પસ્તાવો

                                        “પસ્તાવો”

             જનકભાઈનો સ્વભાવ ખૂબ તેજ ભણેલા પી એચ ડી સુધી પરંતુ બિલકુલ ગણેલ નહી, ભણતર અને ગણતર બેઉ સાથે હોય તેવું ભાગ્યે જ બને.સારી કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટરનો હોદ્દો સંભાળે જોબ પર તો બધા સાથે સારા, રહેવું જ પડેને આ દેશમાં કર્મચારીઓ(employees)ને તો બરાબર સાચવવા પડે, કોઈ સાથે ઊંચા સાદે બોલી જવાય તો બોસ સામે કેશ થાય લોયરને કમાણી બીજુ શું ? આબરુના કાંકરા. પોતાની સેક્રેટરીને તો ખૂબ સાચવે તેની સાથે લંચ અને કોઈ સાંજે ડીનર લેવા પણ જાય.

  તમને વિચાર આવ્યોને ઘરમાં તો પત્નિ અને બાળકો સાથે આનંદથી રહેતા જ હશે. ઘરમાં આવે એટલે જોબ પરના ગુસ્સાનો ભારેલો અજ્ઞી ભભૂકે. જાનકીબેન સંસ્કારી અને સમજુ પતિ આવે તે પહેલા બન્ને બાળકોને લેસન કરાવે,મોટી દીકરી જયના ૭ વર્ષની ૩ જા ધોરણમાં નાનો દિકરો જય ૫ વર્ષનો કે જીમાં બન્નને જમાડે બાળકોને હિતોપદેશની વાર્તા વાંચે બાળકો સાંભળે સુઈ જાય. બાળકો  માની  શિખામણથી ખૂબ સમજુ.
રાત્રે ૯ઃ૩૦ વાગે જનકભાઈનું આગમન થાય જાનકીબેને ઓવનમાં રસોઈ ગરમ રાખેલ તુરત બન્નેની થાળી પીરસે એક કોળિયો મોઢામાં મુકે “આવું ફીક્કુ શાક, દાળતો જાણે ત્રણ માળની, તારે કોઈ દિવસ મારા ટેસ્ટનું તો બનાવવાનું જ નહી,”થાળીને હડસેલો મારી ઊભા થઈ જાય “તારી માએ તને કંઈ શીખવાડ્યું જ નથી.”દરવખતે આવા શબ્દો તો કોઈ વાર ખરાબ ગાળ પણ બોલે જાનકીબેન કોઇ જવાબ ન આપે બાળકો ઊઠી જાય અને સાંભળે તો તેમના બાળ માનસ પર કેવી અસર થાય.તેમના માતા-પિતાને તેમણે કદી ઊંચે સાદે બોલતા નહી સાંભળેલ પોતે ખાઈ લે લેફ્ટ ઓવર ફ્રિઝમાં મુકે. એકાદ પુષ્તક વાંચે ને સુઇ જાય.
બાળકો પુખ્ત વયના થયા, બન્ને ભણવામાં હોશિયાર દીકરીના અને દીકરાના હાઈસ્કુલ ગ્રેજ્યુએસનમાં પણ જનકભાઈની હાજરી નહી ફોન પર કોંગ્રેચ્યુલેસન આપી દે અગત્યની મિટીંગને કારણ હાજર નહી રહી શકે. બન્નેના ગ્રેજ્યુએસનમાં જાનકીબેન એકલા ગયા. દીકરીને Harvard યુનિવર્સિટીમાં સ્કોલરશીપ સાથે એડમિસન મળી ગયું  વેકેસનમાં તેણે મમ્મીની ડો.ફ્રેન્ડ કેતકીની ઓફિસમાં જોબ લઈ લીધો.
જયને એમ.આઈ. ટી એન્જેનિયર કોલેજ માં સ્કોલરશીપ સાથે એડમિસન લીધું. દીકરી ડો. થઈ અને દીકરો કેમિકલ એન્જિનિયર થયો.
જાનકી અને કેતકીની મિત્રતા સ્કૂલથી, કોલેજમાં પણ બન્ને સાથે, ઇન્ટર સાઇન્સ પછી કેતકી મેડીકલ કોલેજમાં ગઈ. જાનકી એમ.એસ.સી થઈ, અમેરિકાથી પરણવા આવેલ જનક સાથે લગ્ન કરી અમેરિકા આવી.ડો. કેતકી U. S. M. L. E    પરિક્ષા પાસ કરી અમેરિકા આવી, કેતકીએ મોટી ઉંમરે સાથે ભણતા અમેરિકન ડો. ટેમ્પેસ્ટા સાથે લગ્ન કર્યા, એક દીકરો હજુ ૧૨ વર્ષનો. કેતકી તેના પતિ અને પુત્ર દર ફ્રાયડે  ડીનર બોમ્બે બ્રેઝરી રેસ્ટૉરન્ટમાં લે.જનક તેની સેક્રેટરી રોસા સાથે એજ રેસ્ટૉરન્ટમાં દર ફ્રાયડે હોય તેઓ બન્ને તેમની ચેસ્ટામાં મસગુલ હોય તેમનું ધ્યાન કેતકી પર ન જાય પરંતુ કેતકી અને ટૅમ્પેસ્ટા તેમને જોયલે દીકરો સાથે હોય એટલે બોલે નહી. એક ફ્રાયડે ડો ટેમ્પેસ્ટા કોલ પર હતા દીકરો ફ્રેન્ડના ઘેર પ્રોજેક્ટ કરવા ગયેલો કેતકીએ જાનકીને ફોન કર્યો મને બોમ્બે બ્રેઝરીમાં ૭ વાગે મળ. જાનકીબેન બાળકો મોટા થયા પછી પોતાનામાં વ્યસ્ત રહેતા તૈયાર થયા પહોંચ્યા કેતકીએ ટૅબલ બુક કરાવેલ બન્ને બેઠા. ખૂણાના બુથમાં જનક અને તેની સેક્રેટરી બેઠેલા બન્નેની ચેસ્ટા જોઈ જાનકીબેન સ્તબ્ધ થઈ ગયા. ડો. કેતકી બોલી જોયું તું મારું માનતી નોતી, કેતકી હવે મારે શું કરવું? હું કહું છુ તારે વકીલ પાસે જવાનું ડીવોર્સ પેપર્સ ફાઇલ કરવાના મારી પાસે તારા વરની ચેસ્ટાના બધા ફોટા છે. તું જરા પણ ગભરાતી નહી. તારા બન્ને બાળકો તને સાથ આપવાના તેની મને ખાત્રી છે. બીજે દિવસે કેતકી અને જાનકી છૂટાછેડાના પ્રખ્યાત વકીલ દેશાઇની ઓફિસમાં ગયા, વકીલે જાનકીને સાંભળી તેની નોંધ લીધી કેતકીએ ફોટા બતાવ્યા. છૂટાછેડાના પેપર્સ તૈયાર કર્યા જાનકીને આપ્યા. બન્ને સખીએ સાથે લંચ લીધુ, “જાનકી મારે ઘેર લવ કે તારે ઘેર”? “મારે ઘેર જ લઇ લે” સારું તું અંદર જા બારણું થોડું ખુલુ રાખજે”.જાનકી અંદર ગઈ,
પતિ ધૂંવાફૂવા તાડુક્યા પૂ્છ્યા વગર ક્યાં ભટકવા ગઈ’તી જાનકીબેને મુંગે મોઢે પેપર્સ આપ્યા બોલી સહી કરો.
ડીવોર્સ પેપર જોઈ જનક ખૂશ ભાવતુ વૈદ્ધે બતાવ્યું તુરત સહી કરી આપી.

 કોર્ટમાં કેસ દાખલ થયો. પત્નિ અને બાળકોને માનસિક ત્રાસનું કારણ દર્શાવેલ. બન્ને પક્ષના સ્ટૅટમેન્ટ લેવાયા બન્ને રાજી ખુશીથી છૂટા થવા માગે છે, તુરત જજમેન્ટ આવ્યું જાનકીબેનને જનકભાઈની ૫૦ટકા સંપત્તિનો હક્ક, મેન્ટલ ત્રાસના પાંચ,પાંચ ટકા બંન્ને બાળકોને આપવાના કેસ પતી ગયો.
જાનકીબેન બીજે દિવસે સામાન પેક કરી દીકરીના એપાર્ટમેન્ટમાં જતા રહ્યા.
જનકભાઇના બંગલામાં રોસા રહેવા આવી ગઈ.લીવ ઇન કોન્ટ્રાક કર્યો.રોજ રેસ્ટોરન્ટમાં જમવાનું . જનક કઠપુતળી રોસાના હાથમાં દોરી જેમ નચાવે તેમ નાચે. ધીરે ધીરે રોસા પોતાની સહી ચેકમાં કરવા લાગી સ્ટૅમ્પ ઓફિસનો,પૈસા મેક્ષિકોની બેન્કમાં જમા કરવા લાગી.એક વર્ષમાં બધા ખાતામાંથી પૈસા જવા માંડ્યા, આ બધી ખબર જનકભાઈને ઘણી મોડી પડી. એક ફ્રાઇડે રોસા તેની માસી મેક્ષિકોથી આવી છે તેને મળવા જવું છે બહાને વહેલી નીકળી ગયેલ, ઘરમાંથી બીજી નાની વસ્તુઓની ચોરી કરી બેગ ભરી હોબી એરપોર્ટ પરથી કેનકુન રવાના થઈ ગઈ. જનકભાઈ ઘેર આવ્યા ઘર વેરણ-છેરણ કેમેરા નહી લેપટોપ નહી.માઈક્રોવેવ નહી. જનકભાઈ માથે હાથ મુકી રડવા લાગ્યા અરર  હું મારી સાચી ગૃહલક્ષમી જાનકીને ન ઓળખી શક્યો, ધુતારી મેક્ષીકનના રૂપમાં મોહી પડ્યો. જાનકીને ફોન કર્યો, જાનકીના ફોનમાં હજુ પતિનો ફોન હતો સાણી સરળ જાનકીએ ઉપાડ્યો, સામે ચોધાર આંસુ સાથે રડતા અવાજે જનકભાઇ બોલ્યા જાનકી મને માફ કર હું રૂપના મોહમાં ઢગાય ગયો છું મારું બધું ચોરી મને ભીખારી બનાવી રોસા ભાગી ગઈ; સ્પિકર ફોન પર બધી વાત જયનાએ સાંભળી, જય પણ આજે ફ્રાયડે મમ્મીને મળવાને ખાસ તો મમ્મીના હાથનું સ્વાદીસ્ટ ઇન્ડીયન ફૂડ ખાવા આવેલ. જયનાએ વાત કરી પપ્પા મારા એપાર્ટમેન્ટમાં આવો આપણે ચારેય સાથે જમીએ. “બેટા હું શું મોઢું લઈને આવું?
જય બોલ્યો પપ્પા અમારા સંસ્કાર તમને બોલાવે છે આપણે પહેલી વખત બધા સાથે જમીએ અને શાંતિથી વાતો કરીએ.

જનકભાઈ ગયા ત્રણે જણાના પગે પડ્યા પસ્તાવાના આંસુ વહેતા રહ્યા.
“આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે”
જયનાએ પપ્પાને ઊભા કર્યા ચારેય જણાએ સાથે ભોજન લીધું.

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in વાર્તા, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s