પોતાને જે સમજી નથી શક્યા
બીજાને એ શું સમજી શકવાના?
અહીથી તહી નીત નવી પિછાણ શોધે
નહીં મળે પોતાનું લોહી ક્યાંય જગતમાં
બીજાને જાણવામાં વિતી જિંદગી
ખુદનાને ના જાણી શક્યા
અહંકાર ટકરાયા કરશે તેથી શું?
તૂટશે નહીં લાગણીના તાણાવાણા
ડાંગે માર્યા પાણી કદી ન થાય જુદા
લોહીની સગાઈ હૈયેથી છૂટી ન પડે
સંપત્તિના જોરે ખરીદાશે ઘણું
નહી ખરીદાય પ્રેમ લાગણી સાચા
અંતકાળે લોહીની સગાઈ યાદ કરતા
ભેટ્યા વહી લોહીની સગાઈ અશ્રુધારે
સુંદર, પણ ઇગો શબ્દને બદલે અહંકાર શબ્દ રાખ્યો હોત તો વધુ યોગ્ય રહેત એમ મારુ માનવું છે. પૂર્વી
આભાર પૂર્વીબેન,સાચી વાત,