જિંદગી ભ્રમણાની ફૂલદાની
ઈન્દ્રિયોથી થાય પ્રેરીત
નિત નવિન રંગો ભરતી રહે
હરે ફરે ભ્રમણા સુખદાયિની
રંગ ઊતરે વાસ્તવિકતા
દુઃખ દાયિની બની જાય
નદીના જળ ખળખળ વહે
મધુર મીઠા જળ પીને સંતોસાય
મળે સાગરને બને ખારી
રોકવા ખારાસ જળાસયો બંધાય
બને ડેમ ઉપયોગી ખેતરો લહેરાય
વિજળી ઉત્પાદને પ્રકાશ ફેલાય
જો સંયમ રૂપી બંધ બંધાય
ઈન્દ્રિયોનો શક્તિ પ્રવાહ રોકાય
ઘેર ઘેર સહકાર શાંતિ સ્થપાય
જિંદગી સહુની સફળ થઈ જાય
ડો ઈન્દુબેન શાહ
૮/૧૨/૨૧