ચકલીની નજર

           નીમા અને તેની ૫ વર્ષની પૌત્રી ઈવા રોજ સવારે બેક યાર્ડના હીંચકા પર  બેસે પક્ષીને ચણ નાખે કેવા મજાના પક્ષી આવે જુદા જુદા રંગની ચકલીઓ, કબુતર તેતર કોઇકવાર કાગડા પણ આવી જાય, શાળાઓ બંધ, મોલ બંધ  ક્રિયાગણો, સ્વિમીંગ પુલ બધુ જ બંધ, કોવીડ ૧૯ નો કર્ફ્યુ ફરજીયાત ઘર કેદ! દિવસ પસાર કેમ કરવો? સવારના ચા નાસ્તો પતાવી અમે બન્ને હીચકા પર અને દાદા તેમનું હ્યુસ્ટન ક્રોનિકલ વાંચે અને ટી વી ફોક્ષ ન્યુઝ ચેનલ શરુ કરીદે. આમ અમારો દિવસ શરુ થાય. દીકરો-વહુ તેમના કામે જાય.
આજે રોજના નિયમ મુજબ બહાર હિંચકા પર બેઢા બધા પક્ષીઓ પાંખો ફફડાવતા આવ્યા  આનંદથી દાણા ચણવા લાગ્યા. ઈવાનું ધ્યાન વંડી પર બેઠેલ બે કાળી ચકલી પર ગયું બોલી “બા જુઓ આ બે ચકલી દાણા ચણતી નથી આકાશ તરફ નજર માંડી બેઠી છે, બા તેના મા-બાપ કોરોના વાયરસથી મરી ગયા હશે?”
“ના બેટા કોરોના વાયરસનો રોગ માણસોને જ થાય પષુ -પક્ષીને ન થાય,”
“તો પછી કેમ દાણા ચણવાને બદલે ઉદાસ ચૂપ ચાપ બેઠી છે?”
” બેટા આ બે દેવ ચકલી ઉપર જોઈ માણસ જાતી માટે પ્રભુને પ્રાર્થના  કરે છે કોરોના વાયરસ રોગ થતો અટકાવ ,જેને થયો છે તેઓ બધાને જલ્દી સારા કરી દે,”
“બા હું પણ રોજ સવારે પ્રાર્થના કરીશ અને મારી બધી બહેનપણીઓને ફોન કરી કહીશ બધા પ્રાર્થના કરો.”
“સરસ બેટા ઈશ્વર નાના બાળકોની પ્રાર્થના જરૂર સાંભળશે ચાલો તડકો થયો અંદર.”

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ટચુકડી વાત, સ્વરચના. Bookmark the permalink.

9 Responses to ચકલીની નજર

 1. Dinesh jani કહે છે:

  This is a good story.can be included in text book for children

 2. સરસ વાર્તા. ચકલીના માધ્યમથી માનવજાતને સંદેશ.

 3. Dr Induben Shah કહે છે:

  સરસ વાત લઈને આવ્યા છો.
  ‘કોઈવાર કાગડા પણ આવી જાય!’ એ ઉમેરીને તમારી ટૂંકી વાર્તા વધારે દીપી ઉઠે છે.
  ધન્યવાદ સાથે અભિનંદન.
  શ્રી ચિમનભાઇનો ઇ મેલ દ્વારા પ્રતિભાવ

 4. Dr Induben Shah કહે છે:

  Saryu Parikh
  11:28 AM (2 hours ago)
  ચકલીઓની વાત અને બાળપણની યાદ. Saryu Parikh સરયૂ પરીખ

 5. Minu bhatt કહે છે:

  સુંદર, તમારી ભાવના અને તમારી કલ્પના. 🙏

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s