા જ રેણુકાનો ચહેરો બદલાઇ ગયો આંખો પહોળી થઈ, ગભરાય ગઈ બોલી રવિ ચાલો પાછા ઉપર નથી જવું, પણ તું તો જાણે છે નાનપણથી હું ભૂતની વાર્તાઓ વાંચુ મને જરા પણ ડર નહી,એટલે મે રેણુકાનો હાથ પકડ્યો અરે અહી સુધી આવ્યા અને આખું મકાન જોયા વગર જવાતું હશે? ધોળે દિવસે કોઇ ભૂત ના હોય,બાળકોએ પણ સુર પૂર્યો મમ્મી ડેડ ઇસ રાઈટ લેટ્સ ગો અને રેણુકાનો બીજો હાથ બાળકોએ પકડ્યો અને અમે ચારે ઉપર ગયા,જોકે તુરત નીચે આવી ગયા અવાવરું હોવાથી ધૂળ ઘણી હતી,બીજે દિવસે અમારી ફ્લાયટ હતી એટલે અમદાવાદ આવી તૈયારીમાં અમે બેઉ બીઝી થઈ ગયા,અહી આવ્યા શનિ- રવિ બાળકોની સ્કૂલની તૈયારીમાં ગયા સોમવારની રાતથી આ સ્વપના શરું થઈ ગયા છે, તને શું લાગે છે આવું હોય શકે?”
“હા હોય શકે ભાભીએ નાનપણમાં તેમના મોસાળમાં કોઈનું અકસ્માતથી અકાળે મૃત્યું જોયેલ છે,જેની છાપ તેમના સુશુપ્ત મગજમાં પડેલી છે, તે સ્થળ જોવાથી જાગૃત થઈ, આવું બને કાલે તું ભાભીને લઈ આવ તેમને હિપનોટાઇઝ કરી વાત કઢાવીશ અને ભય કે ગીલ્ટ જે કાંઇ હશે તે દૂર થઈ જશે,”
“તું તો યાર બહુ કોનફિડન્સ સાથે બોલે છે!”
“કારણ મેં આવા ઘણા કેશ જોયા છે,”
“સરસ કાલે શનિવાર છે, તું કામ કરે છૅ?”
“યાર ડો. ને બધા વાર સરખા અને તારા માટે શનિવાર શું? રવિવારે પણ કામ કરવામાં વાંધો ન જ હોય,”
“ભલે કાલે આવી જઉ છું.”
શનિવારે સવારના રવિએ રેણુકાને વાત કરી હનિ આજે નવ વાગે આપણે મારા મિત્ર આદિત્યને ત્યાં જવાનું છે મેં તારી ઍપોઇન્ટમેન્ટ લીધેલ છે, તારો ભય દૂર કરશે,”
“મને શેનો ભય?”
“સોરી તારો ભય નહી તારા સ્વપ્ના દૂર કરશે,અને મારા ઉજાગરા,”
“ભલે આવીશ, પણ આર્યા-અભયને કોણ રાખશે?”
“હું રાખીશ બધા સાથે જઈશું.”
ચારેય જણા ૯ વાગે ક્લિનિકમાં પહોંચી ગયા.આદિત્યએ તુરત રેણુકાને અંદર લીધી બાળકોને ટી વી કાર્ટુન મુકી આપ્યા,અભય કાર્ટુન જોવામાં વ્યસ્ત થઈ ગયો આર્યાએ પુછ્યું ‘ડેડ વોટ્સ રોંગ વીથ મોમ ?”
“બેટા મમ્મીને રોજ રાત્રે હેડ એક થાય છે ને, ડો અંકલ વીલ રેમુવ ધેટ”
“ઓ કે,”
ઇનોસન્ટ બાળકો કુતુહલતાથી સવાલ પૂછે, યોગ્ય જવાબ મળે સંતોષ પામે.
રેણુકા સરળ હોવાથીતુરત હિપ્નોટાયઝ થઈ ગઈ. આદિત્યએ પ્રશ્નોત્તરી શરું કરી
સોનાનો નેકલેશ બતાવ્યો” ભાભી તમને સ્વપ્નમાં આ દેખાય છેને?”
“નારે મારી પાસે ઘણા નેકલેશ છે મને તો મારો ચાર વર્ષનો સૌથી નાનો ભાઇ હેમ દેખાય છે, હું સૌથી મોટી મેં તેનું ધ્યાન નહી રાખ્યું, મામાના ઘરના દાદર પરથી પડી ગયો, મારા નાનીમા રસોય પડતી મુકીતુરત ડો પાસે લઈ ગયા,ડો બચાવી નહી શક્યા મારા નાનીમા રડતા,રડતા બોલતા’તા ,મારા ઘેર ભાણેજના મૃત્યુંની કાળી ટીલી, વાંક મારો હતો મેં ધ્યાન નહી રાખ્યું કાળી ટિલી મારા માથે.”
“રેણુકા કાળી ટીલી કોઈના માથે નહી, એ જ તો એની ડેસ્ટીની હતી, તારો ભાઇ તને બહુ વ્હાલો હતોને”
“હા ડો. મેં જ એને મોટો કરેલ મારા મમ્મી તો તેના જન્મ પછી માંદા રહેતા હતા અને એ બે વર્ષનો હતો ને જતા રહ્યા,મારો હેમ મને બહુ જ વ્હાલોહતો,”
“હોય જ ને હેમ નેપણ તું બહુ વહાલી હતી એટલે એ તારે ત્યાં તારો અજય બનીને આવ્યો,”
“અરે વાહ! મારા મોટાભાઈએ પણ મને અજયને જોયને કહેલ રેણુ આ તો એકદમ હેમ જેવો જ લાગે છે, તમારી વાત સાચી મને મારો હેમ મળી ગયો,”
“ગુડ હવે અજય સાથે વાતો કરવાની હેમને ભૂલી જવાનો”
“સાચી વાત મારો અજય જ મારો વ્હાલો દીકરો,.”
રેણુકાને હિપ્નોસિસમાંથી બહાર લાવી બે ક્લાકમાં બધુ પતી ગયું,બધા સાથે બોમ્બે પેલેસમાં લન્ચ લેવા ગયા. ભૂત પિચાસમાં નહી માનવા વાળો રવિ પણ માનતો થયો “આવું પણ હોય!”..
સત્યહકીકત જેવી સ રસ વાર્તા
સામાન્ય રીતે તાંત્રિકો એક્ટર, મનોવિજ્ઞાનના જાણનાર અને હિપનોટાઇઝ એક્સપર્ટ હોય છે. તેમને લોકોની દૂખતી નસ ખબર પડી જાય એટલે તે ત્યાં સુધી તેમને ઉલ્લૂ બનાવે જ્યાં સુધી તમે નાણાંનો વરસાદ આ બાબાઓ પર કરી શકે. ગામાના ઓછું ભણેલા અને ભોળા લોકોને તો આ લોકો ઉલ્લૂ બનાવે જ છે ધણીવાર શહેરના ભણેલા અને સારા ઘરના લોકો પણ તેમના ચક્કરમાં પડી જતા હોય છે. અમે તેવું નથી કહેતા કે પૂજા કરવી ખોટી વાત છે. અમે ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે અનેક ઢોંગી બાબાઓ તેનો ગેરફાયદો ઉઠાવે છે અને અપરાધ કરે છે.ઘણા દર્દોની સારવાર ઝેરી દવાઓ વગર કરી શકાય જાતે પણ હિપનોટાઇઝ થઇ સારા થવાય છે
37:37
NOW PLAYING
Hypnotherapy for Relaxation [Hindi]
The Astro Junction
•
349K views
11 months ago
Feeling tired ? Feeling depressed ? Feeling negative ? If your answers to any of these questions is “Yes” then listen to this ..
પ્રજ્ઞાજી,
આભાર આપનો, આપના પ્રતિભાવથી ઘણું જાણવા મળ્યું.
પિંગબેક: “આવું પણ હોય!”..ડૉ ઈંદુબેન શાહ | સહિયારું સર્જન – ગદ્ય
આભાર,સહિયારું સર્જન સંપાદકનો