હિંસા- અહિંસા

હિંસા એટલે કોઈને મારી નાખવા, પશુ- પક્ષીને,જળચરને  શૉખ ખાતર મારવા અથવા માંસાહારી પોતાના ભોજન માટે મારતા હોય છે આ એક પ્રકારની હિંસાછે . વધારે કૃર હિંસા ખૂન કરવું તે છે આના પણ કારણ હોય શકે.અને અહિંસા એટલે ન મારવું એ. આ તો ફક્ત સ્થુળ અર્થ થયા.
સુક્ષ્મ અર્થ કરીએ તો આપણે દિવસમાં ઘણી હિંસા જાણે અજાણે કરતા હોઇએ છીએ. જોઇએ એ શું છે.
કુવિચાર કરવો ધંધામાં  કોરોના મહામારીનો લાભ લઈ વેપારીઓ માલ -સામાનના ભાવ વધારે તે હિંસા છે . વ્યવહારમાં વહાલા-દવલા કરી પક્ષપાત કરવો એ પણ હિંસા છે, મિથ્યા ભાસણ કરવા તે હિંસા છે, કોઈનું ખરાબ ઈચ્છવું કે ખરાબ થતું હોય તે જોય મનમાં રાજી થવું તે પણ હિંસા છે.માણસનો સહજ સ્વભાવ અહિંસા છે. પશુનો સહજ સ્વભાવ હિંસા છે.
હિંસા કર્યા પહેલા મનમાં નકારાત્મક ભાવો ઉદભવે છે જેવાકે ક્રોધ ,રાગ-દ્વેશ,અહંકાર. પ્રથમ શત્રુ પ્રત્યે અણગમો થાય ત્યારબાદ અણગમો               રોષમાં રૂપાંતરિત થાય છે. પરિણામ જો હું સમર્થ હોવ તો ક્રોધને શત્રુને નિર્મુળ કરવા તરફ પ્રેરિત કરું છું અને જો શત્રુ સમર્થ હોય તો ક્રોધને પોતાની નિર્બળતાના કારણે તત્પૂરતો દબાવી દેવો પડે છે.આ અહિંસા નથી.
મહાભારત યુધ્ધ વિષે આપણે સહુ જાણીએ છીઍ કે અર્જુન સમર્થ છે પણ લડવા માંગતો નથી એનું કારણ અહિંસા નથી. કૌરવોની સેના જોઇને એના મનમાં સંવેદના પ્રગટૅ છે અને સગા-વહાલા અને ગુરુ પ્રત્યે મોહ જાગે છે અને તેનું ગાંડીવ ધનુષ્ય તેના ખભા પરથી સરી પડે છે.ત્યારબાદ ગીતાબોધ શ્રી કૃષ્ણ આપે છે.અને મહાભારત ધર્મ યુધ્ધ શરુ થાય છે.
બીજો દાખલો ઈમરજન્સી ઓપરેસન કરતી વખતે દર્દીનું અવસાન થાય તો તે હિંસા ન ગણાય ડો.નો આસય દર્દીને બચાવવાનો હતો.
પ્રભુને પ્રાર્થના કરું સૌ પ્રત્યે પ્રેમભાવ રાખું  બીજાની ભૂલોને માફ કરી દઉ અને મારી ભૂલનો સ્વીકાર કરી માફી માંગુ. મારુંં જીવન સાર્થક કરું.

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

4 Responses to હિંસા- અહિંસા

 1. Dr Induben Shah કહે છે:

  Saryu Parikh
  Aug 28, 2020, 8:35 AM (1 day ago)
  to me

  સરસ વિચાર. આપણાં મનને શાંતિ આપે તે મુખ્ય હેતુ, જે પ્રેમભાવનાં વિચારોથી સફળ થાય.
  ઇમેલમાં મળેલ પ્રતિસાદ,

 2. Dr Induben Shah કહે છે:

  Pragna Vyas
  Aug 28, 2020, 10:08 AM (1 day ago)
  to me

  ધન્યવાદ સુ શ્રી ડૉ ઇંદુબેનશ્રી ,
  મિચ્છામિ દુક્કડમ
  અમે અભ્યાસમા જાણેલુ-‘કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે.
  શાસ્ત્રોમાં અહિંસા, સત્ય, અસ્તેય , બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, એમ પાંચેય યમ ને જાતિ, દેશ, કાળ તથા સમય વડે અનવચ્છિન્ન હોવાને કારણે સમભાવેન સાર્વભૌમ તથા મહાવ્રત કહેવામાં આવ્યાં છે અને
  “જીવા સુહુમાથૂલા, સંકપ્પા, આરમ્ભાભવે દુવિહા,
  સાવરાહ નિરવરાહા, સવિક્ખા ચૈવ નિરવિક્ખા”
  સાંપ્રત સમયનુ અહિંસા માટેનુ સત્ય..
  “અહિંસા પરમો ધર્મ
  પરમો ધર્મ , હિંસા તથેવ ચ
  અહિંસા મનુષ્ય નો પરમ ધર્મ છે પણ ધર્મ માટે હિંસા કરવી તે એનાથી પણ શ્રેષ્ઠ છે..અહી ધર્મ નો અર્થ સંકુચિત નથી કરવાનો ,ધર્મ એટલે સત્ય અને ન્યાય ,જ્યાં સત્ય અને ન્યાય ની રક્ષા માટે હિંસા કરવી પડે તો ત્યાં કરવી .

  Inline image
  આભાર પ્રગ્ના બહેન

 3. Dr Induben Shah કહે છે:

  ઇમેલમાં મળેલ પ્રતિભાવ,

  Rashmikant Desai
  7:48 AM (8 hours ago)
  to Pragna, me

  I see it differently. If someone is climbing stairs, should not we help him/her by providing support to climb at least one step?

  Soul (jivatma) cannot be killed, only the body can be killed. All souls are climbing towards the pinnacle that the human form is. Killing an animal would help its soul reach its goal that much sooner. It will then have to pass through one less form (yoni) out of the 84,00,000 forms a soul has to live out before becoming a human.

  So, don’t worry about the perishable thing that the animals’ bodies are, just help their immortal souls achieve their destinations a little sooner. What is important is to do so without hate.

 4. Dr Induben Shah કહે છે:

  Geeta Bhatt
  9:31 AM (2 hours ago)
  to me

  Good one
  email maa malel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s