રીનાના પપ્પા

“મમ્મી બધાના પપ્પા ઘેરથી કામ કરે છે મારા પપ્પા કેમ રોજ જોબ પર જાય છે?”
“બેટા તારા પપ્પા પોસ્ટ ઓફિસમાં કામ કરે છે બધાને મેલ પહોંચડવી પડે ને? ”
“મમ્મી પપ્પા માસ્ક મોજા ગાઉન બધું પહેરીને તો જતા નથી! ”
” બેટા બધુ ગાડીમાં હોય છે બધું પહેરીને હોફિસમાં જાય છે ઘરમાં નથી લાવતા     આપણી સેફ્ટી માટે,”
“પપ્પા આપણું બહુ ધ્યાન રાખે છે  પણ મને એમની ચિંતા થાય છે રાતના બધી મેલ સોર્ટ કરવામાં આ વાયરસ તેમને લાગી જશે તો મારા પપ્પા ૬૫ વર્ષના છે ૬૦ વર્ષથી મોટા લોકોને આ વાયરસનો ચેપ જલ્દી લાગે છે,”
“બેટા તું ચિંતા નહિ કર રામ રાખે તેને કોણ ચાખે!!” હું અને તારા પપ્પા રોજ રામાયણ સાંભળીએ છીએ, દર શનિવારે તારા પપ્પા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તને તો ખબર છે હનુમાનજીએ રાવણ જેવા મોટા રાક્ષસની લંકા બાળી નાખી હતી. કોરોના રાક્ષસને પણ જરૂર બાળશે, ૧૦ વાગ્યા હવે સુઇ જા તારા ૮ વાગ્યાથી ઑન લાઈન ક્લાસ શરુ થશે. જ્યારથી લોકડાઉન શરુ થયો ત્યારથી મા-દીકરીનો આ વાર્તાલાપ રુટીન થઈ ગયેલ.
એક દિવસ રાકેશભાઈને સવારના હળવો માથાનો દુખાવો થયો, તેમનો સ્વભાવ ફરજ, નિયમિતતા પ્રામાણીકતા તેઓ હળવા દુખાવાને ગણકારે? રાત્રે જમીને કામ પર ગયા. ૧ વાગે ઘેર આવ્યા સુતા બપોરના ૧ વાગ્યો ઊઠ્યા નહી.રમીલાએ મનમાં વિચાર્યું કોરોનાને કારણે સ્ટાફ ઓછો એટલે સ્વભાવ મુજબ કામ વધારે કર્યું હશે ભલે આરામ કરતા. રસોઈ કરવાલાગી, જીવ બેડરૂમમાં, પાછી જોવા ગઈ, માથે હાથ મુક્યો, તાવ ચોકી ગઈ તુરત પતિને ઊઠાડ્યા  રીના.. રીના …જલ્દી આવ ૯૧૧ને ફોન કર પપ્પાને ઇ. આર.માં લઈ જવા પડશે. રીનાએ તુરત ફોન કર્યો એમ્બુલન્સ આવી, પેરામેડીકે તપાસ્યા રેસ્પિરેસન ખૂબ ધીમી ગતીનું જણાયું ઓક્સિઝન કેન્યુલા નાકમાં પરોવી ઓક્સિઝન શરુ કર્યો. મા-દીકરી કારમાં બેઠા મેથોડીસ્ટ હોસ્પિટલ પહોંચ્યા. ઈ.આર ડોકટરે તુરત જ વેન્ટીલેટર પર મુક્યા આઇ.સી .યુમાં ખસેડ્યા. કોરોના પોઝિટીવ રીઝલ્ટ આવ્યું મા-દીકરીને ઘેર ક્વોરોન્ટાઈન રહેવાની સલાહ આપી. રીના નો રોસ “મોમ you did’t listen, see what happened) (તું મારું માનતી નોતી જોયું શું પરિણામ આવ્યું) મને જે બીક હતી તે કોઈ હનુમાને મિટાડી નહિ, સાચી પડી, મમ્મી હનુમાન લંકા બાળી શકે કોરોનાને નહિ આજે દુનિયાભરના સાઇન્ટીસ તેની રસી શોધવા રિસર્ચ કરી રહ્યા છે તેની અસરકારક દવા પણ હજુ શોધી નથી શક્યા, રીના આક્રોસ ઢાલવી રહી..રમીલા ચોધાર આંસુ સારતી રહી.
રીનાએ સોસિયલ મિડીયા પર પ્લાસમા માટે અપિલ કરી. એક કોવિડ૧૯ પેસન્ટ સારો થયેલ તેનું પ્લાઝમા મળી ગયું રીનાએ તુરત જ ડોનર અને ડૉ ને ફોન કર્યા. પ્લાઝમા રાકેશને અપાયું ધીરે ધીરે વેન્ટીલેટર્સ સપોર્ટ ઘટાડતા ગયા, ઓક્સિઝન  નેઝલ કેન્યુલા મારફત આપ્યો બે દિવસમાં ઘેર લઈ આવ્યા. મા-દીકરી બન્નેના કોરોના ટેસ્ટ નેગેટિવ હતા. રાકેશભાઈને બે અઠવાડિયાની ઓફિસિયલ રજા. બે અઠવાડિયા પછી રિપિટ ટેસ્ટ નેગેટિવ આવ્યો ને તુરત સિન્સિયર રાકેશભાઈ પોસ્ટઓફિસના કામે લાગી ગયા.

સત્ય ઘટના પર આધારીત નામ, જગ્યા વગેરેના ફેરફાર કરેલ છે.

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in શાંતિ ટુંકી નવલિકા, સ્વરચના. Bookmark the permalink.

1 Response to રીનાના પપ્પા

  1. Dr Induben Shah કહે છે:

    ઇ મેલ પર મળેલ પ્ર્તિભાવ – પુર્ણિમા શાહ
    Dear Induben,
    Very nice story.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s