ઈશ્વરને ઓળખો


ઘણી વાર સાંભળીએ છીએ કથાઓમાં ઈશ્વરને ઓળખવા શું આવષ્યક છે. કોઈ કથાકાર કહે રોજ પૂજા -અર્ચના કરો એક દિવસ પ્રભુ ખુશ થશે તમને દર્શન આપશે.
તો કોઈ કથાકાર એમ કહેશે ધાર્મિક પુષ્તક રામાયણ, ભાગવતના નિયમીત અધ્યયન કરવાથી ઈશ્વરને જરૂર ઓળખશો, તો કોઈ વક્તા આધ્યાતમિક માર્ગ બતાવશે યોગ કરો ધ્યાન કરો ઈશ્વરના દર્શન કરશો. આ બધુ સાંભળી મને નાનપણમાં સાંભળેલ ભજન યાદ આવ્યું,
“આંખ મારી ઊઘડે ત્યાં સીતા-રામ દેખું “
આ ભજન રચનારે જરૂર આંખ ઊઘડતા દર્શન કર્યા જ હશે. આપણે સહુ આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરતા નિદ્રાવસ થઈએ તો ચોક્કસ આપણને સહુને આંખ ઊઘડતા પ્રભુના દર્શન થાય જ.
મને વિચાર આવ્યો ઈશ્વરનો વાસ તો કણ કણમાં છે, કુદરતની રચના ઈશ્વરેજ કરેલ છે. બહાર નજર કરીએ આકાશમાં વાદળોમાં ચાલતો દેખાઇ,ગાજવિજ થતી હોય તેમાં બોલતો સંભળાય, વિજળીમાં હાથ ફેલાવતો અને વરસાદને નીચે ઉતારતો જણાય. બાગમાં દ્રષ્ટી કરીએ ફૂલોમાં હસતો ઝાડના થડ ઉપરથી શાખાઓ પર ચડતો પાંદડાઓને જુલાવતો જોવા મળશે, વહેલી સવારના ઝાકળના બિંદુઓમાં રમતો જોવા મળશે. આમ ઈશ્વરને ઓળખવા આપણે આપણી નજર જ બધે ફેરવવાની રહેશે બધે જ ઈશ્વર દેખાશે.

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s