આજ ફરવા નીકળી રસ્તા સુમસામ
પંખીઓ ઊડે ફરફર નહીં કોઇ ચિંતા
ઘડીક રસ્તા પર ચરવા ઉતરે નીચે
નથી મોટર ગાડી કે ટ્રકનો ઘોંઘાટ
મરજી પડે ઉડે ઉંચે ઉંચે આકાશે
થાકે વૃક્ષની ડાળીએ બેઠા સહુ સાથે
ડૉલતી ડાળીઓ પવન સંગે રમતી રમત
ઝુલી રહ્યા છે વિહંગો ડાળીઓ સંગે
તળાવમાં તરી રહ્યા બતકના કુટુંબ
સ્વેત હંસની જોડી મહાલતી સાથે
નથી તીર કામઠા પથ્થરનો ભય
બગલો ભગત કાંઠે ઉભો બંધ આંખે
માછલીઓ તરી રહી છે નિશ્ચિંત
નથી જાળ પાથરી બેઠા કોઈ કાઠે
ખિલ્યા વિવિધ રંગી પુષ્પો કમળના
રાહ જોતા ભ્રમર ઉડી આવી બેસે
ઘડીક બેઠી બાંકડે શાંત ચિત્તે
ભીતરે જોઈ મુજને આજ મને
“ઘડીક બેઠી બાંકડે શાંત ચિત્તે
ભીતરે જોઈ મુજને આજ મને”
Thanks Vimlaben