અછાંદસ કાવ્ય
કંચન કામિની કુટુંબ કાયા
જીવને જકડી રાખનાર
દેહનું કષ્ટ અવગણી જે
સમતાની અનુભૂતિ કરે
એજ તો તપસી સાચા
ભગવા પહેરી ભોળવે જે
તે ધુતારા છે ગામે ગામ
ગરીબ ધનિક સૌને લુટે
તપસી સાચાને ન જાણે
ફરતા ચેહરે ચઢાવી માસ્ક
નહી ઓળખાતા ભલે
વર્તણુકે ઉઘાડા પડે
વિભુએ ઘડ્યા સૌને સરખા
કર્મ કાળાશે થતા મેલા
પુન્ય પાપના ભેદ ભૂલાતા
ભક્તો ભરમમાં રહેતા
માયા જાળે ફસાતા
અજાણ રહે તપસી સાચા
‘કંચન કામિની કુટુંબ કાયા
જીવને જકડી રાખનાર
દેહનું કષ્ટ અવગણી જે
સમતાની અનુભૂતિ કરે’
સાચા તપસીની સટિક વાત
ધન્યવાદ
Thanks Pragnabahen,
આપના પ્રતિભાવ મને પ્રોસ્તાહિત કરે છે.
Praful Gandhi નો પ્રતિભાવ ઈમેલ માં મળેલ
Thu, Apr 8, 11:26 AM (1 day ago)
ઘણું સરસ,