વેલેન્ટાઈન દિવસ

  વેલેન્ટાઈન દિવસ આજકાલના યુવાન યુવક -યુવતીઓનો હગ દિવસ, લાલ ગુલાબ દિવસ! ૫૦- ૫૫  વર્ષ સુધી સુખ દુઃખમાં સાથ નિભાવ્યો એ દંપત્તિ માટે તો બારે માસ વેલેન્ટાઇન દિવસ જ છે. આ સાડા ચાર અક્ષરનો અર્થ સમજી લઈએ.
વેલેન્ટાઇન નો વ- વફાદારી વહેતો રહે નિરંતર
લ- લેવાની ભાવના પહેલા આપવાની ભાવના
ન- નથી એ મોહતાજ મોંઘી ભેટ કે મોંઘા ગુલાબનો
ટ-ટૂટે નહી કદી, અખૂટ અતૂટ વહેતો રહે 
ઇન- ઇન્કાર સ્વનો, અહંકાર સુન્ય
આજ કાલના યુવક યુવતીઓ સેલ ફોન પર લવ યુ હની એવા જોબ પરથી મેસેજ મુક્યા કરે આવો પ્રેમ ક્યારે ઊતરી જાય કહેવાય નહી.
પ્રેમ ઍતો અવ્યકત છે,આત્માનો અહેસાસ છે.પ્રેમમાં પામવું મહત્વનું નથી, ત્યાગથી જ પ્રેમ પ્રવાહ અખૂટ વહેતો રહેશે.
પ્રેમ અઢી અક્ષરનો શબ્દ અને તેના પર્યાયવાચી શબ્દો પણ અઢી અક્ષરના જેવાકે સ્નેહ, પ્રિતી,પ્યાર,ઈસ્ક,વ્હાલ અને પ્રેમની પરમ સીમા એટલે પ્રભુ એ પણ અઢી અક્ષરનો જ છે ને.સંત કબીરનો દોહો આવો જ ભાવ વ્યકત કરે છે.
“પ્રેમ પ્રેમ સબ કોઇ કહે ઠગ,ઠાકોર ઓર ચોર,
   બિન પ્રેમ રીઝે નહી તુલસી નંદકિશોર.”
પ્રેમ લક્ષણા ભક્તિ સર્વોચ્ચ ભક્તિ છે, તેમાં નિશ્વાર્થ પ્રેમ જેવોકે મીરાનો, ગોકુળની ગોપીઓનો. 
પ્રેમ વિશે વાતો કર્યા પછી વિચાર આવે છે આ દિવસ ૧૪ ફેબ્રુઆરીએ જ શા માટે અને તેનું નામ વેલેન્ટાઈન કેમ!! પ્રેમ દિવસ કે ઇસ્ક દિવસ પણ કહી શકાત!!
આ નામની પણ આગવી સ્ટૉરી છે, ઘણા વખત પહેલા મેં વાંચેલ યાદ આવી.
૧૮મી સદીમાં જર્મનીમાં એવો કાયદો હતો મિલિટરીના જુવાનો લગ્ન ન કરી શકે.
આ કાયદાથી યુવાન યુવકો પરેસાન થતા પોતાની પ્રિયતમાને લડાય ન થતી હોય ત્યારે પણ મળી ના શકાય!! જર્મનીના એક કેથેલીક ચર્ચના વેલેન્ટઈન નામના પાદરી આ યુવાન પ્રેમીઓની વ્યથા સમજતા તેમના મેરેજ કરાવી આપતા.
જર્મની સરકારે પાદરીની ધરપકડ કરી જેલમાં પુર્યા ખૂબ હેરાન પરેસાન કર્યા ગુનો કબુલ કરવા. તેઓ મક્કમ બસ એટલું જ બોલે મારો ગુનો છે જ નહી હું પ્રેમને જોડું છું. છેવટે સરકારે તેમને ૧૪ ફેબ્રુઆરીના દિવસે ફાંસી આપી. તેમના આ પ્રેમના જોડાણ કરાવી આપવાના બલિદાનને અમર રાખવા આ દિવસ ઊજવવાની શરુઆત થઈ પ્રથમ યુરોપ, અમેરીકામાં અને હવે તો આખી દુનિયામાં આ દિવસ ઊજવાય છે.
અસ્તુ
ડો ઈન્દુબેન શાહ

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in લેખ. Bookmark the permalink.

3 Responses to વેલેન્ટાઈન દિવસ

  1. Dr Induben Shah કહે છે:

    ઇ મેલમાં મળૅલ સુ શ્રી પ્રગ્નાબહેનનો પ્રતિસાદ
    “પ્રેમ પ્રેમ સબ કોઇ કહે ઠગ,ઠાકોર ઓર ચોર,
    બિન પ્રેમ રીઝે નહી તુલસી નંદકિશોર.”
    સટિક વાત
    ઢાઇ અક્ષર જો પઢે વો પંડીત હોઈ
    પ્રેમના જોડાણ કરાવી આપવાના બલિદાનને અમર રાખવા આ દિવસ ઊજવવાની શરુઆત થઈ
    વાત આજે જાણી- માણી

  2. Dr Induben Shah કહે છે:

    Very nice story Induben. Thanks for sharing.
    Purnima
    rcvd via e mail

  3. Dr Induben Shah કહે છે:

    Pravinkant Shastri
    Feb 21, 2021, 11:13 AM
    બહેન, પ્રેમી પંખીડાઓ માટે ખૂબ સરસ માહિતી આપી. On Sat, Feb 20, 2021 at 5:40 PM Indu Shah wrote: “વેલેન્ટાઈન દિવસ” આજકાલના યુવાન યુવક -યુવતીઓનો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s