ઘણા વખતે અચાનક ડો .કામિનીએ ડો.હિરાણીને પાર્કમાં જોઇ, તેણીની સાથે મેડીકલ કોલેજમાં હતી, અને રેસિડન્સી પણ બન્નેએ સાથે જ કરેલ હિરાણીના લગ્ન નાની ઉમરમાં થયેલ કોલેજમાં હતીને તેણી બે દીકરીઓની મા થઈ ગયેલ.ચાર વર્ષ કોલેજમાં હતા ત્યારે હિરાણી કદી કોલેજની કોઈ પ્રવૃતિમાં ભાગ નહી લેતી કદી પિકનીકમાં પણ નહી આવે, કામિની નાનપણથી કુતુહલ સ્વભાવની તેણીને પૂછે કેમ તું નથી આવતી ? જવાબ હંમેશા એક, મારી બન્ને દીકરીઓ મોટી થશે પછી તેમની સાથે ફરીશ.
કામિનીની કુતુહલ વૃત્તિ વધારે જાગે બોલે હસબંડને અને દીકરીઓને લઈને આવ,
હિરાણીનો જવાબ મારા હસબંડે બીજા લગ્ન કરેલ છે, તેને દીકરો જોઇતો હતો, મારે ત્રીજુ બાળક મારું ભણવાનું અને રેસિડન્સી પૂરી થાય પછી જ કરવાનો વિચાર મે મારા પતિને જણાવ્યો તેનાથી રાહ જોઈ શકાઇ નહી. મને ચાર વખત તલાક બોલી છોડી દીધી.
તે વખતે ઈન્ડીયામાં આ રિવાજ મુસલમાન કોમ્યુનિટીમાં બહુ પ્રચલીત હતો..
કામિનીએ તુરત તેને ઑળખી તેની પાસે ગઈ હલો ડો હિરાણી હાવ આર યુ? આર યુ અલોન ?
ડો ઈરાનીઃ યસ એસ યુસવલ આઇ એમ અલોન,
કામિનીઃ યોર ડૉટર્સ ડીડ નોટ કમ?
ડો ઈરાનીઃ કામિની મારી બન્ને પોરીના લગન થઈ ગ્યા છે બન્ને તેના વર સાથે દર વર્ષે વેકેસન લે છે અને ફરવા જાય છે મને પૂ્છતા નથી,
કામિનીના મુખ પર હાસ્ય અરે વાહ તને તો ગુજરાતી આવડી ગયું!
“હા, મને ખબર છે તું જાણવા આતુર છે કોની પાસે ગુજરાતી શીખી તું પૂછે તે પહેલા કહી દઉ, મારા ઘણા સમયથી એક ગુજરાતી દર્દી છે ,તે મારી સાથે હંમેશા ગુજરાતીમાં જ વાત કરે છે, શરુઆતમાં તેમની સાથે તેમનો દીકરો આવતો, પણ થોડા સમયથી તેઓ એકલાજ આવે છે, મને સમજાતું હતુ પણ બોલવામાં સંકોજ થતો તેઓએ મને ગુજરાતી બોલતી પણ કરી દીધી. બસ કામિની હું જાઉ છું.
“શું ઉતાવળ છે ! તારી ઘેર કોણ રાહ જુએ છૅ?
ઈરાનીઃ મારા દર્દી હજુ હું રિટાયર્ડ નથી થઈ,
કામિનીના મનમાં વિચાર આવ્યો, આજ-કાલના બાળકો કેટલા સ્વાર્થી છે! હિરાણીએ પોતાની નાની ઉમરના બધા મોજ-શોખ છોડી બન્ને દીકરીઓને એકલે હાથે મોટી કરી એ આશાએ કે દીકરીઓ મોટી થશે ત્યારે તેઓની સાથે ફરશે! વિચારના વમળમાં પાર્કની બેન્ચ પર બેઠી ત્યાં તેની દીકરી જોગીંગ કરી આવી મમ્મી ચાલ પપ્પા ઘેર રાહ જોતા હશે.
કામિની ઉભી થતા મનમાં બોલી
‘હિરાણી તો હતી ત્યાંની ત્યાં!’
સરસ વાર્તા.
Happy doctor’s day
‘ મને ચાર વખત તલાક બોલી છોડી દીધી’
ત્રણ વખત તલાક પુરતુ છે પણ્ હવે તે પણ ન ચાલે…
જુના જમાનાની સ રસ વાર્તા