આ મહિનો શિવ શક્તિની સાધનાનો મહિનો, આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી શરુ થયો અને સોમવારે સમાપ્ત થશે, આ મહિનામાં આપણા કેટલા બધા વ્રત અને તહેવાર આવે.
આપણા શાસ્ત્ર અનુસાર સોમવાર એ ચન્દ્રનો વાર ગણાય છે તે દિવસ ચન્દ્રમૌલી (ચન્દ્રને શિશ પર ધારણ કરનાર શિવનો વાર) તેથી શ્રાવણી સોમવારનું વ્રત ગુજરાતની ઘણી શ્રદ્ધાળુ બહેનો અને ભાઈઓ કરે છે.
તેથી મન હ્રદયમાં શાંતિ મળે તે માન્યતાને આધારે આ વ્રત પ્રચલીત હશે તેવું હું માનું છું.
શ્રાવણ સુદ એકાદશી જે પવિત્રા એકાદશી મનાય છે તે દિવસને પુત્રદા એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરવાથી નિસંતાન દંપત્તીને ઉત્તમ ગુણવાળા સંતાનની પ્રાપ્તી થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની અર્ચના તથા વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ દિવસે વિષ્ણુ ભગવાનને પવિત્રાની માળા પહેરાવી આરાધના કરાય છે.
શ્રાવણ વદચોથ ગુજરાતમાં બોળ ચોથ કહૅવાય છે આ દિવસે બેનો ગાયની પૂજા કરે છે અને ઘવનો ખીચડો ખાયને વ્રત કરે છે. વદ પાચમ નાગપંચમી કહેવાય છે આ દિવસે ઘરના પુરુષ નાગ દેવતાની પૂજા કરે છે દૂધ અને કુલેર જે બાજરીના લોટમાં ઘી ગોળ નાખી બનાવાય છે તે નાગદેવતાને ધરાવે છે ત્યાર બાદ ફક્ત કુલેરનું ભોજન કરે છે. આ વ્રત કરવાથી નાગ કદી કુટુંબના કોઈ પણ સભ્યને દંસ દેતો નથી એવી માન્યતા છે. ત્યારબાદ રાંધણ છઠ્ઠ તે દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ બિવસ આ દિવસે બહેનો બીજા દિવસે જમી શકાય તેવી રસોય બનાવે છે ખાસ તો થેપલા સુખડી સેવ અને કંટૉળાનું શાક. બીજે દિવસે શીતળા સાતમ આ દિવસે બહેનો સિતળા માની પૂજા કરે છે અને એકવાર ઠંડુ ભોજન કરે છે, આ વ્રત ખાસ નાના બાળકોની માતા કરે છે આ વ્રત કરવાથી બાળકની ઓરી અછબડા અને શીતળાની બીમારીથી રક્ષણ મળે છે. જોકે હવે શીતળાની બિમારી રસી ફરજિયાત થવાથી દુનિયાભરમાંથી નાબુદ થઈ ગય છે.
હવે જન્માષ્ટમી આજે છે. આજે કૃષ્ણજ્ન્મ મહોતસ્વ બધા મંદિરોમાં ઉજવાસે. કૃષ્ણ જન્મ મધરાતે અંધારી રાત્રીએ શા માટૅ! રાત્રીના સમયે ધોધમાર વર્ષામાં જેલના દ્વારપાળ પોઢી ગયા અને વસુદેવના પગની સાંકળો ખુલ્લી ગઈ અને તેઓ બાળકૃષ્ણને છાબડીમાં માથા પર મુકી જમુના નદી પાર કરી ગોકુળ નંદ-જસોદાના ઘેર મુકી તેની પુત્રીને છાબડીમાં મુકી પાછા આવી ગયા.કૃષ્ણ જન્મ દિને રોહિણી નક્ષત્ર હતું બુધવાર હતૉ. બધા ગ્રહો નક્ષત્રો શાંત હતા. નદી ખળખળ વહી રહી હતી રાત્રીના સમયે પણ સરોવરમાં કમળ ખીલી રહ્યા હતા, વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી ફૂલોથી શોભતી હતી, પંખીઓ ટહુકો અને ભ્રમરો હર્ષનાદ કરતા હતા, શીતળ મંદ સુગંધિત વાયુ સ્પર્શસુખ આપી રહ્યો હતો, અને સ્વર્ગના દેવતાઓના વાજિંત્રો આપમેળે વાગી રહ્યા હતા, યમુનાજી પ્રેમાનંદમાં તરબોળ એમના આનંદાશ્રુ એટલા વહ્યા કે પૂર આવ્યા કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા કૃષ્ણએ પગનો અંગુઠો છાબડીની બહાર કાઢ્યો યમુનાજીએ સ્પર્શ કર્યો તુરત પૂર ઓસરવા લાગ્યા. અને વાસુદેવ નંદ યસોદાને ઘેર કૃષ્ણને મુકી આવ્યા.
નંદ ઘેર આનંદ ભયો, જ્ય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખીના હર્ષનાદ સાથે નંદબાબાએ સહુ ગામવાસીઓને ભેટ, સાધુ સંતોને દાન આપ્યા.
શ્રાવણ મહિનાનો મહિમા જાણ્યો નાની કવિતા સાથે લેખ પૂરો કરું છું.
મોર મુગટ મુરલીધર શોભે
હાસ્ય સદા મુખ પર સોહે
મહા રાક્ષસોને હણ્યા તમે
નાથ્યો કાળી નાગને
રાહ જોઈ રહ્યા સહુ અમે
કારમો કોરોના રાક્ષસ
દુનિયાભરમાં વર્તાવે કેર
પધારો બચાવો માનવ જાત
ફરી કરીએ હર્ષનાદ
જય કનૈયા લાલકી
હાથી ઘોડા પાલખી.
અસ્તુ.
ડો ઇન્દુબહેન શાહ
ખૂબ સુંદર શ્રવણ ગાન
અમારી સૌની પ્રાર્થના
કારમો કોરોના રાક્ષસ
દુનિયાભરમાં વર્તાવે કેર
પધારો બચાવો માનવ જાત
ફરી કરીએ હર્ષનાદ
જય કનૈયા લાલકી
હાથી ઘોડા પાલખી.
ધન્યવાદ
સુ શ્રી પ્રગ્નાજી આપનો પ્રતિભાવ મને પ્રોત્સાહિત કરશે
આભાર