પ્રેમ પ્રવાહ

પ્રેમ પ્રવાહનું પવિત્ર ઝરણું
    મુજ હૈયેથી નિસર્યું
કુટુંબી સર્વને ભીંજવતુ
      મુજ હૈયેથી નિસર્યું

પડોશી જનોને આવકારતું
 મન બુદ્ધિને હડસેલતું
બુદ્ધિથી પરે એ ઝરણું
     મુજ હૈયેથી નિસર્યું

નાત જાતના ભેદ ભૂલીને
સૌને આલિંગનમાં લેતું
ચહેરે ચહેરે હાસ્ય ફરકાવતું
       મુજ હૈયેથી નિસર્યું


ભાવના વિશ્વ બંધુત્વની વહે
પૃથ્વીના કણ કણ મહેકાવતું
ફુવારા સ્નેહના લહેરાવતું
મુજ હૈયેથી નિસર્યું




About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગીત. Bookmark the permalink.

2 Responses to પ્રેમ પ્રવાહ

  1. pragnaju કહે છે:

    ભાવના વિશ્વ બંધુત્વની વહે
    પૃથ્વીના કણ કણ મહેકાવતું
    બે જ પ્રકારના પ્રેમ છે. એક વધઘટવાળો, ઘટે ત્યારે આસક્તિ કહેવાય ને વધે ત્યારે આસક્તિ કહેવાય. અને એક વધઘટ ના થાય એવો અનાસક્ત પ્રેમ, એ જ્ઞાનીઓને હોય.
    જ્ઞાનીનો પ્રેમ તે શુધ્ધ પ્રેમ છે. આવો પ્રેમ ક્યાંય જોવા નહીં મળે. દુનિયામાં જ્યાં તમે જુઓ છો તે બધો જ પ્રેમ ઘાટવાળો પ્રેમ. બૈરી-ધણીનો, મા-બાપનો, બાપ-દીકરાનો, મા-દીકરાનો, શેઠ-નોકરનો દરેકનો પ્રેમ ઘાટવાળો હોય. ઘાટવાળો છે એ ક્યારે સમજાય કે જ્યારે એ પ્રેમ ફ્રેક્ચર થાય. જ્યાં સુધી મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ કડવાટ ઊભી થાય ત્યારે ખબર પડે. અરે, આખી જિંદગી બાપની સંપૂર્ણ આમન્યામાં રહ્યો હોય ને એક જ વખત ગુસ્સામાં, સંજોગવશાત જો બાપને બેટો ‘તમે અક્કલ વગરના છો’ એમ કહે, તો આખી જિંદગી માટેનો સંબંધ તૂટી જાય. બાપ કહે, તું મારો બેટો નહીં ને હું તારો બાપ નહીં. જો સાચો પ્રેમ હોય તો તો એ કાયમ માટે તેવો ને તેવો જ રહે, પછી ગાળો ભાંડો કે ઝઘડો કરે. એ સિવાયના પ્રેમને તો સાચો પ્રેમ શી રીતે કહેવાય ? ઘાટવાળો પ્રેમ તેને જ આસક્તિ કહેવાય. એ તો વેપારી અને ગ્રાહક જેવો પ્રેમ છે, સોદાબાજી છે. જગતનો પ્રેમ તો આસક્તિ કહેવાય. પ્રેમ તો તેનું નામ કહેવાય કે, જોડે ને જોડે રહેવાનું ગમે. તેની બધી જ વાત ગમે. તેમાં એક્શન એન્ડ રીએક્શન ના હોય. પ્રેમ પ્રવાહ તો સરખો જ વહ્યા કરે. વધઘટ ના હોય, પૂરણ-ગલન ના હોય. આસક્તિ પૂરણ-ગલન સ્વભાવની હોય.

  2. Dr Induben Shah કહે છે:

    પ્રગ્નાછે જી આપનો પ્રતિભાવ ,આસક્તિ ના ગુણો જણાવે છે, સાચું.
    પ્રેમની કોઈ પરિભાષા નથી. પ્રેમ ભાવાત્મક ભાવ હ્રદ્યમાંથી ઉદભવે છે . સૌને આપ્યા કરે છે કોઈ લેવાની અપેક્ષા વગર.પ્રેમ પ્રવાહ નિરંતર એકસરખો વહ્યા કરે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s