શાંતિ ટુંકી નવલિકા

 

શાંતિ સગર્ભા , તેના પતિ સાથે ડો રીનાના રૂમમાં પ્રવેશી. શાંતિને  પહેલીવાર ચોટીલામાં જોયેલ, મારા કાકાજીની બીજા નંબરની દીકરી જન્મથી બહેરી મુંગી કાકીને ત્રણ દીકરી મોટી તરુલતાના લગ્ન થઈ ગયેલ મુંબઈ સાસરીમાં સુખી હતી, નાની ૮માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. હું અને મારા પતિ ડો રવિ છેડાછેડી છોડવા ચોટીલા આવેલ.
કાકીનો દીકરો અને કાકા દુકાને ગયા. અમે ચા નાસ્તો કરી  મારા કાકીજી નાની નણંદ વિનોદીની (કાઠીયાવાડમાં રિવાજ નણંદ છેડાછેડી છોડે ) સાથે ચામુંડા માતાના મઠ પર ગયા વિધી પતાવી, ડુંગર ચડ્યા દર્શન કર્યા બપોરના ૧૨ઃ૩૦ વાગે ઘેર આવ્યા, શાંતિએ રસોય તૈયાર રાખેલ ઇશારાથી અમને હાથ ધોય જમવાના આસન પર બેસવા કહ્યું . શાંતિની હોશિયારી સમજણ જોઇ, મેં કાકીને મુંબઈ બહેરા મુંગાની શાળા વિષે વાત કરી,રવિએ કાકાને વાત કરી. અમે સાંજે સુરેન્દ્રનગર જવા નીકળી ગયા.
આ વાતને ત્રણ-ચાર વર્ષ થઈ ગયેલ અમે બન્ને અમારા વ્યવસાયમાં વ્યસ્ત ચોટીલા જવાનું થયેલ નહીં.આજે શાંતિને તેના પતિ સાથે જોઈ અમને બન્નેને ખૂબ આનંદ થયો. શાંતિ થોડું બોલતી થયેલ તેના પતિ મનહર એકદમ નોર્મલ વઢવાણની પ્રાથમિક શાળામાં શિક્ષક. શાંતિને તપાસી વિટામિન્સ કેલ્શીયમ વગેરે આપ્યા પ્રસુતિ ઘેર નહી કરવાની સલાહ આપી, દર પંદર દિવસે બતાવવા આવવાનું,શાંતિ નિયમીત સુચના મુજબ બતાવવા આવતી, નવ મહિને તંદુરસ્ત દીકરાનો જન્મ થયો, કાકી સમયસર આવી ગયેલ. એક દિવસ કાકી મારા રૂમમાં આવ્યા પુછ્યું “રીના શાંતિને તમારા દવાખનેથી ચોટીલા ટેક્ષીમાં લઈ જવાય?” “કાકી કોઈ વાંધો નહી પણ તમારે બાબાને ત્યાં ત્રણ મહિને રસી મુકાવવી પડશે,”
કાકીઃઅમારા સરકારી દવાખાનામાં ડોકટર સારા છે બધાને રસી આપે છે,
“તો કોઈ વાંધો નહીં, કાકી શાંતિને આવો સરસ પતિ મળ્યો તેનો અમને બન્નેને ખૂબ  આનંદ છે,મુંગા બહેરાને પણ જીવનસાથી મળી રહે છે.
કાકીઃ રીના એના નસીબ અને આવડતે એને આટલા સારા પતિ મળ્યા બાકી અમને ચિંતા રહેતી શાંતિનું અમારા ગયા પછી કોણ? અમારા પુણ્યનો ઉદય થયો. આપણે ત્યાં નામુ લખે છે નટુભાઈ તેમણે મનહરલાલ વિષે વાત કરી ગરીબ મા-બાપ વગરનો સાળંત પાસ છે, એક રવિવાર તેઓ મનહરલાલને આપણા ઘેર લઈને આવ્યા શાંતિની રસોય અને આવડત જોઈ પસંદ કરી, મહિનામાં સગાય અને તુરત સાદાયથી લગ્ન કર્યા વધારે સમય જાય તેમાં જોખમ નાના ગામમાં હેતુ દુશ્મન હોય એટલે કોઈને બોલાવ્યા નહોતા,
“સરસ કાકી તમે શાંતિનો ઉછેર સારો કર્યો છે.”
ત્યારબાદ બે વર્ષમાં શાંતિને બીજો દીકરો થયો.
શાંતિના બન્ને  દીકર નોરમલ.
માતા-પિતાના ઉછેર અને સંસ્કારથી મુંગી-બહેરી દીકરી પતિ અને બે બોલતા બાળકો સાથે આનંદથી વઢવાણમાં રહે છે.
સત્ય ઘટના પર આધારીત

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

4 Responses to શાંતિ ટુંકી નવલિકા

  1. youngclubblog કહે છે:

    સાદી સીધી અને સરસ ટુકડી વાર્તા વાંચવાની મજા પડી.

  2. Dr Induben Shah કહે છે:

    દીપકભાઈ નો પ્રતુભાવ ઇન ઇ મેલ
    Induben,
    It iseems a very nice short story. I liked it and enjoyed it too. It is more interesting knowing that it is based upon a real story. Thanks for sharing.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s